________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૫૮૫
અધ્યાભમાના સાધનાનિષ્ઠ ચારિત્રધશે
શ્રમણધર્મ આખરે તો એક આધ્યાત્મિક ખોજ છે. ભૌતિકજીવનના સામે છેડે અધ્યાત્મની દુનિયા છે. આંતરકષાયો અને વિષયની અભીપ્સાઓ શમાવી આત્મગુણોના ઊંચા સુખની અનુભૂતિની એ દિવ્ય સૃષ્ટિ છે. સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા અનેક પૂજ્યવર્યોએ યોગ–અધ્યાત્મના ગ્રંથોમાં અધ્યાત્મસુખની દિશા ચીંધી છે. તે માર્ગને અનુસરીને સાધક આત્માઓ અધ્યાત્મ-માર્ગની નૈષ્ઠિક સાધનામાં ગળાડૂબ બને છે. આવા કર્મયોગીઓ અને અધ્યાત્મયોગીઓ અનેક સાધક આત્માઓ માટે એક ઊંચો આદર્શ સ્થાપી જાય છે.
વર્ષોના દીક્ષા પર્યાય દરમ્યાન ગામેગામ વિચરી, અનેક સ્થળોએ ચાતુર્માસ કરી પોતાની વાચસ્પતિરૂપી વ્યાખ્યાનમાળાથી અનેક જૈનો અને જૈનેતરોને જૈનધર્મના સંસ્કારનું સિંચન કરનારા સાધનાનિષ્ઠ ચારિત્રધરોનાં જીવનકવન અનેરી પ્રેરણા આપી જાય છે.
પ.પૂ. આચાર્ય શ્રીમવિજય
જયાનંદસૂરીશ્વરજી મ.સા. જન્મભૂમિ ? કરાંચી (પાકિસ્તાન), જન્મતિથિ : વિ.સં.
૧૯૭૨, કારતક સુદ ૭. કર્મભૂમિ : ચૂડા-સૌરાષ્ટ્ર, | સંસારી પિતા–મણિલાલ કપાસી કે સંસારી માતા
અમરતબહેન કપાસી. સંસારી નામ-જયંતીભાઈ ભાગવતી પ્રવ્રજ્યાદિન : વિ. સં.
૧૯૮૮, માગશર સુદ-૩, કેશરિયાજી તીર્થ (રાજ.
મેવાડ). ભાગવતી પ્રવ્રયા નામ : પૂ. મુનિરાજશ્રી જયાનંદવિજયજી
મ.સા. દીક્ષાગુરુ : પ.પૂ.આ. દેવ શ્રીમદ્ વિજય દર્શનસૂરીશ્વરજી મ.સા. પરંપરાસમુદાય : શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી | મ.સા. ગણિ પદ : વિ. સં. ૨૦૦૭, મહા સુદ-૫, સુરેન્દ્રનગર, પંન્યાસ પદ : વિ. સં. ૨૦૦૭ વૈશાખ સુદ-૩, અમદાવાદ
હઠીભાઈની વાડી. ઉપાધ્યાય પદ : વિ. સં. ૨૦૦૧ મહા સુદ-૩, વરતેજકલા ભાવનગર-સૌરાષ્ટ્ર.
આચાર્ય પદ : વિ. સં. ૨૦૨૧, મહા સુદ-૫, વરતેજ
ભાવનગર-સૌરાષ્ટ્ર, સ્વર્ગગમન : વિ. સં. ૨૦૪૫, પોષ વદ-૧૩-મેરૂત્રયોદશી- અમદાવાદ. સૌજન્ય : શ્રી વર્ધમાન જૈન સંઘ ૧૦, હંસપુકુર, ૧લી લેઈન, કોલકત્તા-૭ આગલોડ સ્થિત શ્રી મણિભદ્ર તીર્થના ઉદ્ધારક, વક્તાપુર તીર્થના સ્થાપક જપ-તપ પૂર્વકની વિવિધ યોગસાધનાના સાધક
પૂ. આચાર્યશ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ
પૂજ્ય આચાર્યશ્રી વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૭ના શ્રાવણ વદ પાંચમે રાજસ્થાનના સિરોહી રાજ્યના પાલડી (માયલી) ગામે બિબલોસા પરમાર ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ચતરાજી પમાજી, માતાનું નામ કંકુબાઈ અને તેમનું જન્મનામ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org