SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જૈન સંપ્રદાયનું એક સુજ્ઞ કાર્ય એ છે કે ખંડિત થયેલ મંદિર કે પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા કરી તેને ઉપયોગમાં લઈ શકાય છે. આથી પૂર્વજોએ કરેલાં કીર્તિકાર્યો સચવાઈ રહે છે અને પ્રજાના કલાસંસ્કારને પૂર્તિ આપે છે, આ રીતે શત્રુંજય, આબુ, ગિરનાર, રાણકપુર વગેરે જૈન પ્રજાના જ નહીં પણ ભારત વર્ષના કીર્તિધ્વજમાં મોજૂદ છે. જૈન મંદિરની રચનામાં દ્વાર, મંડપ, શૃંગારચોકી, નયચોકી, ગૂઢમંડપ, ગર્ભગૃહ, તોરણ, મંગળચૈત્ય વગેરે વિભાગોવાળો શિલ્પવિસ્તાર છે. રંગમંડપના સ્તંભો પર વિવિધ વાઘો સહિત ઊભી રાખેલી અપ્સરાઓ, વિદ્યાપરીઓ, નર્તિકાઓ, સ્તંભો પર સમોસરણ તથા ભીંતો અને છતો પર કોતરેલા ઋષભદેવના જીવનપ્રસંગો શિલ્પકલાનો વ્યાપક સમાદર બતાવે છે. આ લેખમાળા રજૂ કરનાર ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય જોઈએ. અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેક્ટિસ કર્યા પછી હાલ મુંબઈમાં ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર ૪૦ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર સહિત અલગ અલગ જૈન સંસ્થાનાં પાંચ જેટલાં મેગેઝિનનું સંપાદન કરેલ છે. અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી છે. વિશ્વવાત્સલ્ય અને સંતબાલ એવોર્ડ ફાઉન્ડેશન અમદાવાદના ટ્રસ્ટી છે, વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે. ‘વિશ્વવાત્સલ્ય' માસિકના તંત્રી છે. મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વ.માં જૈનધર્મ પર તેમનાં સફળ પ્રવચન યોજાયેલાં. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે. ઘાટકોપર પ્રેરિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લિટરરી રિસર્ચ સેન્ટરના ગુણવંતભાઈ ઓનરરી કો. ઓર્ડિનેટર છે જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધન અને પ્રકાશનનું કાર્ય, પ્રાચીનગ્રંથોની સી.ડી.નું કાર્ય અને જ્ઞાનસત્રો યોજે છે. શ્રી સૌરાષ્ટ્ર શ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તથા ચેમ્બર જૈન સંઘના ટ્રસ્ટી, ઘાટકોપર જૈન સંઘમાં સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. અર્હમ સ્પીરિચ્યુઅલ સેન્ટરના ટ્રસ્ટી છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરેટ Ph. D. પ્રાપ્ત કરેલ છે. ધન્ય ધરા ગુંજન બરવાળિયાના નામે તેમનું ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, જૈનપ્રકાશ, શાસનપ્રગતિ, ધર્મધારા, જૈનસૌરભ, વિનયધર્મ વ.માં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૭ના મુંબઈ જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ'નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ.બી. બરવાળિયા ફાઉન્ડેશન, ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓ હોલિસ્ટિક હેલ્થકેરને લગતાં પ્રકલ્પો સાથે સંકળાયેલા છે. શ્રી બરવાળિયાની મહારાષ્ટ્ર-ગુજરાતમાં જૈન સાક્ષરોની પ્રથમ હરોળમાં ગણના થાય છે. ધન્યવાદ. —સંપાદક ભગવાન મહાવીર પરના સંગમદેવના ઉપસર્ગો Jain Education International For Private & Personal Use Only AL ELECT www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy