SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અંતરાત્માની અખલિત યાત્રા ૨થાબકવાસી જન સંપ્રદાયના પૂ. મહાસતીજીઓ જેમનો આત્મા સદાય સમતાના રસમાં ઝબોળાઈને પવિત્ર અને શુદ્ધ થયેલો છે તેવાં સમરતબહેન તેમના પતિ ફોજાલાલને તેમના આવેલ સપનાની વાત કહી રહ્યાં હતાં કે કુદરતે જ્યાં ખોબેખોબે સૌંદર્ય વેર્યું છે એવાં બરફથી આચ્છાદિત એવી ગિરિમાળાઓની કંદરાથી શોભી રહેલ કાશ્મીરના કોઈ પર્વતના એક ઢોળાવ ઉપર એક કેસરક્યારીમાંથી ફૂલો વીણી પોતાની ઓઢણીના પાલવમાં ભરી દોડી આવી એક બાલિકા જાણે મારામાં સમાઈ ગઈ. ત્યારે પોતાને પણ જાણે કાશ્મીરની ઠંડીનું લખલખું આવ્યું હોય તેમ સમરતબહેન તેમના પતિને પૂછી રહ્યાં હતાં કે કે “બોલો એ ફૂલો શાનાં હશે?” ત્યારે પતિએ કહ્યું કે “આપણે કાશ્મીર જ ક્યાં ગયાં છીએ કે મને ખબર પડે !” સપનાની કેસર પૂ શ્રી કેસરબાઈ મહાસતીજી દિરિયાપુરી સંપ્રદાય] નામ : કેસરબહેન. માતા-પિતા : માતા શ્રી સમરતબહેન, પિતાશ્રી ફોજલાલ. પતિ : શ્રી બાલચંદ્ર ચૂનીલાલ મંગળજી. જન્મ : વિ.સં. ૧૯૫૮ પોષમાસ, ઈ.સ. ૧૯૦૨, ફેબ્રુઆરી મહિનો. દીક્ષા : ૨૪ વર્ષની ઉંમર, સં. ૧૯૮૨, જેઠ સુદ ૧૩, બુધવાર. દીક્ષાસ્થળ : પાલનપુર (બનાસકાંઠા). વિહારક્ષેત્રો : સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર-મુંબઈ. કાળધર્મ : સં. ૨૦૩૩, જેઠ સુદ ૧૩, બાર વાગે. જ્યારે દીક્ષાનો સમય હતો. સંયમપર્યાયનાં ૫૧ વર્ષ, તા. ૩૦ મે-૧૯૭૭માં. “દેવ, ગુરુ તથા ધર્મ, આરાધીને સુભાવથી, કલ્યાણ ધ્યેયને સાધું, બીજી આશા કાંઈ નથી. છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહો, આ સંયમની ભાવના, અધ્યાત્મ સ્થિતિમાં વહો મુજ ઉરે, કલ્યાણની સાધના. આવે કાળ ભલે વિપદ્ શિર પડે, ના દુઃખ કે વાસના; થાજો પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના...” અનાદિકાળથી વિશ્વમાં સંસારી જીવો માટે જન્મ-જરામરણનો અનંત પ્રવાહ ચાલુ છે. તેમજ આત્મા અને કર્મનો બંધઅનુબંધ પણ અનાદિથી છે. અનાદિથી ભાન ભૂલેલો આત્મા જ્યારે મનુષ્યભવની પ્રાપ્તિ સાથે કોઈ સાચા સંતનો સત્સંગ કરવા ભાગ્યશાળી બને છે ત્યારે તે ભાગ્યનું ચક્ર પલટાઈ જાય છે અને તે આત્મા સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રનો આરાધક બની ઊર્ધ્વગતિએ જાય છે. એવા જ એક મહાન આત્મા પૂ. શ્રી કેસરબાઈની આ વાત છે. હા! તે ફૂલો હતાં કેસરતંતુવાળાં, તે ક્યારી હતી. તે બાલા પણ કેસર હતી. પોતાના પાલવમાં ફૂલો ભરી સમરતબહેન પાસે દોડતી આવીને “બા...બા...” કરતી જાણે તેમનામાં સમાઈ ગઈ! અને પતિ ફોજાલાલે કહ્યું કે “આ તારી સ્વપ્નકથી કાંઈક અનેરું સૂચવી જાય છે કે તારી કૂખેથી જરૂર પુણ્યશાળી પગલીવાળી દીકરી પગલાં પાડશે.” , સમરતબહેન સં. ૧૯૫૮ (ઈ.સ. ૧૯૦૨, ફેબ્રુઆરી)માં પુત્રીને જન્મ આપ્યો, જેનું શુભ નામ સ્વપ્નકથા ઉપરથી કેસર રાખવામાં આવ્યું. તેને ચાર ભાઈ અને બે બહેનો હતી. પ્રથમ વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૧૪-૧૭)ના સમયે સ્ત્રીશિક્ષણનું કોઈ મહત્ત્વ ન હતું. બાલિકા કેસર પણ સાક્ષરપણાથી વંચિત રહી, પણ જ્યાં એક દિવસ એક ફકીર ભવિષ્યવાણી સુણાવી ગયા કે “કેસરનું આયુષ્ય ૭૫ વર્ષનું છે અને તું સંસાર છોડીને દીક્ષા લઈશ. પતિ સાથેનું તારું જીવન સુખ જશે. તારા પિતા ઘડપણમાં અંધ થશે અને માતા ચૂડીચાંદલા સાથે જશે.” તે બાળકીનાં જીવનમાં આ ભાવિકથન સત્ય પુરવાર થયું. સમય જતાં ખેલતી કૂદતી બાળકી તારુણ્યાવસ્થામાં પ્રવેશતાં તેનું લગ્ન શ્રી ચુનીલાલ મંગળજીનાં પુત્ર બાલચંદ્ર સાથે કરવામાં આવ્યું. પણ સંસાર ઇવ વૈવિત્ર કેસરનાં લગ્નને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy