SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ આવવાનું થાય તો યાત્રા કરી જાતા પણ ચોમાસું ન કરતા, કારણ સાધુજીવન માટે અત્રે ગોચરીપણાના આદિ દોષોની સંભાવના સતત રહે અને બીજા ક્ષેત્રો સિદાય. વિ.સં. ૨૦૪૫નાં પૂજ્યશ્રીની નિશ્રામાં જ પ.પૂ. આ.ભ. ૐકાર સૂરીશ્વરજી, પ.પૂ. આ.ભ. અરવિંદસૂરીશ્વરજી, પ.પૂ. આ.ભ. યશોવિજયસૂરિ મ.સા. આદિ ઠાણાઓની સાથે બનાસકાંઠા વાવથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો ભવ્યાતિભવ્ય છ'રીપાલિત સંઘ નીકળ્યો હતો તે પૂર્વે અને પછી અનેક સંઘોમાં પૂજ્યશ્રીએ આગાર અને જયણાને પ્રાધાન્ય આપીને સંઘોમાં નિશ્રા પ્રાપ્ત કરી હતી. વિ.સં. ૨૦૫૪ની સાલનું ભવ્ય ચાતુર્માસ ધાનેરા નિવાસી શ્રેષ્ઠીવર્ય ચિમનલાલ મહાજની પરિવારના અતિ આગ્રહના કારણે અને ઉંમર ઢળતી સાંજને લક્ષમાં રાખીને આરાધનાના ભાવથી સમ્મતિ આપી હતી. તે વખતે તે પરિવારે હસમુખભાઈ– નયનભાઈ આદિએ ઉદાર દિલે પાલિતાણામાં આવતાં યાત્રાળુઓની સાધર્મિક ભક્તિ ચારે મહિના કરી હતી. દરેક માટે રસોડું ખુલ્લું રહેતું. તે ચોમાસામાં જ બન્ને આચાર્યપદવીઓ ઉલ્લાસભેર સમ્પન્ન થઈ હતી. એક થયા રત્નચંદ્રસૂરીશ્વરજી અને બીજા જગચંદ્રસૂરીશ્વરજી મ.સા., જેઓશ્રીએ પૂજ્યશ્રીની નિશ્રામાં સત્યાવીશ વર્ષ અખંડ સેવાનો લાભ મેળવ્યો છે. આ.ભ. આ.ભ. બન્યા પ.પૂ. આ.ભ. અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નવ્વાણું યાત્રાનું આયોજન થયું હતું. ત્યારબાદ ૨૦૬૪ની સાલે તેમના જ શિષ્યરત્ન પ.પૂ. આ.ભ. રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સત્તર દિવસનો અમદાવાદથી પાલિતાણાનો ભવ્યાતિભવ્ય સંઘ અને નવ્વાણુ યાત્રાનું આયોજન પણ થયું છે. સાથે સાથે— મહારાજાના ૫.પૂ. તપાગચ્છાધિપતિ સંધસ્થવિર આ.ભ. રામસૂરીશ્વરજી આચારચુસ્તતાના પરમગુણાનુરાગી, નિશ્ચિંત સાધુઓના ઘડવૈયા, તેમના યોગક્ષેમને જ પોતાનું કર્તવ્ય સમજનારા યુવાચાર્ય આ.ભ. જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ૧૭ની સાથે દોઢસો આરાધકોને નવ્વાણું યાત્રા કરાવવા નિશ્રા પ્રદાન કરી છે. શ્રી નવજીવન સંઘ-મુંબઈના ત્રણ શ્રેષ્ઠી પરિવારોએ લાભ લઈ બીજાં નવજીવન સંઘનાં ૧૧૦ આરાધકોને ચોવિહાર છઠ્ઠની સાત યાત્રાનું આયોજન કરી પુણ્યાનુબંધી પુણ્યનો અનેરો લાભ પ્રાપ્ત કર્યો છે. અમદાવાદથી શાશ્વત પરિવારના ઉપક્રમે પ્રાયઃ ૧૯૦ Jain Education International ધન્ય ધરા: