SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ધન્ય ધરા ઉષાકિરણ બા. બ્ર. પૂ. શ્રી નીતાબાઈ મ.સ. | (આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય) નામ : (જયાબહેન) પૂ. શ્રી નીતાબાઈ મ.સ. જન્મ સ્થળ : જામનગર (સૌરાષ્ટ્ર). માતાપિતા : ગંગાબહેન પદમશીભાઈ માલદે, દીક્ષા : ઈ.સ. ૧૯૭૧, વૈશાખ સુદ એકમ, ગુરુવાર. સ્થળ : કઠોર. દીક્ષાગુરુ : પૂ. શ્રી છોટાલાલજી મ.સા.ના શરણમાં પૂ. શ્રી ગુરુણી મણિબાઈ તથા પૂ. શ્રી જયાબાઈ સ્વામી. ધાર્મિક અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, ૨૨ સૂત્રો કંઠસ્થ, જૈન સિદ્ધાંત આચાર્યની ડિગ્રી મેળવી. જૈનોલોજીના M.A. અને Ph.D. ની ડિગ્રી મેળવી. તેમનાં પુસ્તકો : મણિજ્યા પુરુષ, રત્નલઘુ પરિમલ, આગમ અર્ક, લઘુ પ્રેરણા પુષ્પ, અમર નિધિ, આગમઅમૃત, આગમઓજસ અને દંડકઃ એક અધ્યયન. સતત ચાલનારા માણસને ક્યારેક તો થાક લાગે છે. ઝળહળતો દીપક પણ તરસ્યો થાય છે. અજવાળાં પીવાનું જેને પણ મન થાય તે સહુ માનવીઓ દીપકો છે. તેમને પ્રકાશનું સરનામું આપમેળે જ મળી જાય છે. તેમની પોતાની પાસે જ છે. ભીતરમાં જ મનનું માનસરોવર છલોછલ છલકાય છે. પછી મૃગજળનો ખોબો ભરવાની તૃષ્ણા શા માટે? પૃથ્વી પર ઉપર અસંખ્ય લોકો આવે છે ને જાય છે. પણ તેમાં અંધકાર સાથે દોસ્તી કરનારને પ્રકાશનો પયગામ ક્યાંથી મળે? મન અંધકારમાં ભટકતું હોય તો ભલે સ્થૂળ દીવો હાથમાં હોય તો પણ જ્યાં સુધી મનનો દીપક પ્રગટયો નથી ત્યાં સુધી સમ્યક–સાચો માર્ગ તેને પ્રાપ્ત નહીં થાય, પણ પૃથ્વી પટ ઉપર એવી પણ વિરલ વ્યક્તિઓનું અવતરણ થાય છે જેનો જન્મ થતાં જ તેનું જીવન સૂર્યની માફક પ્રકાશવા માંડે છે. સૂર્યનો જન્મ અને તેનો પ્રકાશ જેમ જુદા પાડી શકાતાં નથી તેમ. એવું એક અણમોલ રત્ન, જે ભાગ્યવંત સૌરાષ્ટ્રના જામનગરના પુણ્યવંતા શ્રેષ્ઠી પિતા પદમશીભાઈ માલદે અને ધર્મલક્ષ્મી ગંગાબહેન માતાની ગોદમાં અવતરણ પામ્યું. માતાપિતા તેનું સંસ્કાર સિંચન કરતાં કરતાં દીકરી ‘જયા’ નામનું પુષ્પ પમરાટ ફેલાવતું વિકસવા માંડ્યું અને બીજી બાજુ દીકરી જયાના પૂર્વના સંસ્કારો પ્રકાશિત થવા માંડ્યા. કિશોરાવસ્થામાં તેમનાં શાળાકીય જ્ઞાનાભ્યાસ સાથે યુવાનીમાં પ્રવેશતાં ઉપકારી ગુરુદેવ પૂ. આચાર્યશ્રી છોટાલાલજી સ્વામીનું સાનિધ્ય પ્રાપ્ત થતાં જયાબહેનની ત્યાગ અને વૈરાગ્યની એક એક કમળ-પાંદડીઓ ખૂલતી ગઈ. જીવનનો મોડ બદલાયો. એક વળાંક આવી ગયો અને ધર્મ પ્રત્યેનો વેગ સંવેગ વધતો ગયો. તે તરફના માર્ગ પ્રત્યે મક્કમ થઈ દોટ મૂકી. માતાપિતાની અનુજ્ઞા મેળવી ઈ.સ. ૧૯૭૧ની સાલમાં વૈશાખ સુદ એકમના ગુરુવારના રોજ સુરત પાસે આવેલા કઠોર ગામની ભૂમિને આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયમાં પૂ. શ્રી છોટાલાલજી મ. સા.ના શરણમાં વિદુષી એવાં પૂ. શ્રી ગુરણીમૈયા મણિબાઈસ્વામી તથા પ્રખર વક્તા પૂ. શ્રી ગુરુણીમૈયા જયાબાઈ સ્વામીના શીતલ સાનિધ્યમાં પ્રવ્રયા અંગીકાર કરી પાવન કરી સંસારને છેલ્લી સલામ કરી જયાબહેન નવદીક્ષિત થઈ મંડપમાં પધાર્યા ત્યારે તેમનું નામ નિીતાબાઈ મ.સ. તરીકે રાખવામાં આવ્યું. જ્ઞાનાભ્યાસ : તેમની ઉપર મા સરસ્વતીની અનહદ કૃપા વરસતી હતી અને તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, આગમો આદિનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. લગભગ ૨૨ સૂત્રો કંઠસ્થ કર્યા બાદ ઘાટકોપર શ્રમણી વિદ્યાપીઠમાં પાંચ વર્ષની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે વિદ્યાભાસ્કરની ડિગ્રી મેળવી. પાર્થડી બોર્ડ અહમદનગરની દસ ખંડની ધાર્મિક પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરી. “જૈન સિદ્ધાંત આચાર્યની ડિગ્રી મેળવી. હિન્દી વર્ધા બોર્ડમાં રત્ન–સાહિત્યરત્નની ડિગ્રી મેળવી. લાડનૂ રાજસ્થાન યુનિ.માં જૈનોલોજીના બી. એ. અને એમ. એ. કર્યું અને છેલ્લે ઈન્ડોલોજી ઇન્સ્ટિટ્યૂટનાં ડાયરેક્ટર ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ અને સતત પુરુષાર્થને વેગવંતો બનાવી ‘દંડકઃ એક અધ્યયન' એ વિષય પર પીએચ. ડી.નો મહાનિબંધ (થિસિસ) પૂર્ણ કરીને ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયનાં ૨૦૦ વર્ષનાં ઇતિહાસમાં સૌ પ્રથમ પીએચ.ડી થનાર સાધ્વીરા પૂ. શ્રી નીતાબાઈ મ.સ. છે, જેમણે માત્ર આઠ કોટિ સંપ્રદાયને નહીં પણ સારાયે જૈનજગતને જ્ઞાનની અમૂલ્ય ભેટ આપી છે. તેમણે સંયમી જીવનનાં ૩૫ ચાતુર્માસ કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, બનાસકાંઠા, સુરત, મુંબઈ, સાંગલી આદિ ક્ષેત્રોમાં કર્યો છે Jain Education Intemational Education Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy