SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ એવો ઉલ્લેખ સાંપડે છે. ડુંગરસિંહ (લેખ ૪૦૭-૪૦૮-૪૧૦-૪૧૧) પિતલહરના મૂલગભારા (ગર્ભાગાર)ના ક્રમ ૪૦૭થી ૪૧૩ સુધીના ૭ લેખો મંત્રી સુંદર અને મંત્રી ગદાએ તૈયાર કરાવેલ શ્રી ઋષભદેવ ભગવાનની ધાતુની સપરિકર મૂર્તિ પર કોતરેલા છે તેમાં આબુ પર દેવડા રાજવી શ્રી ડુંગરસિંહનો ઉલ્લેખ છે. લે. ૪૦૭-૪૦૮ની વિગત અગાઉ આવેલ છે. લે. ૪૧૦–“ગુર્જર જ્ઞાતિના આભૂષણ સ્વરૂપ મંત્રી મંડનની ભાર્યા લોલીના પુત્ર, રાજાધિરાજ શ્રી રામદાસમાન્ય મંત્રી સુંદરની ભાર્યા (કે જે દોસી રત્નાની ભાર્યા જીવિણીની પુત્રી થાય છે.) શ્રાવિકા (હાંસીએ?) ધાતુની ૪૧ આંગળાના પ્રમાણવાળી મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિના પરિકરમાં શ્રી શીતલનાથ ભ.ની ઉભી મૂર્તિ કરાવી.' એવો ઉલ્લેખ છે, લે.-૪૧૧ પ્રમાણે મંત્રીશ્વર ગદાની ભાર્યા (કે જે શા. હીરાની ભાર્યા મદીની પુત્રી થાય છે.) શ્રાવિકા આસૂએ મૂળનાયકજીના પરિકરમાં શ્રી વાસુપૂજ્ય ભ.ની ઉભી મૂર્તિ કરાવી.' તખતસિંહ (લે. ૪૮૯)-વિ.સં. ૧૮૩૮, શક સં. ૧૭૦૩ના માગશર વદી ૧ને શુક્રવારે શ્રી તપાગચ્છની કમલકલશ શાખાના પંન્યાસ શ્રી સુંદરવિજયગણની પાદુકાની તેમના શિષ્ય પં. જીવણવિજયે (સિરોહીના મહારાવ) શ્રી તખતસિંહજીના વિજયવંતા રાજ્યમાં પ્રતિષ્ઠા કરી તેવો ઉલ્લેખ છે. તિહુણ તિહુણાક અને તેજસિંહ માટે લેખ-૧ (આસરાજજી) જુઓ. ધંધુક-ધંધુ-ધંધુરાજ માટે લેખ-૧ અને ૨૫૦ (અર્ણોરાજ) જુઓ. ધારાવર્ષ-૨૫૦, ઘૂમરાજ૨૫૦ અને ૨૫૧ (કાન્હડદેવ) જુઓ. ધ્રુવભટ–૨૫૦, ૫રમાર-૧, ૨૫૦. પ્રતાપમલ્લ લે. ૧, પ્રલ્હાદન-૨૫૦, બલ્લાલ-૨૫૦, ભીમદેવ પહેલો લે. ૧માં છે ઉપરાંત વિમલવસહીના લેખ નં. ૬૩ના બે શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે : થારાપદ્રીય ગચ્છનો, પ્રસિદ્ધ શ્રાવક–જૈન ધર્મનું પાલન કરનારો અને સોમ નામના રાજાને ઘણો વહાલો એવો શાંતિ નામનો મંત્રી થઈ ગયો. તેની પત્ની શિવાદેવીએ પોતાના નીન્ના અને ગીગા નામના બે પુત્રોના શ્રેયને માટે ભમતીની ૧૩મી દેરીના મૂળનાયકજીની મનોહર મૂર્તિને સં. ૧૧૧૯માં ભરાવી. વિમલવસહીના બધા લેખોમાં આ લેખને Jain Education International ૦૩ સૌથી વધુ પ્રાચીન ગણવામાં આવેલો. [આ શાંતિ અમાત્ય ગુજરાતના મહારાજા