આરાધકોએ પણ પૂજ્યશ્રીની નિશ્રામાં ચોવિહાર છટ્ટની સાત યાત્રાનું આયોજન થયું તેમાં પૂજ્યશ્રીએ છટ્ટનો યાત્રાળુઓને ખાસ સૂચન આપેલું કે, “છઠ્ઠ કરી સાત યાત્રા કરનાર આરાધકોએ અઠવાડિયા પૂર્વે જ આવી ગિરિરાજની રોજ એકબે યાત્રાની પ્રેક્ટિસ કરી શરીરને તથા મનને પ્રથમ કેળવવું જોઈએ. આવીને તરત કરવાથી જોખમની સંભાવના રહે છે, યાત્રાનો ઉત્સાહ-ભાવ ટકવો મુશ્કેલ બને છે. જ્યાં છઠ્ઠ કર્યા પછી ધર્મકરણીની બધી જ જિમ્મેદારી વધી જાય છે. ત્યાં માત્ર ત્રીજા ભવે મોક્ષ મેળવવા રાત્રિભોજન-કંદમૂળ આદિ છોડવાના સંકલ્પો થાય તો જીવનમાં અધ્યાત્મનો પ્રારંભ થાય. વિ.સં. ૨૦૫૫ ધર્મવિહાર–પાલડી-અમદાવાદથી પાલિતાણા સંઘનું સામુદાયિક આયોજન હતું. સત્તર દિવસના આ યાત્રાસંઘમાં ૪૦૦ યાત્રિકો જોડાયેલ. પૂ. આ. શ્રી ધર્મસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ. સાધ્વીશ્રી કુમુદશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કલ્પલતાશ્રીજી મ.ની વિશેષ પ્રેરણા પ્રાપ્ત થયેલ. વિ.સં. ૨૦૫૫ વલ્લભીપુરથી પાલિતાણા સુધીના આ યાત્રાસંઘનું વિશિષ્ટ આયોજન બે પ્રભાવક પરિવારોનું સંયુક્ત આયોજન હતું. સંઘવી સુધીરભાઈ કેશવલાલ ભણસાલી કલકત્તાવાળા તથા શશીબહેન કાંતિલાલ મહેતાએ સાત દિવસના આ યાત્રાસંઘની શાસનપ્રભાવનાનો સારો લાભ લીધેલ. પૂ. આ.શ્રી વિજયમોહનસૂરિજી મ.સા.ના સમુદાયના પૂ. આચાર્યભગવંતો આદિની નિશ્રામાં નીકળેલા કેટલાક સંઘોની સંક્ષિપ્ત નોંધ મુંબઈથી પાલિતાણા : વિ.સં. ૨૦૩૩માં મુંબઈથી શત્રુંજય મહાતીર્થ તથા વિ.સં. ૨૦૩૪માં પાલિતાણાથી ગિરનાર તીર્થ. મુંબઈના અગિયારેક શ્રેષ્ઠીવર્યોએ સંઘ કાઢેલ. શાસનપ્રભાવક મહારથીઓ પૂ. પ્રવચન પ્રભાવક આચાર્યભગવંતશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ.સાઁ., યુગદિવાકર પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા., પૂ. સાહિત્યકલારત્ન યશોવિજયજી મ., પૂ. શતાવધાની જયાનંદવિજયજી મ. આદિની નિશ્રામાં સંઘ નીકળેલ. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. ૩૦૦ ઠાણા સહસંઘ યાત્રિકો ૨૦૦૦ હતા. પૂરા સાજ સાથે સાતેય ક્ષેત્રોમાં વિપુલ સંપત્તિનો સદ્વ્યય કરેલ. દોઢ માસનો રસાલા સાથે સંઘ આવેલ. ભવ્ય યાત્રા સંઘો તરીકે પંકાયેલા અને ઐતિહાસિક રીતે બિરદાવેલા આ બન્ને મહાસંઘોમાં અદ્ભુત ઔદાર્યથી ગામે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy