________________
શાશ્વત સૌરભ ભાગ-૧
જૈન સાધુઓને અન્યક્ષેત્રો તરફ વિહાર થયા, અભ્યાસની પરંપરા તૂટવા લાગી, આગમનો પણ વિચ્છેદ થઈ જાય તેવો કાળ આવી ગયો, ઉપરાંત શ્રુતધરોની સંખ્યા નહીંવત્ બની ગઈ. તેવી વિષમ કટોકટીમાં વીર સં. ૮૩૦થી ૮૪૦ વચ્ચે આ. સ્કંદિલસૂરિજીએ ઉત્તરાપથના તથા આ. નાગાર્જુને દક્ષિણપથના મહાત્માઓને આમંત્રી અનુક્રમે મથુરા અને વલ્લભીમાં ચોથી આગમવાચના તો આપી જ, સાથે જિનાગમોને પુસ્તક રૂપે લખ્યા હતા. બેઉ આચાર્ય ભગવંતો વિશિષ્ટ શ્રુતધર હતા.
પ્રત્યેક આગમ આદિ શાસ્ત્રોને સૌપ્રથમ પુસ્તકારૂઢ બનાવનારા નાગમનિધિસંરક્ષક
(૭) આચાર્યશ્રી દેવર્જિંગણિ ક્ષમાશ્રમણ (શ્રી દેવવાચક)
આર્યવજસ્વામિની શ્રમણપરંપરાના ગણનાયક અને આ. કાલિકસૂરિજી (ચોથા) સાથે હળીમળીને વલ્લભીપુરમાં પાંચમી આગમવાચના કરાવી હતી. વીર સંવત ૯૮૦ની સાલમાં દેવર્દ્રિગણિજીએ ખૂબ શ્રમ લઈ અનેકોને ભેગા કરી મુનિ ભગવંતોના સહારે ૮૪ આગમો લખ્યા-લખાવ્યા. ઉપરાંત ચૌદપૂર્વોમાંથી ઉદ્ધરેલ સિદ્ધપ્રામૃત, ધર્મપ્રજ્ઞપ્તિ વગેરે તથા પૂર્વધરોએ રચેલા જ્યોતિષપ્રાકૃત, તત્ત્વાર્થસૂત્ર વગેરે ઉપર પ્રકીર્ણક ગ્રંથો લખી ક્રોડો શ્લોકપ્રમાણ જૈન સાહિત્ય જગતને આપી દીધું છે, સ્મરણશક્તિની હાનિને જાણી આગમોને પ્રાકૃતભાષામાં પુસ્તકારૂઢ કરવાનો પુરુષાર્થ કરનાર દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જૈનશ્રુતના વિશિષ્ટ શ્રુતધર તરીકે ખ્યાત-પ્રખ્યાત છે. આજે જે ૪૫ આગમો પણ ઉપલબ્ધ રહ્યા છે તેનો પૂરો જશ તેમને જાય છે. તેમનાથી જૈનસંઘ ઉપકૃત જ છે.
આગમોદ્ધારક અને પ્રખર ભાસ્યકાર'ના લાડીલા નામથી પ્રસિદ્ધિ પામેલા બહુશ્રુત પરમ ગીતાર્થ (૮) આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
૧૦૪ વરસની ઉમ્ર સુધી જીવનારા, બૃહત્સંગ્રહણી, ધ્યાનશતક, નિશીથભાષ્ય વગેરે ગ્રંથો ઉપરાંત, પરમાત્મા મહાવીરસ્વામિના જિનાલયમાં વીરસંવંત ૧૦૭૬ અને વિ.સં. ૬૬૬માં ચૈત્રસુદ પૂનમના દિવસે ૪૩૦૦ શ્લોકપ્રમાણ વિશેષાવશ્યક–ભાષ્યની રચના કરી શ્રુતધરની ગણનામાં ઉમેરો કરનારા હતા. તેમના માટે વિદ્વાનોએ મહાજ્ઞાની, વિસ્તૃત અનુયોગવાળા, પરશાસ્ત્રનિપુણ, ક્ષમાશ્રમણોમાં આદર્શસંયમી વગેરે વિશેષણો આપ્યા છે, તથા તેઓશ્રી વિક્રમ સંવંતની સાતમી સદીમાં થઈ
Jain Education Intemational
ગયેલ સમર્થ યુગપ્રધાનાચાર્યની ઉપમાને પણ પામેલા છે. સૂરિમંત્રના કોટિ જાપથી ‘કોટિકગચ્છ’ને પ્રવર્તાવનારા, બીજી આગમવાચનાના નિશ્ચાદાતા તથા શાસનપ્રભાવક કાર્યોમાં અગ્રેસર
૧૩૧
(૯) આચાર્યશ્રી સુસ્થિતસૂરિજી મહારાજા
સેનાપતિ પુષ્પમિત્રે ધર્માંધતામાં જૈન અને બૌદ્ધ શ્રમણોના શિરચ્છેદ કરાવી, જિનાલયોના ધ્વંસ કરાવી ચારેય તરફ જ્યારે આતંક ફેલાવેલો ત્યારે સ્વાધ્યાય વગેરે સારા પ્રમાણમાં અંતરાયો પામ્યા. આ સમયે કલિંગરાજ ભિક્કુરાય ખારવેલે જૈનોની વહારે આવી પુષ્યમિત્રને હટાવી પંજાબ તરફ ભગાડ્યો હતો અને પછી આ. સુસ્થિતસૂરિજી અને આ. સુપ્રતિબદ્ધસૂરિજીની અધ્યક્ષતામાં કુમારગિરિ ઉપર ૩૦૦ સ્થવિરકલ્પી શ્રમણો, આર્યા પોઈણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, ૭૦૦ શ્રાવકો અને પુર્ણમિત્રા વગેરે ૭૦૦ શ્રાવિકાઓની હાજરીમાં સમ્મેલન કરી ખારવેલે વાચના દ્વારા ૧૧ અંગો અને ૧૦ પૂર્વેના પાઠોને વ્યવસ્થિત આને પ્રભુવીર નિર્વાણ પછીની બીજી આગમવાચના કહેવાય છે.
કરાવ્યા
Pa
જેમની પવિત્ર સ્મૃતિમાં શત્રુંજય તળેટીમાં વસેલા નગરનું નામ પાદલિપ્તપુર (પાલીતાણા) રખાયું. આકાશગામિની વિદ્યાસંપન્ન : તરંગવતી' નામક
અદ્ભુત પ્રાકૃત કથાના રચયિતા (૧૦) આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજી મ.
જેમના ગૃહસ્થ શિષ્ય નાગાર્જુને ફક્ત પગની પાનીએ લેપ કરી દરરોજ શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમ્મેíશખરજી તથા મથુરાની જાત્રા કરી પછી જ અન્નપાણી લેતા મંત્રયોગી પાદલિપ્તસૂરિજીની યાદમાં પાલીતાણા નગરી વસાવી લીધી છે, તેવા યોગીપુરુષ પાદલિપ્તસૂરિજી બચપણથી જ હોશિયાર હતા. મંત્રવિદ્યાના જાણનાર સાથે જ્ઞાની પુરુષ હતા. નિર્વાણકલિકા, પ્રશ્નપ્રકાશ, કાળજ્ઞાન, જ્યોતિષ કરંડકની ટીકા, તરંગલોલા, વીરસ્તુતિ વગેરે ગ્રંથો તેમની રચના છે. તરંગવતી નામની પ્રાકૃતકથામાળા પણ તેમણે જ રચી છે. મુડ રાજાએ તેમની વિદ્વતાની પરીક્ષાઓ કરી તેમને જ ગુરુપદે સ્થાપ્યા હતા. આ. ભગવંત અંતે શત્રુંજયે પધારી ૩૨ ઉપવાસે કાળધર્મ પામી બીજા દેવલોકે સીધાવ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org