________________
૩૬.
અજાતશત્રુ-બીજું નામ કોણિક નામે હતો. તે પોતાના પિતાનો શત્રુ સ્વરૂપ બન્યો. એણે પિતાને પાંજરામાં પૂર્યા. પોતે રાજા બની ગયો અને તેણે ચંપા નામની નવી નગરી વસાવી અને ત્યાં તે રાજ્ય કરતો હતો. એ પણ પોતાના પિતાની જેમ જિનધર્મ આરાધના તત્પર ઉત્કૃષ્ટ શ્રમણોપાસક હતો. તેણે પણ તીર્થસ્વરૂપ કલિંગ રાજ્યના તે કુમાર-કુમારી એ બે ગિરિમાં પોતાના નામની પાંચ ગુફાઓ કોતરાવી હતી, પરંતુ પાછળથી અત્યંત લોભ અને અભિમાનથી પીડિત તે પોતાની જાત માટે ચક્રવર્તીપણું ઇચ્છતો થયો અને એથી જ તે કૃતમાલદેવ દ્વારા હણાયો અને મરીને છઠ્ઠી નરકમાં ગયો. પ્રભુશ્રી મહાવીરસ્વામીથી સિત્તેર વર્ષો પસાર થયે છતે, પ્રભુશ્રી પાર્શ્વનાથ અરિહંતદેવની છઠ્ઠી પાટે સ્થવિર રત્નપ્રભ નામના આચાર્ય મહારાજ થયા. તેઓએ ઉપકેશ નામની નગરીમાં એક લાખ અને એંશી હજાર ક્ષત્રિયપુત્રોને જૈનધર્મી બનાવ્યા હતા-પ્રતિબોધિત કર્યા હતા. જૈન ધર્મ પામેલા
MATHURA SERIES-KANKALI TILA PLATE XCIII Small Image of Seated VARDHAMANA (MAHAVIR) (24th Teerthankar of Jain Religion)
Jain Education International
ધન્ય ધરા
તેઓનો તેમણે ‘ઉપકેશ' નામનો વંશ સ્થાપ્યો હતો. વીર ભગવાનના નિર્વાણથી એકત્રીશ વર્ષ પસાર થયાં પછી કોણિક રાજાનો પુત્ર ઉદાયી રાજા પાટલીપુત્ર નગર વસાવી ત્યાં મગધદેશનું રાજ્ય કરતો રહેલો હતો. તે રાજાને જિનધર્મની અંદર દૃઢ અને અત્યંત શ્રદ્ધાવાળો જાણીને તેના કોઈક શત્રુએ નિગ્રન્થનો વેશ પહેરીને ધર્મકથા સંભળાવવાના બહાનાથી એકાંતમાં એના આવાસમાં જઈને એને મારી નાખ્યો.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણબાદ સાઠ વર્ષ પસાર થયે છતે પ્રથમ નંદ નામના હજામપુત્રને પ્રધાનોએ પાટલીપુત્રના રાજ્ય પર રાજા તરીકે સ્થાપ્યો. તેના વંશની અંદર ક્રમસર નંદનામના નવ રાજાઓ થયા. તેમાં આઠમો નંદરાજા અત્યંત લોભાભિક્રાન્ત હતો. મિથ્યાત્વથી અંધ એવા તેણે પોતાના વૈરોચન નામના બ્રાહ્મણ મંત્રીથી પ્રેરાઈને કલિંગદેશ પર ચડાઈ કરી અને એને જીતી લીધો. પૂર્વે ત્યાં તીર્થ સ્વરૂપ કુમારપર્વત ઉપર શ્રેણિકરાજાએ કરાવેલ શ્રી ઋષભદેવનો જિનપ્રાસાદ તે લોભાંધરાજાએ તોડી નાખ્યો અને ત્યાંની સુવર્ણની શ્રી ઋષભદેવની જિન-પ્રતિમાજી ઉપાડી જઈને તે પોતાના પાટલીપુત્ર નગરમાં લઈ ગયો. ત્યારબાદ શ્રી મહાવીરપ્રભુના નિર્વાણ બાદ એકસો ચોપન વર્ષ પછી ચાણક્યનો વિનય કરનારો જે મૌર્યપુત્ર ચંદ્રગુપ્ત થયો તેણે નવમા નંદરાજાને પાટલીપુત્રથી હાંકી કાઢ્યો અને તે પોતે મગધદેશનો રાજા બન્યો. તે રાજા પૂર્વે મિથ્યાત્વથી રંગાયેલો અને બૌદ્ધધર્મનો અનુયાયી હતો, જૈન શ્રમણ નિગ્રન્થો ઉપર પણ પ્રદ્વેષવાળો હતો. પછીથી જૈન મંત્રી ચાણક્યના અનુયાયીપણાના કારણે તે જૈનધર્મની અંદર દૃઢ શ્રદ્ધાવાળો બન્યો હતો. અત્યંત પરાક્રમવાળો તે યુનાની દેશના શાસક રાજા સેલ્યુક્સની સાથે મૈત્રીવાળો થયેલો અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવામાં પ્રવૃત્ત થયેલો. શ્રી મહાવીરપ્રભુનાં ૧૮૪ વર્ષ પછી રાજા ચંદ્રગુપ્ત પરલોક સિધાવ્યો. તે પછીથી ચંદ્રગુપ્તનો પુત્ર બિન્દુસાર પાટલીપુત્રના રાજ્ય પર રાજા તરીકે આવ્યો. તે જૈન ધર્મ આરાધકપ્રવર શ્રાવક હતો. તેણે ૨૫ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યું અને શ્રી મહાવીર ભગવાનના નિર્વાણથી ૨૦૯ વર્ષ પછી તે ધર્મારાધનાપૂર્વક સ્વર્ગવાસી બન્યો. ત્યારબાદ શ્રી વીર ભગવાનનાં ૨૦૯ વર્ષ પસાર થયે છતે બિન્દુસારનો પુત્ર અશોક પાટલીપુત્રની રાજ્યગાદી પર રાજા તરીકે આવ્યો.
એ રાજા અશોક પૂર્વે જૈન ધર્મનો અનુયાયી હતો, પણ પછીથી રાજ્યના લાભથી (કે લોભથી?) ચાર વર્ષ બાદ બૌદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org