ભીમદેવ (પહેલા)નો મંત્રી હતો અને તે ‘શાંતૂ’ અથવા ‘સાંતૂ મંત્રી' એ નામથી પ્રસિદ્ધ હતો.] ભીમદેવ-બીજો : લૂણવસહીના નેમનાથના દેવાલયના લેખ નં. ૨૫૧ પ્રમાણે સં. ૧૨૮૭માં મહારાજાધિરાજ શ્રી ભીમદેવ-બીજાનો ઉલ્લેખ છે. આ અંગે વધુ વિગતો અગાઉ અપાયેલી છે. ભોજ અને મહણસિંહનો ઉલ્લેખ લે. ૧માં છે. મહિમ્મદ/મહમ્મદનો ઉલ્લેખ લે. ૪૦૭-૪૦૮માં છે. “મહમુદ બેગડાએ જેને બહુમાનપૂર્વક ‘રાજાધિરાજ' બિરૂદ આપ્યું છે એવા રામદાસની મંજુરીથી ૧૦૮ મણ પ્રમાણ ધાતુની પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની સપરિકર મનોહર પ્રતિમા...”ની સ્થાપના મંત્રી સુંદર અને તેના પુત્ર મંત્રી ગદાનો ઉલ્લેખ છે, વધુ માટે જુઓ લેખ-૪૦૭ [કુંભા-દેવડા]માં. મૂલદેવ : વિમલવસહી, લેખ નં. ૫૧ નાનાં-મોટાં સુંદર અને વિવિધ ૧૭ પઘો/શ્લોકો ધરાવતા આ લેખમાં મંત્રીશ્વર વિમલના પૂર્વજો અને વિમલના ભાઈ મંત્રી નેઢ તથા મંત્રી દશરથ સુધીના વંશજોનું તથા મંત્રી દશરથે આ દેરીનો જીર્ણોદ્ધાર કરાવીને તેમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ વિરાજમાન કર્યાનું વર્ણન વિસ્તારથી છે. પહેલા શ્લોકમાં શ્રી આદીશ્વર ભ.ની કેવી સુંદર સ્તુતિ છે?— “અત્યંત દૈદીપ્યમાન અને તેજસ્વી કાબરચીતરા વર્ણવાળા–પંચરંગી વાદળાંની જેમ અનિત્ય એવાં શરીરોથી ભરેલા સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ડૂબતા એવા પ્રાણીઓના સમૂહને તારવા માટે જબરદસ્ત ઉત્તમ વહાણ સમાન......એવા શ્રી ઋષભદેવ ભગવાન (જયવંતા વર્તે છે.) ૧.” શ્રી શ્રીમાલ નામના કુળમાં ઉત્પન્ન થયેલ અને અતિ નિર્મળ એવા પોરમાલવંશરૂપી આકાશને પ્રકાશિત કરવામાં તેજસ્વી ચંદ્રની ઉપમાવાળો.....પોતાના સદાચારોથી લોકોમાં અગ્રેસર થયેલો નિન્નક (નીના) નામના ગૃહસ્થને ત્યાં દાની, ભક્ત, પવિત્ર લહર નામનો પુત્ર થયો.... “અણહિલપુર પાટણના મહારાજા મૂલરાની દૃષ્ટિરૂપી અમૃતના ઝરણાથી સિંચાયેલો બુદ્ધિશાળી, દાનેશ્વરી, ઉદાર ચરિત અને શ્રેષ્ઠ એવા તેને (તે લહરને) ‘વીરમંત્રી' નામથી પ્રસિદ્ધ પુત્ર થયો તેના મોટા પુત્રનું નામ મંત્રી નેઢ હતું, બીજો પુત્ર વિમલ મહારાજ ભીમદેવ (પહેલા)નો મંત્રી હતો. આ વિશાળ જિનમંદિર (વિમલ–વસહી) તેણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy