SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ રાખી હતી. પૂજ્યશ્રી દ્વારા અચલગચ્છના નભોમંડળમાં ઉન્નતિરૂપ સૂરજનો ઝળહળતો પ્રકાશ થયો છે. વિ. સં. ૨૦૪૪માં પૂજ્ય ગુરુદેવ અચલગચ્છાધિપતિશ્રી જીવનના ૭૬’માં વર્ષે અનંતની યાત્રાએ સંચર્યા, આસો સુદ-૨ના અચલગચ્છાધિપતિશ્રીના અગ્નિસંસ્કાર પૂર્વે સમુદાયનું સુકાન શ્રી સંઘે તેઓશ્રીના પટ્ટધર તપસ્વીરત્ન અચલ-ગચ્છાધિપતિ આ.ભ. શ્રી ગુસ્રોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ને સોંપ્યું. વિ. સં. ૨૦૫૦માં શ્રીસંઘે પૂજ્યશ્રીના જ અખંડ પચ્ચીસમા આ વરસીતપનાં પારણાં પ્રસંગે અચલગચ્છાધિપતિ પદ પ્રદાન કર્યું. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે પૂજ્યશ્રીની પ્રેરણાથી સંવત ૨૦૬૦ના માગશર મહિનામાં ૧૩૦૦ જેટલા યાત્રિકો સહ પાલિતાણા મધ્યે આયોજન નક્કી થયું છે. શ્રી જિનશાસનના અને અચલગચ્છનાં કાર્યો કાજે પોતાના ગુરુદેવશ્રીનાં સત્કાર્યોમાં સતત જોડાતા રહ્યા અને પોતાના ગુરુદેવશ્રીના દિલમાં મોંઘેરું સ્થાન પ્રાપ્ત કરી લીધું. * તપસાધક મહાપુરુષ :— લગ્નની પાર્ટીઓ અને રિસેપ્શનોમાં ભોજનોની સો-સો આઇટમો અને બસો-બસો રૂપિયાની એક એક ડીશો માનવીય લાલસાઓનું પ્રદર્શન કરી રહી ત્યારે તેવા કાળમાંય વર્ષો પૂર્વે પોતાના પૂજ્યપાદ ગુરુદેવશ્રીના મુખેથી “રસે જીતે જીતં સર્વ”ની વાણી સાંભળી પ્રારંભ થયેલી વરસીતપની તપશ્ચર્યાની વણઝાર ૩૬-૩૬ વર્ષથી વણથંભી ચાલી રહી છે. શ્રી સિદ્ધાચલ મહાતીર્થ અચલગચ્છના ઇતિહાસમાં સૌપ્રથમવાર પૂ. આચાર્ય ભગવંતો-ગણિવર્યોશ્રી-શ્રમણ-શ્રમણી સમેત ૧૮૪ આદિઠાણાનું ૧૫૦૦ યાત્રિકગણ સહ ભવ્યાતિભવ્ય ચાતુર્માસ ઉજવાયું. પૂજ્યશ્રીના જન્મ-હિરક-સંયમ સુવર્ણવર્ષની સ્મૃતિમાં પાલિતાણા સોનગઢ રોડ પર શ્રી શત્રુંજય મહાતીર્થના પ્રવેશદ્વાર સમા સ્થળ પર ‘‘શ્રી ગુણોદય તીર્થધામ” નામનું વિશાળ સંકુલ નિર્માણ પામ્યું છે. વિ.સં. ૨૦૬૪ના વર્ષે શ્રી ગિરનાર મહાતીર્થે તેમજ સોનગઢ શ્રી ગુણોદય તીર્થધામના જિનાલયની અંજનપ્રતિષ્ઠા સંપન્ન થઈ. પ્રભુ મહાવીર નિર્વાણ બાદ ટૂંક સમયમાં જે તીર્થ અસ્તિત્વમાં આવ્યું તે કચ્છ ભદ્રેશ્વર તીર્થનું ઈ.સ. ૨૦૦૧ના Jain Education International ૪૧૯ ભયાનક ભૂકંપમાં ધ્વસ્ત થયેલ સંપૂર્ણ તીર્થનું નવનિર્માણ કાર્ય પૂરવેગમાં ચાલે છે ત્યારે પૂજ્યશ્રીએ આ તીર્થ માટે લાખો-કરોડોના દાનવચનોની પ્રેરણા અર્પી તીર્થ નિર્માણકાર્યને સરળ બનાવેલ છે. અર્થાત્ મુખ્ય જિર્ણોદ્ધાર પ્રેરક પૂજ્યશ્રી રહ્યા છે. —પૂજ્યશ્રીના ચરણકમળમાં કોટિશ વંદના....! સૌજન્ય : પૂ. મુનિશ્રી પ્રિયંકરસાગરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ગૌતમ ગુરુભક્તિ જૈન ચેરીટીઝ ટ્રસ્ટ, ગુણોદય તીર્થધામ–સોનગઢ (જિ. ભાવનગર) ખરતરગચ્છનાં– ગગનના તેજસ્વી સિતારા ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા. જન્મ અને બચપણ : શ્રી ચતુર્ભુજજીને બે પુત્રો થયા. મોટા પુત્રનું નામ હતું ચંપાલાલ અને નાનાનું નામ સંપતરાજ. માતાપિતાએ સીંચેલા સુસંસ્કારોને કારણે બાળક સંપતરાજનું મન પણ આ ભૌતિક સંસારથી ઊઠી ગયું અને તે પણ ચારિત્ર્ય લેવાની તૈયારી કરવા લાગ્યો. દીક્ષા : સંવત ૧૯૯૦માં જન્મેલા સંપતરાજ પચીસ વર્ષની ભર યુવાવસ્થામાં સંવત ૨૦૧૫ (નાગોરમાં) સ્વ. ગણધીશ્વર પ.પૂ. હેમેન્દ્રસાગરજી મ.સા.નાં કરકમળોથી વિકુકિરીટ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી જિન કવીન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ના સુશિષ્ય રૂપે અષાડ સુદિ બીજના દિવસે દીક્ષિત થયા અને એમનું નામ મુનિશ્રી કૈલાસસાગરજી મ.સા. જાહેર કરવામાં આવ્યું. શાસનપ્રભાવના : વીરવાણી, ધર્મપ્રચાર માટે એમનાં ચાતુર્માસ જુદાં જુદાં સ્થળોએ થયાં, જેમ કે–નાગૌર, સિવાના, પાલિતાણા, સુરત, વડોદરા આ પાંચ ચાતુર્માસ એમણે ગણાધીશ સ્વ. પ.પૂ. હેમેન્દ્રસાગરજી મ.સા.ના પાવન સાંનિધ્યમાં કર્યાં. ત્યારબાદ બીકાનેર, કુચેરા, રુણ, જોધપુર, સિવાના, સાંચોર, લૌદી, બીકાનેર, નાગૌર, મોકલસર, બાલોતરા, પાલી, અમદાવાદ, પાલિતાણા, નાકોડાતીર્થ (મેવાનગર) તથા હાલમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy