SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૧૧. વિહરમાન વંદુ જિન વીશ ૫. પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) દરરોજ સવારના રાઈઅ પ્રતિક્રમણ કરતા સકલતીર્થોની ભાવપૂર્વક તીર્થવંદના કરતા શ્રમણોપાસકો અને શ્રમણો સકલતીર્થ સૂત્ર દ્વારા બોલે છે, “વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ.” તે વંદના સાર્થક ત્યારે બને જ્યારે જંગમ તીર્થ એવા સાધુ-સાધ્વી ભગવંતોથી લઈ વર્તમાનમાં ચોરાશી લાખ પૂર્વના વિરાટ આયુને ધરાવતા, ભરત અને ઐરાવતક્ષેત્ર છોડી પાંચ મહાવિદેહના ૩૨-૩૨ વિજયોમાંથી ૮-૯-૨૪ અને ૨૫માં વિજયમાં વિચરતા સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ વગેરે ૨૦ તીર્થપતિઓનો આછો-આછો પણ પરિચય મળે. પાંચ. મહાવિદેહ x ૪ વિજયો = ૨૦ ક્ષેત્રોમાં ઉપકારની હેલીઓ વરસાવી રહેલા L તમામ ભગવાન ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના સત્તરમાં કુંથુનાથ પ્રભુના નિર્વાણ પછી અને અઢારમા અરનાથ ભગવાનના જન્મ પૂર્વે વૈશાખ વદ ૧૦ (મતાંતરે ચૈત્ર માસ)ના જન્મ પામ્યા છે. જેમનો દીક્ષા કલ્યાણકનો દિવસ છે ફાગણ સુદ ત્રીજ અને કેવળજ્ઞાનની તિથિ છે ચૈત્ર સુદ-૩ (મતાંતરે ૧૩). દીક્ષા અને કૈવલ્ય એ બેઉ કલ્યાણકો વીસમા મુનિસુવ્રતસ્વામી તથા ૨૧મા નમિનાથ ભગવાનના વચલા ગાળામાં થયા, જ્યારે વિરાટ આયુના અસંખ્ય વરસો વીતાવી સાવ નિરોગી કાયા સાથે નિર્વાણ કલ્યાણકને છેક આવતી ચોવીશીના સાતમા તીર્થપતિ ઉદયપ્રભુના નિર્વાણ પછી તથા આઠમા તીર્થંકર પેઢાલના જન્મ પૂર્વે સાધશે. જોકે તે તમામ પરમાત્માઓ ઉત્કટ ભોગાવલી કર્મના કારણે ૮૩ લાખ પૂર્વ જેવો કાળ સંસારાવસ્થામાં જ વીતાવી ગયા છે. ફક્ત આયુષ્યના છેલ્લા એક લાખ પૂર્વના વર્તમાનકાળમાં મહાવિદેહની ચોથા આરા જેવી ભૂમિને પાવન કરતા અનેકોને મોક્ષ માર્ગ દેખાડી રહ્યા છે. આગમ અને પ્રકીર્ણક ગ્રંથોમાં તો એવા કથાનકો પણ જોવા મળે છે કે સીમંધર વગેરે ભગવાન પાસે મોડેથી દીક્ષા લેનાર અને અત્યારે તો તે જ ભગવાનની પહેલાં જ આયુપૂર્ણ કરી કેવળી બની મોક્ષે અનેક જીવો પહોંચી ગયા છે, જે ખરેખર વિરલ વાર્તાઓ કહી શકાય. બધાય તીર્થકરો કરતાં સીમંધરસ્વામીની વાર્તાઓ વધુ વિખ્યાત છે, કારણ કે જેનશાસ્ત્રો પ્રમાણે બીજનો ચંદ્રમા જેમાં ચાર શાશ્વતી પ્રતિમાઓ છે, તે ત્રીજના દિવસે ગગનગમન કરતાં સીમંધરસ્વામીની પાસે પહોંચે છે. અને અંદાજિત માપશાસ્ત્ર પ્રમાણે ભરતક્ષેત્રથી ઇશાનદિશા તરફ ૧૯ ક્રોડ, ૩૧ લાખ અને ૫૦ હજાર કિલોમીટર જેવો દીર્ધ પ્રવાસ કર્યા પછી આઠમી વિજયના જંબુદ્વીપમાં મહાવિદેહમાં પરમાત્મા સીમંધર સ્વામીના દર્શન થઈ શકે, જે ભરતક્ષેત્રના માનવીઓ માટે લબ્ધિ વગર પહોંચવું અશક્ય ગણાય છે. છતાંય આહારક કાયા બળે, દેવતાઈ સાનિધ્ય બળે, શાસનદેવીને મોકલીને કે મનોવર્ગણાના પુદ્ગલોના પ્રક્ષેપ દ્વારા તીર્થકરોની સમવસરણ શોભા નીરખવા કે વિકટ પ્રશ્નો પૂછવા જવા-આવવાના પ્રસંગો નોંધાયા છે, જે હકીકતોમાંથી સવિશેષ નિકટતમ ઉપકારી સીમંધરસ્વામી સાથે સંકળાયેલા થોડા ઘણા પ્રસંગો આ લેખમાળામાં જ્ઞાનપીપાસુઓ માટે પીરસાયા છે, જે ખાસ વિહરમાન વીસેય તીર્થકરો વિશેની શ્રદ્ધામાં જબ્બર ઉમેરો કરશે. તેમને સાક્ષી રાખી અત્રેથી જ ભાવારાધના કરવા પ્રેરશે. Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy