SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ધન્ય ધરાઃ રાજશ્રી સાઉન્ડ, મુંબઈ દ્વારા “શંખેશ્વરના ચરણે જય વંદના' નામે તેમણે ગાયેલાં સ્તવનોની ઓડિયો કેસેટ પ્રસિદ્ધ થયેલ છે. “આદેશ્વરના દરબારે અમીવંદના' નામે ઓડિયો કેસેટ પણ બહાર પડેલ છે. તેમનો પુત્ર જલદીપ સારો ઓર્ગનપ્લેયર છે અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ ધરાવે છે. જેનોના શ્વેતાંબર, સ્થાનકવાસી, દિગંબર ત્રણેય ફિરકાઓના તેઓ જાણીતા ગાયક તેમનું સરનામું : એ/૨, તૃપ્તિ ફ્લેટ, ઘંટાકર્ણ દેરાસર સામે, ક્રેસન્ટ, ભાવનગર-૩૬૪ ૦૦૧ છે. ફોન નં. ૦૨૭૮૨૪૨૯૯૮૩ અને મો. ૯૪૨૬૮૦૨૨૦૮ છે. મળતાવડા–મિલનસાર મિતેશ હસમુખરાય શાહ એલ.આઈ.સી. એજન્ટની વ્યાવસાયિક કારકિર્દી ધરાવતા શ્રી મિતેશ હસમુખરાય શાહ જૈન સંગીતકાર તરીકે પણ ઉજ્જવળ પાસું ધરાવે છે. તેઓ છેલ્લાં ત્રીસ વર્ષથી સેવક મ્યુઝિકલ ગ્રુપ નામે જૈન સંગીતના કાર્યક્રમો કરે છે. જૈનપૂજન, ભાવના, પ્રાર્થનાની સાથે લગ્નગીતોના કાર્યક્રમો પણ આપે છે. તેઓ એક સારા એન્કર અને પ્રોગ્રામ–ઓર્ગેનાઇઝર છે. તેમનું સરનામું : પ્લોટ નં. ૨-ઇ, શક્તિ ટેનામેન્ટ, શ્યામલ ફ્લેટ સામે, વિદ્યાનગર, ભાવનગર૩૬૪ ૦૦૧ છે. ફોન નં. ૦૨૭૮-૨૫૨૨૧૬૩ તેમજ મોબાઇલ નં. ૯૪૨૬૪૬૮૭૩૬ છે. જૈન સ્તવનોના ગાયક, રચયિતા અને સ્વરકાર ચંદ્રકાન્ત વર્ધમાન શાહ અત્રે આપેલા ભાવનગરના જૈન સંગીતકારોના પરિચયમાં સૌથી જૂના સ્તવનગાયક શ્રી ચંદ્રકાન્ત વર્ધમાન શાહે કારકિર્દીની શરૂઆત ૧૯૭૫થી ભાવનગરના લલિતસૂરિ જેન સંગીતકલા મંડળ દ્વારા કરી. મંડળ દ્વારા પ્રકાશિત સ્તવન-પુસ્તિકામાં તેમણે રચેલાં ચૌદ સ્તવનોનો સમાવેશ થયેલ છે. એ પછી એમણે ‘અમી વંદના કલાવૃંદ' નામે પોતાનું ગ્રુપ શરૂ કર્યું. આ ગ્રુપના ઉપક્રમે પોતાની પત્ની શ્રીમતી સોહિણીબહેન તથા પુત્રી અમી અને સાથીદારોના સાથમાં ભારતનાં કલકત્તા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર, બિહાર, ઓરિસ્સા, કર્ણાટક વગેરે રાજ્યોમાં અને ગુજરાતનાં પાલિતાણા, મહુવા, તળાજા, વડોદરા, મહુડી, નડિયાદ, અમદાવાદ વગેરે શહેરોમાં સૂરમય ભક્તિવંદનાના જૈન સ્તવનોના કાર્યક્રમો આપ્યા છે. સ્તવનો ઉપરાંત અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવોમાં, સંઘયાત્રામાં જૈન સંગીતના ભક્તિરસની ગંગા વહેવડાવે છે. તેમણે સંગીત-રૂપક દ્વારા સૌપ્રથમ તીર્થકરોના સંયમને તાદેશ્ય રજૂ કર્યા છે. અનેક સંસ્થાઓએ તેમને સમ્માન અને એવોર્ડથી નવાજ્યાં છે. -: ભાવનગરના જૈન વિધિકારો-ક્રિયાધારકો ધનવંતભાઈ સી. શાહ (સિહોરવાળા) સિહોરના શ્રી ધનવંતભાઈ સી. શાહ સં. ૨૦૫૦થી શાંતિસ્નાત્ર તથા વિવિધ પૂજા, પૂજન, હવન, અનુષ્ઠાન પ્રસંગે વિધિ-વિધાન કરાવે છે. દરેક પ્રકારનાં પૂજા-પૂજન ભણાવે છે. તેઓ શ્રી સિહોર જૈન શ્વે. મૂ. સંઘના ૩૦ વર્ષથી સેક્રેટરી છે તથા સિહોર મર્કન્ટાઇલ કો. ઓ. બેન્ક લિ.-સિહોરના ડિરેક્ટર, શ્રી સિહોર મેટલ મરચન્ટ એસો.ના સેક્રેટરી અને ચેમ્બર ઓફ કોમર્સ-સિહોરના કારોબારી સભ્ય પણ છે. તેમનું સરનામું : અનિલકુમાર એન્ડ બ્રધર્સ, કંસારા બજાર, સિહોર જિ. ભાવનગર છે. ફોન નં. ૦૨૮૪૬૨૨૨૨૭૩ અને મો. ૯૮૨૫૮૮૨00૪ તથા ૯૪૨૮૬૩૭૨૮૫ છે. જસવંતરાય સી. પારેખ | નિવૃત્ત પોર્ટ કર્મચારી, પેન્શનર શ્રી જસવંતભાઈ પારેખ એક અચ્છા વિધિકાર છે. છેલ્લાં વીસ વર્ષથી તેઓ વિધિ-વિધાન કરાવે છે. બને ત્યાં સુધી ભાવનગર જિલ્લામાં વિધિવિધાન માટે જાય છે, ભાવનગર જિલ્લાની બહાર જતા નથી. સૌમ્ય અને મિલનસાર સ્વભાવના શ્રી જસવંતભાઈનું સરનામું છે : ૩૦૩-બી, મહાવીર પાર્ક, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪ ૦૦૧. ફોન નં. ૦૨૭૮-૨૫૧૩૯૮૪ છે. ,,, For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy