________________
શાશ્વત સૌરભ ભાગ - ૧
જોવા મળશે. એ બધી કરવી જ જોઈએ. પણ તે વખતે અહિતની જે પ્રવૃત્તિઓ છે, જેવી કે –– પરનિંદા, ઈર્ષા, ક્રોધ, અમિતભાષિતા, સ્વાર્થ, સંકુચિતતા, રાત્રિ ભોજન વગેરે – એ પહેલાં દૂર કરવી છે. તપ કરીએ પણ જો ક્રોધ કરીએ તો તપનું ફળ તો દૂર રહ્યું, પણ ક્રોધ મોટી હોનારત સરજી દે છે, માટે તો કહેવામાં આવ્યું છે ઃ
“તપ કરીએ (પણ) સમતા રાખ ઘટમાં. "
દવા ન લેવાય તો ચાલે; પથ્ય ખોરાક ન મળે એ પણ ચાલે પણ, કુપથ્યનો ત્યાગ ન થાય તે ન ચાલે. કુપથ્યના સેવનથી રોગ ઊભો જ રહે છે. તેવું આ અહિતનું છે. માટે અહિતની પ્રવૃત્તિઓને અપળખી તેને તજવા કટિબદ્ધ બનીએ.
વિશાળ વડલાની શીતળ છાયામાં ગાયો, વાગોળતી બેઠી છે. નાનાં વાછરડાં પણ આમતેમ ચરે છે, ફરે છે અને કૂણું-કૂણું ઘાસ ખાય છે. ચરાવવા આવેલા ગોવાળિયાઓ કડિયાળી ડાંગલાકડીઓ આઘી મૂકી ફાળિયાનું ફીંડલું કરી તેની ઉપર માથું ટેકવી આડે પડખે થયા છે.
વાછરડા ચરાવવા આવેલા ગોપ-બાળકો મોઈ-દાંડિયાની રમત રમે છે પણ, તે માંહ્યલો એક છોકરો તો એ વડલાની પાસેની ગાડાવાટની સહેજ ઉ૫૨ની ટેકરીએ ચડી એક નાના જાંબુડાના ઝાડ નીચે બેઠો છે. એનું ધ્યાન રમતમાં નથી, પણ તેની આંખો, પાસે ઊભેલા એક મુનિ મહારાજની મુખમુદ્રામાંથી નીતરતા અમીનું પાન કરે છે. ધ્યાન-લીન મુનિરાજ પર આ છોકરો ઓવારી ગયો છે. એમના ૫૨ અનહદ હેત ઊભરાય છે. હેતની ભરતીમાં તેને ભાન નથી રહેતું કે હું જે બોલું છું તેનો જવાબ મળે છે કે નહીં ! તે તો પોતાની જાતે બોલતો જ જાય છે. મનમાં આવે તેવું બોલે છે :
અનાસક્ત યોગી શાલિભદ્રમહારાજનો જયહોયહો!
“તમારું ઘર ક્યાં છે? તમે ક્યાં રહો છો? તમારી મા ક્યાં છે?
તમે ક્યારે જમો છો ? મારે ઘરે તમે આવશો ? મારી મા તમને જમવાનું આપશે. આવશોને ?”
કશા પણ જવાબની રાહ જોયા વિના છોકરાનો એક-તરફી સ્નેહ-આલાપ આમ ચાલુ જ રહ્યો!
Jain Education International
૪૭
અહિતનાં આવાં ઊંડાં મૂળને ઓળખવાનું અને તેને દૂર કરવાનું આપણાં એકલાનું ગજું નથી. તેવા કામમાં પ્રભુની કૃપા જરૂરી છે. આપણે પરમ કૃપાળુ, પરમપિતા પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએઃ
“પ્રભુ, કૃપાસરતું વરસાવજે અહિતથી પ્રભુ, નિત્ય નિવારછે; હિત પથે મુજને નિત પ્રેરજે, જીવન તો મુજ ધન્ય બની જશે. ” આપણે હિતની પ્રવૃત્તિના મનોરથ ઘણા કર્યા, હવે અહિતની નિવૃત્તિના મનોરથમાં સ્થાન આપીએ.
આ ક્રમ રોજનો બની ગયો. બપોરની વેળાએ બીજા બધા છોકરાઓ, ચારે તરફ વેરાયેલા તડકાની વચાળે જે જે ઘટાળા ઝાડનો છાંયડો હોય ત્યાં રમતા હોય ત્યારે, આ છોકરો - સંગમ - કાઉસ્સગધ્યાનમાં લીન મુનિરાજના વિકસિત મુખારવિંદના સૌંદર્યભર્યા સ્મિત-મધુનું ગટક ગટંક
પાન કરતો.
દિવસો વીતતાં, જોતજોતાંમાં મહિનો થયો. મુનિરાજને માસ ખમણ પૂરું થયું.
પારણું આજે છે. નજીકના નેસમાં ગૌચરી માટે પધાર્યા.
યોગાનુયોગ, આજે ગામમાં ખીરના જમણનો ઓચ્છવ હતો. ઘર ઘરમાં ખીર ગંધાઈ હતી. શેરી અને આંગણાં ખીરની મીઠી સોડમથી મઘમઘતાં હતાં. બધા છોકરાઓ, વાડકી જેવા વાસણમાં થોડી-થોડી ખી૨ લઈને, ચોકમાં આવીને, આંગળાથી ચાંટતા હતા. એકનું જોઈ, બીજાને મન થાય એવું હતું. બધા ભાઈબંધોને આમ ખીર ખાતાં જોઈને, બાળસુલભ સ્વભાવે, સંગમને પણ એ ખીર ખાવા ઇચ્છા થઈ. ઘેર ગયો તો મા હજુ હમણાં આજુ-બાજુનાં ઘ૨કામ કરીને આવી હતી. પિતાની ગેરહાજરી હતી. ગરીબ ઘરમાં મા અને દીકરો બે જ જણ હતાં. સીમમાં ખેતર ન હતું કે ઢોર
For Private & Personal Use Only
www.jainelibrary.org