________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૯૩
થવા પામેલ. સંઘવી પરિવારે ખૂબ જ ઉદારતાપૂર્વક તન-મનધનથી સંઘની ભક્તિ કરેલ.
પાડીવથી પાલિતાણાનો સંઘ : વિ.સં. ૨૦૫૨માં પાડીવથી પાલિતાણા તીર્થનો સંઘ પૂ. આ. ભગવંતશ્રી મહાબલસૂરિજી મ.સા. તથા પૂ. આ. શ્રી પુણ્યપાલસૂરિજી મ.સા. તથા પૂ. આ. શ્રી કમલરત્નસૂરીશ્વરજી મ.સા. (તે વખતે મુનિશ્રી)ની પ્રેરક નિશ્રામાં સંઘવી ચુનીલાલ ભીખાજી પરિવારે એક હજાર યાત્રિકો સાથે કાઢેલ.
પિંડવાડાથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત યાત્રાસંઘ : વિ.સં. ૨૦૫૪માં પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલરત્નસૂરીશ્વરજી મ.સા. આદિની શુભ નિશ્રામાં શા. કિસ્તુરચંદજી હંસરાજ પરિવાર આયોજિત પિંડવાડાથી પાલિતાણાનો છ'રીપાલિત પદયાત્રા સંઘ ખૂબ જ શાનદાર રીતે નીકળેલ, જેમાં નાંદિયા, દિયાણા, મેડા, માલગામ, સિરોડી, જીરાવલા, વરમાણ, મંડાર, જેગોલ, બોઈવાડા, ભીલડી તીર્થ, ચારૂપ, પાટણ, હારીજ, શંખેશ્વર, માંડલ, ઉપરિયાળા, શિયાણી, લીંબડી, ધંધુકા, વલ્લભીપુર વગેરે તીર્થસ્થાનોમાં દર્શન-વંદનપૂજનનો યાત્રિકોએ લાભ લીધેલ. હાલારથી ગિરનાર અને શત્રુંજ્યનો
ચાત્રાસંઘ પરમ પૂજ્ય, ગુરુદેવ હાલારરત્ન, મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજનાં પ્રથમ દર્શને જ હાલાર પંચતીર્થનો છ'રીપાલક સંઘ કઢાવ્યો. સામુદાયિક એકાસણાં કરાવીને, શ્રાવકનાં વ્રતો સ્વીકાર્યા. ત્યારબાદ ગુરુદેવની નિશ્રામાં, ઉપદેશથી જીવદયા–અનુકંપા પરમાત્મભક્તિ-સાધર્મિક ભક્તિમાં સારો લાભ લેતા રહ્યા, ગુરુમંદિરનો લાભ લઈને ધન્યતા અનુભવી. નવાગામ-હાલારથી જૂનાગઢ (ગિરનાર) પાલિતાણા શત્રુંજયનો ભવ્ય છ'રી પાલક સંઘ કઢાવનાર ધન્ય છે શ્રેષ્ઠી પુંજાભાઈ તથા શ્રાવિકા મણિબહેનને.
હાલારના શ્રેષ્ઠીવર્ય પુંજાભાઈ કચરાભાઈ બીંદ તથા તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા મણિબહેન પુંજાભાઈપરિવારે છ'રીપાલિત સંઘ કાઢવાનો મનસૂબો કર્યો અને ઉપરના શાશ્વત તીર્થ યુગ્મની યાત્રા વિધિપૂર્વક કરવાના સોનેરી અવસરનું આયોજન ઝડપથી અમલમાં મૂકી ધન્યતા અનુભવી. વાત્સલ્ય વારિધિ પૂ.આ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. પંન્યાસપ્રવરશ્રી
ભદ્રંકરવિજયજી ગણિવર્ય, પૂ. આ. શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરિજી મ.સા., પૂ. આ. શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મ.સા. અને પૂ. મુનિરાજશ્રી મહાસેનવિજયજી મ.સા.ની દિવ્ય આશિષથી તથા વર્ધમાનતપની ઓળીના આરાધક શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મ.સા., ગચ્છાધિપતિ આ. શ્રી મહોદયસૂરીશ્વરજી મ.સા., પૂ. પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની શુભાશિષથી પૂ. મુનિશ્રી જયમંગલવિજયજી મ., પૂ. મુનિશ્રી વીરસેનવિજયજી મ., પૂ. મુનિશ્રી હેમપ્રભવિજયજી મ., પૂ. મુનિશ્રી જિનધર્મવિજયજી મ. આદિની નિશ્રામાં મહા સુદ ૭, તા. ૨૬-૧-૯૬ના રોજ સંધનું શુભ પ્રયાણ થયું.
આ સંઘમાં સંઘવી પરિવારે દરેક ક્ષેત્રમાં દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા, જીવદયા અને પક્ષીઓને ચણ વગેરે માટે ખૂબ જ ઉદારદિલે ૨કમો લખાવી. ગિરધરનગર-અમદાવાદથી શ્રી શંખેશ્વર
તીર્થનો ચાબાસંઘ-આદર્શસંઘ
પ્રવચનપ્રભાવક પૂ. મુનિપ્રવર શ્રી હિતરુચિવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતોની શુભ નિશ્રામાં વિ.સં. ૨૦૫૬ના માગશર સુદિ-૩, તા. ૧૧-૧૨-૯૯ના રોજ શાહીબાગ ગિરધરનગર અમદાવાદથી છ'રીપાલક સંઘનું પ્રયાણ થયું. સંઘપ્રયાણને શાસનપ્રભાવક બનાવતી અનેક અલભ્ય ચીજો અને કલાકારોની કલાનો કસબ જોવામાં આવ્યો. ઊજળી સાંસ્કૃતિક પરંપરાનાં પ્રતીકો શંખેશ્વર યાત્રા સંઘના પ્રમાણમાં જૈન-જૈનેતર લોકોને વૈરાગ્યની દિશામાં દોરી જવાનું સાધન બની રહ્યાં. આ સંઘ ઘણો જ વિશિષ્ટ પ્રકારનો હતો. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના
નીકળેલા ચાણાસંઘો પ.પૂ. મેવાડ દેશોદ્ધારક, ૨૫0 પ્રતિષ્ઠાકારક, 800 અઠ્ઠમના તપસ્વી પૂ. આચાર્યદેવશ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો
જાવાલથી પાલિતાણાનો સંઘ, શ્રી રીખવચંદજી કવરાતે સંઘપતિ બનવાનો લાભ લીધો. ઉદયપુરથી પાલિતાણાનો સંઘ સામૂહિક સંઘપતિઓએ કાઢેલ. આ સંઘમાં સ્થાનકવાસી યાત્રિકો ઘણાં હતાં. દરરોજ પૂજા આદિ કરી શત્રુંજયનાં દર્શન કરતાં ‘સન્માર્ગ મળ્યાનો' અપાર આનંદ થયો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org