SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮૬ ગુજરાતમાં કાષ્ઠમંદિરના નમૂના ધરાવતાં દેરાસરો આ પ્રમાણે છે : (૧) શાંતિનાથનું દેરાસર, હાજા પટેલની પોળ, અમદાવાદ. (૨) જગવલ્લભ પાર્શ્વનાથનું દેરાસર, નિશાપોળ, અમદાવાદ. (૩) ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર, શાહપુર, સુરત. (૪) લલ્લુભાઈ દંતીનું ઘરદેરાસર, મણિયાતી પાડો, પાટણ. (૫) ઋષભદેવ સ્વામીનું દેરાસર, કુંભારિયા પાડો, પાટણ. (૬) શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ દેરાસર, પાલિતાણા. (૭) શાંતિનાથ દેરાસર, ભાની પોળ, રાધનપુર. (૮) ૠષભદેવનું પહેલું દેરાસર, કડવા માની પોળ, રાધનપુર. (૯) ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસર, ભોંયરા શેરી, રાધનપુર. (૧૦) નાના ચિંતામણિ પાર્શ્વનાથ, અખિલ દોશીની પોળ, રાધનપુર. (૧૧) સીમંધર સ્વામીનું દેરાસર, ખંભાત. (૧૨) ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર, ખંભાત. (૧૩) સંભવનાથનું દેરાસર, વાઘમાની પોળ, બોરપીપળા, ખંભાત. જૈન શિલ્પકળા મૂર્તિઓ અને ભાસ્કર્યો : હિંદુ ધર્મના દેવ-દેવીઓની પ્રતિમાઓ તેમનું સ્વરૂપ જોઈને ઓળખી શકાય છે, પરંતુ જૈન ધર્મમાં આરાધ્ય તીર્થંકરોની પ્રતિમાઓનું સ્વરૂપ ત્રણ તીર્થંકરો શ્રી ઋષભદેવ, શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી પાર્શ્વનાથના અપવાદ સિવાય એક સમાન હોય છે. આ મૂર્તિઓ બેઠેલી યા ઊભેલી મુદ્રામાં હોય છે. દક્ષિણ ભારતની બેઠેલી પ્રતિમાઓ મોટે ભાગે અર્ધપદ્માસનમાં જ્યારે ઉત્તર ભારતની પૂર્ણ પદ્માસનમાં હોય છે. એક સમાન સ્વરૂપ ધરાવતા તીર્થંકરોની ઓળખ તેમના આસન પર કે તેની નીચે ઉત્કીર્ણ ‘લાંછન’ (=ચિહ્ન)થી થાય છે. દિગંબર અને શ્વેતાંબર બંને પરંપરાના તીર્થંકરોનાં લાંછનો શ્રી શીતલનાથ, શ્રી અનંતનાથ અને શ્રી અરનાથના અપવાદને બાદ કરતાં એક સરખાં હોય છે. જૈન શિલ્પના પ્રાચીનતમ નમૂના મથુરાના કંકાલી ટીલામાંથી મળ્યા છે. આનું ઉત્ખનન વૈજ્ઞાનિક પદ્ધતિથી થયું ન હોવાથી મળેલા પુરાવશેષોનું તિથિનિર્ધારણ ચોકસાઈથી થઈ શક્યું નથી, તો પણ તે ઈ.સ. પૂર્વે બીજી સદી જેટલા જૂના તો છે જ. અહીંથી મળેલાં ઇતિહાસ-દૃષ્ટિથી મહત્ત્વનાં શિલ્પોમાં ઈ.