________________
ધન્ય ધરાઃ
પ્રસ્તાવના
કોઇની એની ૬
*
*
*
*,
KES
પૂ. પ્રવચનપ્રભાવક પંન્યાસશ્રી
રશ્મિરત્નવિજયજી મ.સા. ઇતિહાસના પૃષ્ઠો સુવર્ણથી મઢવાનું કામ ભારતે કર્યું છે. ધર્મ અને સંસ્કૃતિથી ધબકતું ભારત એના પૂર્ણ યૌવનકાળમાં હતું ત્યારે વિશ્વને એના પ્રદાનની નોંધ લેવી પડી છે. સભ્યતાના પાઠ વિશ્વે ભારત પાસેથી શિખ્યા છે, એવું કહેવામાં સહેજ પણ અતિશ્યોક્તિ નથી. માટે તો ભારતને વિશ્વના ધર્મગુરુઓનો ઇલ્કાબ મળેલો. ભલે એનું ન પ્રમાણ ન મળે પણ ડગલે ને પગલે વિશ્વ સાહિત્ય એની ચાડી ખાય છે.
ભારતના ક્રમિક ઇતિહાસલેખનમાં સહુથી મોટી દુવિધા અનેક વિદેશીઓના આક્રમણોએ આક્રમણોએ માત્ર જીવનપદ્ધતિને જ પ્રભાવિત ન કરી..સંસ્કૃતિના અમૂલ્ય વારસાસમા શાસ્ત્રાગારો, મંદિરો, શિલ્પો અને સ્થાપત્યોને પણ અસર કરેલ. ચંદ્રાવતી, પદ્માવતીના અવશેષો એના બોલતા પૂરાવા છે. જ્યાં ૪૪૪ જિન મંદિરો અને ૯૯૯ શિવમંદિરો હતા ત્યાં આજે માત્ર જ્યાં ત્યાં પથરાયેલા આરસના ટુકડાઓ નજરે પડે છે. હડપ્પા અને મોહન-જો-દડો કાળ ક્વલિત થઈ ગયા. મથુરાના કંકાલી ટીલા જેવા તો અનેક ખંડહરો ઇતિહાસના મૂક સાક્ષી છે. વિધર્મીઓએ જૈન શાસ્ત્રો બાળ્યા છે. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે રચેલ એક કરોડ ગ્રંથો, આ. હરિભદ્રસૂરિજી રચિત ૧૪૪૪ ગ્રંથો અરે, હજુ હમણાં જ ત્રણસો-સાડા ત્રણસો વર્ષ પૂર્વે થયેલ મહામહોપાધ્યાય યશોવિજયજી રચિત અનેકાનેક ગ્રંથોમાંથી માત્ર ૧૦૦ લગભગ ગ્રંથો મળે છે. બાકી બધુ ભસ્મીભૂત!
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org