SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ - ૧ આવા છેઅણગારઅમારા જેનાં રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા... વિક્રમ સંવત ૧૯૯૪માં પાલિતાણા - ખુશાલભવનમાં વાગડવાળા દીપવિજયજી મહારાજ આદિ ઠાણા વિરાજમાન હતા. કચ્છ અધોઈના શ્રાવક ગુણશીભાઈ ત્યાં આવ્યા હતા. સત્તર વર્ષની યુવાન વય, પરંતુ શરીર રોગથી ભરેલું અને જર્જરિત થઈ ગયેલું. વૈદ્ય - ડૉક્ટરોએ તો હાથ ઊંચા કરી, ઘડી બે ઘડીના મહેમાન છે એમ કહી દીધેલું. હાડકાંનો માળો દેખાય, પાંસળી પણ ગણી શકાય એવું ગુણશીભાઈનું શરીર. કહોને કે લોહી-માંસ વિનાનાં, ચામડીથી મઢેલાં હાડકાં ! આ લતમાં ગુણશીભાઈને મનમાં ઊગી આવ્યું કે જો હવે જવાનું નક્કી છે તો વિરતિમાં જવું. “સિદ્ધગિરિમાં વાસ હજો” એમ માગણી કરવામાં આવે છે તો પાલિતાણા જવું અને ત્યાં જઈને પૌષધ વ્રત લઈને, પચ્ચક્ખાણમાં રહીને આયુષ્ય પૂરું કરવું જેથી સદ્ગતિ તો મળે ! સાધુ મહારાજ પાસે જઈ, વંદન કરી કહ્યું કે પૌષધ લેવો છે. એમની પગ લથડતી હાલત અને પ્રેત જેવું શરીર બધાં જોઈ રહ્યા ! એમના મોંમાંથી શબ્દો પણ માંડ-માંડ બહાર આવતા. આ જોઈ મહારાજે ના પાડી : ભાઈ, એ સાહસ હું ના કરું. ઘડી-બે ઘડીમાં કંઈ બને તો ? કોણ છો? ક્યાંથી આવો છો ? સાથે કોણ છે ? આવા પ્રશ્નોની ઝડી વરસી. ઉત્તર દેવાના હોશ ક્યાં હતા ? વળી બીજા સાધુ પાસે ગયા. વિનંતી કરી. તેમણે પણ ના પાડી ઃ આવા શરીરે પોસો ન ઉચ્ચરાવીએ. સમો પારખી ગયેલા ગુણશીભાઈ પાસે બીજો કોઈ રસ્તો ન હતો. જાતે પોસો લેવા વિચાર્યું અને લીધો. સાથે ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું. હિંમત કરી કે ધીમે ધીમે તળેટી સુધી પહોંચવું. ત્યાં પ્રાણ જાય તો સદ્ગતિ મળે. ડગમગ ચાલે માંડ-માંડ ચલાયું. પડતાં-આખડતાં તળેટી સુધી પહોંચ્યા. હાંફ ચડી હતી.. પોરો ખાધો, ચૈત્યવંદન કર્યું. શરીરને અને મનને પણ કળ વળી. યાત્રિકોને ગિરિરાજ પર ચડતાં-ઊતરતાં જોયાં. મનમાં થયું, દશ-બાર પગથિયાં ચડાય પછી દેહ ત્યાં પડે તો ભલે પડે ! મન કઠણ કર્યું. એક એક પગથિયું ચડવા હિંમત કરી. શી ખબર શો જાદુ થયો ! પવિત્ર પરમાણુઓથી પોતાની અંદર શક્તિનો એવો સંચાર થયો કે ધીરે ધીરે ઉપર ને ઉપર ચડાવા લાગ્યું. હિંગળાજ માતાના હડા સુધી પહોંચતાં તો નવું જોમ, નવી સ્ફૂર્તિ, નવો ઉત્સાહ ઊભરાવા લાગ્યો. ઉપવાસ કર્યો હતો જ, છતાં એક જાત્રા થઈ પછી બીજી જાત્રાનું પણ જોમ આવ્યું ! સાંજ સુધીમાં ત્રણ જાત્રા થઈ ! Jain