SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અને સંપ્રદાયની શાન વધારી છે. જ્ઞાનાભ્યાસની સાથે તેમણે ‘મણિયાપુરુષ’, ‘રત્નલઘુપરિમલ’, ‘આગમઅર્ક’, ‘લઘુ પ્રેરણાપુષ્પ’, ‘નૂતનવર્ષનો સંદેશ’, ‘અમરનિધિ’, ‘આગમઅમૃત’, ‘આગમઓજસ' આદિ આધ્યાત્મિક પુસ્તકોની જૈન સમાજને ભેટ ધરી છે. કોઈકે સાચું જ કહ્યું છે ને કે “બહિર્ભૂત-પરાભવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈને વીખરાઈ જાય છે એને એકત્રિત કરવી એટલે કે ચૈતન્યની વીખરાતી શક્તિઓ સંગ્રહિત કરી એમનો એક પ્રખર સંચય કરવો એનું નામ તપ. ચૈતન્યની શક્તિઓના સંગ્રહથી પણ એક અજોડ નવચેતન પ્રગટે છે. ભ. મહાવીરસ્વામીએ જ્ઞાન-ધ્યાન પછી તપનું સ્થાન આપ્યું છે. તે જ રીતે જ્ઞાનની આરાધના સાથે સાથે પૂ. શ્રી નીતાબાઈ મ.સ. તપના માર્ગને પણ ભૂલ્યાં નથી. ૨૦ વર્ષથી વરસીતપની આરાધનાની સાથે માસખમણ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યાઓ સાથે જ્ઞાન અને ચારિત્રની પ્રબળ સાધનાનો અજોડ સમન્વય સાધ્યો છે, જે સારાયે જૈનસમાજ માટે ગૌરવની વાત છે. આજે જગતે ભૌતિક ભોગવિલાસ તરફ જે દોટ મૂકી છે, જે અનુકૂળતા કે સગવડતા આપે છે પણ શાશ્વત સુખ, શાંતિ, સમાધિ આપવામાં તે નિષ્ફળ જાય છે. પરિણામે માનવી સંઘર્ષોની વચ્ચે જીવી રહ્યો છે ત્યારે ઊઠતાં ત્રિવિધ તાપ-સંતાપ વચ્ચે સત્સંગ, સંતશ્રવણ અને સાચન એ ત્રિસાધન જ તેને પરમ સુખશાંતિ અને સમાધિની અમૂલ્ય ભેટ આપે છે. પૂ. શ્રી નીતાબાઈ મ.સ. દંડક : એક અધ્યયન' ઉપર થિસિસ લખીને જૈન સમાજ ઉપર ખૂબ ઉપકારી રહ્યાં છે. “જ્ઞાની પુરુષો આ જગતના માનવોમાં સાચાં નરરત્નો છે કે જેઓ તત્ત્વાર્થને યથાર્થ જાણે છે. જગકલ્યાણ માટે કહે છે. આ જન્મમરણરૂપ સંસારનું સ્વરૂપ તેમણે સર્વ રીતે જાણી લીધું છે અને તેથી જ જ્યારે તેઓ કાંઈ વધે છે ત્યારે અદ્વિતિય-કોઈ અજોડ જ્ઞાન આપતા હોય તેમ લાગે છે.’ આવા છે અણગાર અમારા.....તેમને અમારાં કોટિ કોટિ વંદન હજો. Jain Education International મૌનનાં મહિર્ષિ બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુબાઈ મ.સ. નામ : ઇન્દુબહેન. જન્મસમય : ૧૦-૧-૧૯૩૦. માતાપિતાનું નામ : મગંળાબહેન પ્રેમચંદભાઈ ગાંધી. જન્મસ્થળ : વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર). વ્યાવહારિક જ્ઞાનઃ સાત ધોરણ ગુજરાતી, ત્રણ અંગ્રેજી ધોરણ. ગુરુણી [દરિયાપુરી સંપ્રદાય] દીક્ષા : ઈ.સ. ૧૩-૫-૧૯૫૫, વૈશાખ વદ ૬, ૨૫ વર્ષની ઉંમરે. ૧૦૦ : પૂ. શ્રી તારાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. ધાર્મિક અભ્યાસ : સાત આગમ કંઠસ્થ. કાળધર્મ : ૧૩-૧૧-૧૨૦૦૬, સાંજ ૭.૨૦ મિનિટે સંથારા સહિત. આસક્તિ જ બંધન છે. એમ જાણી એનાથી પર રહેવા મથે છે તે જ મહામુનિ છે અને તે જ બાહ્ય અને આંતરિક બંધનો છોડી લોકો વચ્ચે રહેવા છતાં નિષ્કામ રહે છે અને તે જ મુનિ નિર્ભય થઈને લોકમાંથી ૫રમાર્થ શોધી એકાંતપ્રિય, શાંત, વિવેકી અને સમયજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરાથી મુક્ત થાય છે. “કિઠન ન બનો કદી હૃદય એ જ ઇચ્છુ, પ્રભુ!” —કલાપી For Private & Personal Use Only ઇન્દુબહેન બાળપણથી જ સ્વભાવે નમ્ર, મૃદુ અને સરળ હતાં. પૂર્વભવનાં સંસ્કારો લઈને આવેલી એ દીકરી વઢવાણ શહેરનાં રહીશ પિતાશ્રી પ્રેમચંદભાઈ ગાંધી અને માતાશ્રી મંગળાબહેનની દીકરી હતી. એ પુત્ર તરીકે ફરજ બજાવતી ઘરમાં તિતલીની માફક ફરી વળતી...પણ સંસારથી અળગી રહેતી. આસક્તિથી વેગળી રહેતી. મોહ અને મમતાથી અલિપ્ત રહેતી. જાણે જન્મથી ભેખ લઈને જન્મેલી એ દીકરીએ પોતાના શ્વાસોશ્વાસ ભગવાનને સમર્પિત કરી દીધા હતા. ભગવાનને પ્રાર્થતી. તારું નામ જપતાં મારી જિંદગી પસાર થાય. મારી નિષ્ઠા તારા ચરણોમાં હોય . તારી કૃપા સિવાય મારે કશું મેળવવાનું www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy