________________
૪૩૪
ધન્ય ધરા:
પૂજ્યશ્રીના સંયમજીવનના ૫૦ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે કલી નગરે ૫ છોડ ઉદ્યાપન દ્વારા, પૂજન દ્વારા ઉજવણીનું પણ આયોજન થયેલું. એવા એ મહાન ઉગ્રવિહારી, ઉગ્ર તપસ્વી સાધકને અંતઃકરણપૂર્વક શતશઃ વંદના! સૌજન્ય : શ્રી જૈન દેરાસર પેઢી : (જ્ઞાનભંડાર ખાતા)
કરેલી (M.P). પૂ. પ્રવચનકાર આચાર્યશ્રી
મહાસેનસૂરિજી મ.સા. જીવન-કવન
ભારતવર્ષમાં પ્રસિદ્ધ એવી સંસ્કારનગરી વડોદરા (વટપદ્ર) નગરની સમીપ સંસ્કાર-સદાચાર–ધર્મપ્રત્યે સમર્પણભાવથી યુક્ત એવું છાયાપુરી (છાણી) નામનું પ્રાચીન નાનું ગામ, જે ગામમાં વસતાં ભાવિકોને દેવગુરુની અપૂર્વ છાયા + પૂરી હતી તેવા છાયાપુરી ગામમાં ધર્મસંસ્કારી કુટુંબ મોહનભાઈનું વસે, માતુશ્રી શકરીબહેને ધર્મના સંસ્કાર પૂરા કુટુંબમાં વાવ્યા. તેના સહારે ૨ પુત્ર, ૨ પુત્રી, ૨ પૌત્રીઓને પ્રભુવીરે સ્થાપેલા ભવસમુદ્રા તરવા જહાજ સમાન દીક્ષા એવા સંયમમાર્ગે પ્રસ્થાન કરાવેલ. માતુશ્રીની ભાવના જીવનના છેલ્લા શ્વાસ સુધી સંયમ લેવાની તમન્નાથી ભાવિત હતી. સુપુત્ર મનકકુમારે ૧૧ વર્ષની લઘુવયે ઉપધાનતપની આરાધના પૂ. દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં કરી સાથે પૂ. વડીલબંધુ મુનિ વીરસેનવિજય મ.ના સંસર્ગથી મનને વૈરાગ્યવાસિત બનાવી ધર્મમાર્ગમાં આગળ વધ્યા.
સંયમ લેવાની તમન્ના તીવ્ર. તેમાં સંયોગ સં. ૨૦૧૯માં પં. ગુણાનંદવિ મ. મુનિ ચંદ્રશેખર વિજય મ.નું ચોમાસું છાણીમાં થતાં પ્રભાવક પ્રવચનોથી દીક્ષાની ખાણી એવી છાણી નગરીનું નામ સાર્થક કરવા મનકકુમાર સંયમ લેવાની દઢતાવાળા થતાં પૂ. બંધુમુનિના ચરણોમાં ઉપસ્થિત થયા અને પ્રાચીન મહાન તીર્થ અંતરિક્ષમાં શ્રી વિનહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રાણપ્રતિષ્ઠાના પાવન અવસરે પૂ. દાદા ગુરુદેવ શ્રી ભુવનતિલકસૂરિજી મ.ના શુભહસ્તે દીક્ષિત થઈ સંયમમાર્ગમાં જ્ઞાન-ધ્યાન-ભક્તિમાં આગળ વધી સારા પ્રવચનકાર થયા. તપોયોગમાં આગળ વધી ધ્યાનયોગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુના ધ્યાનમાં રહેતા છાણી નગરમાં પૂ. આ. પુણ્યાનંદ સૂ.મ.ના હસ્તે પંન્યાસપદથી અલંકૃત થયા. ૐકારતીર્થ નિર્માણમાં પ્રેરકબળ સુંદર આપેલ. શાસનપ્રભાવનાની અપૂર્વ ધગશ જોતાં પૂજ્યશ્રીએ શ્રી મહાવીર લબ્ધિધામ-પહાળા મધ્યે આચાર્યપદથી અલંકૃત કર્યા. આજે શાસનપ્રભાવના સહ જ્ઞાનધ્યાન–સાધના કરતાં કરતાં પૂ. ગુરુદેવશ્રીની સહ વિચારી રહ્યા છે.
પૂજ્યશ્રીનો પરિચય-પરિમલ * જન્મ : વિ.સં. ૨૦૦૨, ચૈત્ર સુદ-૧૧, છાણી. + દીક્ષા : વિ.સં. ૨૦૨૦, મહા વદ-૧૩ અંતરિક્ષ તીર્થ કે પંન્યાસપદ : વિ.સં. ૨૦૫૧, મહા વદ-૨, છાણી. * આચાર્યપદ : વિ.સં. ૨૦૬૧, પોષ સુદ-૫ પન્ડાળાકોલ્હાપુર. સૌજન્ય : પૂ. મુનિશ્રી વિક્રમસેનવિજયજી મ.સા.ની
પ્રેરણાથી ભક્તજનોના સૌજન્યથી.
-
s
ઈજી
શ્રીકૃષ્ણની પટરાણી રૂમણી કૃપાળુદેવ! પુત્રનો વિયોગ કેમ
થયો? ભગવાન નેમિનાથે રૂક્ષ્મણીને પૂર્વ ભવે મોરલીના ઈંડા ઉપાડી માતાથી તેનો સોળ પહોર વિયોગ કર્યાની વાત કહી. આ કર્મ સોળ વર્ષ પૂર્ણ થશે ને તમોને
પુત્ર મળી જશે.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
Jain Education Intemational
For Private & Personal Use Only
Personal Use Only
www.jainelibrary.org