Education Intemational ૩ નીચે આવી પરિતૃપ્ત હૃદયે પારાવાર શાતા અનુભવી. પડિલેહણ-પ્રતિક્રમણ કરી સંથારો કર્યો. બીજા દિવસનું પ્રભાત સલુણું ઊગ્યું ! ફરી જાત્રા કરવાના ભાવ થયા ! પુલકિત હૃદયે સાંજ સુધીમાં ચાર જાત્રા કરી ! છઠ્ઠ થયો. બે દિવસમાં સાત જાત્રા થઈ ! દુર્બળ દેહે જાણે નવો અવતાર ધારણ કર્યો ! શ્રી ભક્તામર સ્તોત્રમાં ગવાતા શબ્દો જીવંત થયા : " शोच्यां दशामुपगता श्चयुतजीवितशा । મર્ત્ય ભવન્તિ મનન-તુલ્ય-પT: II પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાનો વિજય થયો. મનને હવે પાંખો આવી. સંસારની માયાજાળમાંથી છુટકારો મેળવવા દીક્ષા લેવી એવું નક્કી કર્યું. દીક્ષા લેવાની પાત્રતા પામવા ભણતર જોઈએ. મહેસાણા જઈ ત્યાંની પાઠશાળામાં ભણ્યા અને વિ. સં. ૧૯૯૮માં દીક્ષા લીધી. મુનિશ્રી મંગળવિજયજી ખાખી મહારાજના શિષ્ય ગુણજ્ઞવિજય બન્યા. ઉત્કૃષ્ટ ચારિત્રપાલનમાં રમમાણ થયા. પ્રભુ પ્રત્યેની અપાર શ્રદ્ધા, સંયમ પર અસીમ પ્રેમ, ગુરુ પ્રત્યેની વફાદારી, તપોમાર્ગનું સતત અને સહજ સેવન. પ્રભુના નામનો જાપ તો એવો કે : “સમય સમય સો વાર સંભારું તુજ શું લગની જોર” કે “શ્વાસમાંહિ સો વાર સંભારું” જેવી પંક્તિઓમાં છુપાયેલું સત્ય પ્રગટ થતું દેખાય. પ્રભુ સાથે તાદાત્મ્ય - અભેદભાવ સધાતો ગયો અને સંસાર સાથે ભેદભાવ સધાતો ગયો. પ્રભુશરણે રહેવાની ટેવ પડી ગઈ. આઠે જામનું યોગક્ષેમ પ્રભુએ સંભાળી લીધું. શ્રી શત્રુંજયે નવજીવન આપેલું. એ તીર્થ પર અથાગ રાગ ! છઠ્ઠું કરીને સાત જાત્રા બસોપચીસ(૨૨૫) વા૨ કરી ! “જાકો રાખે સાંઈયા, માર શકે ન કોઈ” એવું એમના જીવનમાં બન્યું. હવે જીવનમાં હર્ષ-શોક પણ ક્યાં રહ્યા હતા ? વિ. સં. ૨૦૫૪માં સમેતશિખરના સંઘમાં જવા વિહાર કરતા હતા ત્યારે ઈડર પહેલાં, હાઇ-વે ઉપર પાછળથી જીપગાડી આવી, તેની પાછળ લક્ઝરી બસ. ઝડપથી આવતા બેઉ વાહન ભટકાયા તેનો ધડાકો સંભળાયો.પછી શું બન્યું તેની કશી ખબર ન રહી. પોતે નીચે ચત્તાપાટ પડ્યા હતા અને ઉપરથી બસ પસાર થઈ ગઈ, પણ આશ્ચર્યનું આશ્ચર્ય તો એ કે તેમનો વાળ પણ વાંકો થયો ન હતો ! તેઓને ધીરે ધીરે ઊભા થતાં બધાંએ જોયા ! મોં ૫૨ શાંત આભા છવાઈ રહી હતી. શ્રદ્ધાના દીવાનો શાંત અને સ્થિર ઉજાસ કેવો હોય તે જોવા મળ્યું. આ શ્રદ્ધાપુરુષનું નામ આચાર્ય શ્રી અરિહંત સિદ્ધસૂરિ મહારાજ છે. ભાવભર્યા હ્રદયે અને નત મસ્તકે, કરબદ્ધ થઈને વંદના કરીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy