________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શાસનપ્રભાવક શણગાર રત્નો
શાસનપતિ પ્રભુ મહાવીર દેવે સ્થાપેલા અનંત કલ્યાણકર જૈનશાસનની ધવલોજ્જ્વલ પરંપરા આજે પણ ઝળહળી રહી છે અને જૈન શાસનની આ જ્વલંત જ્યોત હજુ ૧૦૫૦૦ વર્ષ ઝળહળતી રહેશે. આ પરમપાવન પ્રભુશાસનને વહેતું રાખનાર સરિતાપટ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં પણ શાસનપ્રભાવક સૂરિવરોનું યોગદાન અણમોલ છે. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સૂરિવરોએ અષ્ટવિધ પ્રભાવકતાનો નાદ ગજવી ઘટ-ઘટમાં શાસનનો અનુરાગ જગાડ્યો. જિનવચનના ઊંડા મર્મોને સ્પર્શેલા એ પૂછ્યવર્યોએ જગતને સાચી દિશા ચીંધી. પ્રભુશાસનની દિવ્ય દીપ્તિને એમણે દિગંતમાં પ્રસારી. વર્તમાન જૈન સંઘ પણ આવા પ્રભાવક શાસનપ્રભાવક સૂરિવરોથી ઊજળો છે. આજના વિષમ કાળમાં પ્રભુશાસનની જ્યોતને ઝળહળતી રાખવામાં અને શ્રી સંઘનું સાચું યોગક્ષેમ કરવામાં આ સૂરિવરોનો સિંહફાળો છે.
સાધના-આરાધનાથી યશોજ્જ્વલ શાસનપ્રભાવક પૂ. આ.શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મ.
તપાગચ્છ, અચલગચ્છ અને પાયચંદગચ્છના ત્રિવેણીસંગમ સમા વઢિયાર પ્રદેશની ધન્ય ધરા માંડલ નગરે પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૫૨ના જેઠ સુદ બીજને દિવસે દેસાઈ કુટુંબમાં થયો હતો. પિતાનું નામ પોપટલાલ, માતાનું નામ નાથીબહેન અને પોતાનું સંસારી નામ બુદ્ધિલાલ હતું. બુદ્ધિલાલે માત્ર ચાર વર્ષની વયે પિતાનું શિરછત્ર ગુમાવ્યું. કુટુંબની જવાબદારી માતા નાથીબહેન પર આવી પડી. ધર્મપરાયણા નાથીબહેન દુઃખના આ કપરા દિવસો સમતાબળે પસાર કરતાં કરતાં પિરવારમાં ધર્મભાવનાનું સિંચન કરતાં રહ્યાં. સોળ વર્ષની પરિપક્વ ઉંમર થતાં બુદ્ધિલાલે કુટુંબની જવાબદારી ઉપાડી લીધી. માતાની ઇચ્છા-આજ્ઞાથી લગ્ન પણ કર્યાં, પરંતુ બીજી બાજુ પૂર્વભવના તેમ જ આ જન્મમાં રહેલા ધાર્મિક સંસ્કારો અને સંસારની અસારતાના અનુભવોથી તેમનું મન સંસારથી ઉદાસીન રહ્યા કરતું હતું. ઊંડે ઊંડે ત્યાગમાર્ગને ઝંખી રહ્યું હતું અને એટલે જ વિવિધ તપસ્યાઓ અને ઉપધાનતપ આદિ કરતાં રહી જીવનને ધર્મભાવનાથી દૃઢ અને ઉન્નત બનાવતા રહ્યા. એવામાં, સં. ૧૯૮૧માં ધર્મપત્ની મીરાંબહેન ટૂંકી બિમારીમાં સ્વર્ગવાસી બન્યાં. તે સાથે જ સંસારની જવાબદારી અને જંજાળ ઢીલી પડતાં, ત્યાગમાર્ગને ઝંખી રહેલું મન તીવ્રતર બન્યું અને સં.૧૯૮૨ના ફાગણ વદ ૭ને દિવસે ટાકરવાડા ગામે બુદ્ધિલાલભાઈએ પૂજ્યશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય પૂ. શ્રી બુદ્ધિવિજયજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી શાંતિવિજયજી નામે જાહેર થયા.
Jain Education International
૬૧૩
પૂ. ગુરુદેવશ્રી બુદ્ધિવિજયજી મહારાજ વાત્સલ્યમૂર્તિ હતા અને અધ્યાપનમાં ઘણા કુશાગ્ર હતા. આથી મુનિશ્રી શાંતિવિજયજી મહારાજ પણ તપ-ત્યાગપૂર્વકની સંયમની અપ્રમત્ત સાધના સાથે અધ્યયનમાં લીન બની ગયા. થોડા જ સમયમાં ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી સંયમજીવનને તપ-ત્યાગ અને ધર્મજ્ઞાનથી ઉન્નત બનાવી દીધું. ગુજરાત અને રાજસ્થાનમાં—ખાસ કરીને દાંતરાઈ, જાંબલ, માલગાંવ, બાપલા, આરખી, જેતાવાડા, આલવાડા આદિ ગ્રામપ્રદેશોમાં વિચરી ત્યાંના સંઘોને ધર્મમાર્ગે સ્થિર અને ઉન્નત કરી અસીમ ઉપકાર કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો સુસંપન્ન થતાં જ રહ્યાં. પૂજ્યશ્રીની આ યોગ્યતા અને પ્રભાવકતા જાણી ઊંઝામાં પંન્યાસ પદથી અને પ્રાંતે પૂરણ (રાજસ્થાન)માં આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને નિશ્રામાં બનાસકાંઠા પ્રદેશમાં અનેક જિનમંદિરોનાં જીર્ણોદ્ધાર, નવનિર્માણ, અંજનશલાકા-પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાપન, દીક્ષાપ્રદાન આદિ અનેકાનેક ધર્મકાર્યો સુસંપન્ન થયાં છે. ભાભર અને તેની આજુબાજુના પ્રદેશોમાં તો પૂજ્યશ્રીનો ઉપકાર અદ્ભુત વરસ્યો છે. પૂજ્યશ્રી સં. ૨૦૨૮ના જેઠ વદ ૪ના દિવસે, ૭૬ વર્ષની વયે, ભાભરમાં જ, કાળધર્મ પામ્યા. આવા પરમોપકારી અને મહાન ત્યાગી—જ્ઞાની આચાર્યશ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજને કોટિ કોટિ વંદના!
સૌજન્ય : પૂ. મુનિશ્રી પુણ્યસુંદરવિજયજી મ.સાની પ્રેરણાથી કુમારી અંકિતાના
અઠ્ઠાઈ તપ તથા કું. સચિની અઠ્ઠાઈ તપની આરાધના નિમિત્તે જેતાવાડાનિવાસી શા. પન્નાલાલ પ્રતાપચંદ પરિવાર. સુપુત્ર-હરેશભાઈ, પૌત્ર-પુન્યપાલ. પુન્ય એન્ટરપ્રાઈઝ, મુંબઈ-અમદાવાદ-છત્રાલ,
For Private & Personal Use Only
www.jainelibrary.org