સ. પૂર્વે બીજી-પહેલી સદીની બ્રાહ્મીના અક્ષરોવાળા આયાગપટ્ટો (મુખ્યત્વે ચોરસ) છે. આમાંના કેટલાક પર બેઠેલા જિનનાં મસ્તક મુંડનવાળાં છે. અહીંથી નીકળેલી દેવી Jain Education International ધન્ય ધરા સરસ્વતીની મૂર્તિ નોંધનીય છે. આ ઉપરાંત તીર્થંકર-પ્રતિમાઓ પણ મળી છે. બિહારમાં રાજગિર (જિ. નાલંદા)ના વૈભારિગિરના જીર્ણ મંદિરમાંથી મળેલી નેમિનાથની ગુપ્તયુગીન પ્રતિમા પૂર્વ ભારતમાંથી મળેલી નેમિનાથની પ્રાચીનતમ મૂર્તિ છે. સોનભંડારની ગુફાની દીવાલ પર કોતરેલી છ જિનમૂર્તિઓ પણ ગુપ્તયુગની જ છે. ચૌસા (જિ. ભોજપુર)માં એક સ્તંભ પર ઉત્કીર્ણ ધર્મચક્ર (પહેલી સદી) અને તીર્થંકરોની સોળ મૂર્તિઓ (ઉત્તર કુશાણ કાળથી ગુપ્તયુગની) પ્રાપ્ત થઈ છે. મૂર્તિઓમાંની દશ કાયોત્સર્ગ મુદ્રામાં અને છ પદ્માસનમાં છે. ઉડીસાની ખંડિંગરિની ગુફાઓમાંનીક્રમાંક-૭ની ‘નવમુનિ ગુફા’ની દીવાલ પર સાત તીર્થંકરો (ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, વાસુપૂજ્ય સ્વામી, પાર્શ્વનાથ અને નેમિનાથ)નું તેમની શાસનદેવીઓ સાથેનું ભાસ્કર્ય મૂર્તિકળાની દૃષ્ટિએ અગત્યનું મનાય છે. અન્ય દીવાલ પર ઋષભદેવ અને પાર્શ્વનાથની ઉઠાવદાર દિગંબર પ્રતિમાઓ ઉત્કીર્ણ છે. બાજુની ક્રમાંક-૮ની બારભુજી ગુફા'માં ચોવીસ તીર્થંકરોનું તેમની શાસનદેવીઓ સાથેનું ભાસ્કર્ય તથા પાછલી ભીંતમાં મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમા છે. આ ગુફામંદિરો ૧૦-૧૧મી સદીનાં છે. પશ્ચિમ બંગાળના સત દેવલિયા (જિ. બર્ધમાન)માંથી એક ચૌમુખી મૂર્તિ મળી છે (૧૦મી સદી), જેમાં ઋષભદેવ, મહાવીર, પાર્શ્વનાથ અને ચંદ્રપ્રભુસ્વામી કાયોત્સર્ગ મુદ્રામાં બતાવ્યા છે. મધ્યપ્રદેશના તેવર (પ્રાચીન ત્રિપુરી, જિ. જબલપુર)માં તીર્થંકર ધર્મનાથની પરિકર સહિતની પ્રતિમા (૧૧મી સદી) પ્રાપ્ત થઈ છે. ગંધવાલ (જિ. દેવાસ)માં કળાર્દષ્ટિએ ઉત્કૃષ્ટ ગણાય તેવાં નવમી સદીનાં જૈન શિલ્પો આવેલાં છે. આમાંની એક વિરાટ જિનપ્રતિમાની બે બાજુએ ઇન્દ્ર અને ઉપેન્દ્રને ચામરધર તરીકે દર્શાવ્યા છે. અન્ય પ્રતિમાઓમાં તીર્થંકરો શાંતિનાથ, સુવિધિનાથ અને સુમતિનાથ ઉપરાંત વિદ્યાદેવીઓ અને જૈન યક્ષ-યક્ષીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કુંભારિયા (જિ. બનાસકાંઠા)ના મહાવીર– મંદિરની છત પર તીર્થંકરોના જીવનપ્રસંગો અને ચોવીસ તીર્થંકરોનાં માતાપિતા સહિતનાં શિલ્પોની હારમાળા આવેલી છે. અહીં એક શિલાપટ્ટ ઉપર ભૂત અને ભવિષ્યના આરાના તીર્થંકરો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy