________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૮૯
મેમરીમવાજ સંધા
સિદ્ધાચલનો છ'રી પાળતો સંઘ પૂ. સાધ્વીજી શ્રી સૂર્યશિશુ મ., સા. શુભોદયાશ્રીજી મ. તથા સા. અમિતકુણાશ્રીજી મ.ની પ્રેરણા અને સાંનિધ્યે સંઘપતિઓ (૧) શા વ્રજલાલ દેવચંદભાઈ કામદાર સહપરિવાર, (૨) શાહ ચત્રભુજભાઈ ભવાનભાઈ અને (૩) સુશ્રાવિકા પદ્માબહેન તરફથી નીકળ્યો હતો. ૧૫૦ યાત્રિકો સાથે સંઘ શિહોર, પીપરલા, મોખડકા થઈ પાલિતાણા પહોંચતાં દાદાના દરબારમાં તીર્થમાળ-વિધિ સાનંદ સંપન્ન થઈ હતી. માળના દિવસે ૨૦૦ ઉપરાંત સાધુ-સાધ્વીજી મહારાજની ભક્તિનો લાભ લેવામાં આવેલ. એકંદરે સંઘ શાસનપ્રભાવક અને યાદગાર બન્યો હતો.
તીર્થોદ્ધારક આ. શ્રી નીતિસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો
પ.પૂ. તીર્થોદ્ધારક આ.દેવ શ્રી નીતિસૂરિજીએ સં. ૧૯૪૯ના અ. સુ. ૧૧ના દિવસે મહેરવાડામાં દીક્ષા લીધી. સં. ૧૯૫૦ મ. સુ. ૪, શુક્રવારે સીપોરમાં વડી દીક્ષા થઈ. ૧૯૫૨નું ચોમાસું અમદાવાદ લુહારની પોળે ચાતુર્માસ કર્યું. ‘ચોમાસા દરમ્યાન વ્યાખ્યાનમાં શત્રુંજય માહાભ્ય’ વાંચવાનું શરૂ કર્યું. એથી પ્રભાવિત થઈ આસ્ટોડિયા ઢાલની પોળ (અમદાવાદના શેઠ મોતીલાલ વીચંદ ચાલીસ-હજારે ચોમાસા પછી તુરત જ શત્રુંજયનો સંઘ કાઢવાની પ્રતિજ્ઞા કરી અને ધામધૂમથી સંઘ કાઢ્યો. તેમાં ૪૦૦૦ યાત્રિકો, ૫૦૦ બળદગાડાં (એ ટાઇમે મોટર ન હતી) ૫૦૦ કર્મચારીઓ હતાં. તેમની નિશ્રામાં આ પહેલો સંઘ હતો.
પૂ. આચાર્યશ્રી મંગલપ્રભસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં નીકળેલા
સંઘો ભાભરથી શંખેશ્વર તીર્થનો સંઘ, આ યાત્રાસંઘમાં બે હજાર યાત્રિકો હતાં. તખતગઢથી શત્રુંજય તીર્થના સંઘમાં અંદાજે ૫૦૦ યાત્રિકો હતાં. પોમાવાથી પાલિતાણા સંઘમાં અંદાજે 100 યાત્રિકો હતાં. પાલિતાણાથી ગિરનાર તીર્થના યાત્રાસંઘમાં ૨૫૦ યાત્રિકો હતાં. આ ઉપરાંત જીરાવલાથી પાલિતાણા, પાળોળાથી પાલિતાણા, રાજનગરથી પાલિતાણાના સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા હતા.
વિ.સં. ૨૦૨૦માં પૂ. આ. શ્રી મહેન્દ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં શંખેશ્વરથી પાલિતાણા તીર્થયાત્રા સંઘમાં ૪૦૦ થી
૫૦૦ યાત્રિકો જોડાયેલ. સંઘપતિશ્રી કેસરીમલજી સંઘવી (શિવગંજવાળા).
ગચ્છાધિપતિ પ.પૂ. આ.શ્રી વિજય અરિહંતસિદ્ધસૂરિજી મ.સા.ની નિશ્રામાં
નીકળેલા સંઘો * “શ્રી વીસલપુર (રાજ.)થી વલ્લભીપુર થઈ શ્રી શત્રુંજયનો છ'રીપાલિત સંઘ” યાત્રિકોની સંખ્યા-૬૦૦.
* શ્રી માટુંગા જૈન શ્વે. મૂ. પૂ. તપગચ્છ સંઘ શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય તરફથી શ્રી શત્રુંજય મહાતીર્થની ચઉવિહાર છઠ્ઠ કરી સાતયાત્રા-યાત્રિકો–૧૫૦.
* હિમાંશુભાઈ ઝવેરીના સહયોગથી શ્રી સિદ્ધાચલ મહાતીર્થની ચઉવિહાર છઠ્ઠ કરી સાતયાત્રા યાત્રિકો-૧000.
પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં નીકળેલા
સંઘો વિ.સં. ૨૦૩૬ ખિવાન્દીથી સિદ્ધગિરિ તીર્થ–પાલિતાણા સંઘયાત્રામાં ૪00 યાત્રિકો હતા. આ સંઘના સંઘપતિ શાહ નરસિંગજી રાખબાજીએ શાસનપ્રભાવનાનો સારો લાભ લીધો
હતો.
વિ.સં. ૨૦૪૮ મોરવાડાથી પાલિતાણા સંઘયાત્રાનું ૨૯ દિવસનું આયોજન હતું. સંઘમાં ૫૦૦ જેટલાં યાત્રિકો હતાં. સંઘવી રાજકરણ શીખવચંદ દોશી અને તેમના સુપુત્રો સુરેશભાઈ, અશોકભાઈ, અરવિંદભાઈ વગેરેએ શાસનપ્રભાવનાનો અમૂલ્ય લહાવો લીધો હતો.
વિ.સં. ૨૦૫૪ પછીના ડેહલાવાળા સમુદાયની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થના સંઘ અને ૯૯ યાત્રા
રત્નત્રયીનો સંગમ સાધતી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની સાધના-આરાધના ને પ્રભાવના પ.પૂ. તપાગચ્છાધિપતિ રામસૂરીશ્વરજી મહારાજા જ્યારે મુનિ અવસ્થામાં હતા ત્યારે વિ.સં. ૧૯૯૮ના છેક પાલિતાણા ગામમાં રોકાઈને કોઈપણ આડંબર વગર આ ગિરિરાજની ૧૦૮ યાત્રા જાતે ચાલીને વિધિપૂર્વક કરી છે. તે પછી પૂજ્યશ્રી શેષકાળમાં વિહાર કરતાં
Jain Education Intemational
Jain Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org