________________
ઇતિહાસની કેડી
जा मति पच्छइ संपजह सा मति पहिली होइ ।
मुञ्ज भणइ मुणालवइ विघन न वेठइ कोइ ॥ એ “મુંજ ભણઈ મુણાલવઈ”ની છાપવાળા દૂહાઓ આણંદ કહે પરમાણંદ' વગેરે સાથે કેટલા મળતા આવે છે ? આમ મેરૂતુંગે અનેક સુન્દર પ્રાચીન સુભાષિતો–પછી તે લોકસાહિત્યમાંથી કે તે વખતે અસ્તિત્વમાં હોય પણ અત્યારે ઉપલબ્ધ નહીં એવાં કથાકાવ્યોમાંથી–ઉદ્ધર્યા છે અને એ દૃષ્ટિએ તેની ઉપયોગિતા માત્ર સિદ્ધહૈમકાર હેમચન્દ્ર અને કુમારપાલપ્રતિબોધકાર સમપ્રભાચાર્યથી જ બીજી કક્ષાએ આવે છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ અવતરણોની અતી ઉપયોગિતા છે. પરંતુ અનેક સંશયગ્રસ્ત સંસ્કૃત-પ્રાકૃત પાઠનું આટલી નિપુણતાથી અને વિવેકપૂર્વક ભાષાન્તર કરનાર અનુવાદક આ અવતરણોના ભાષાન્તરમાં અનેક સ્થળે ચૂક્યા છે. બીજે સામાન્ય સુભાષિત કરતાં આની વિશેષતા હોવાથી તે વિષે જરા વિસ્તારપૂર્વક વિવેચન કરવા લલચાઉં છું.
(૧) વિક્રમરાજા એક વાર રાત્રે વીરચર્યામાં ફરતા હતા તે વખતે તેમણે એક ઘાંચીના મોઢામાંથી નીચે પ્રમાણે કાર્ય સાંભળ્યો–
अम्मीणओ सन्देसडओ तारय कन्ह कहिज्ज । ઘણીવાર વાટ જેવા છતાં એનું બીજું ચરણ ન સંભળાયું. પછી રાજા પિતાના મહેલમાં ચાલ્યા ગયા. સવારે તે ઘાંચીને બોલાવીને શોકનું બીજું ચરણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે,
जग दालिद्दिहिं डुब्बिउं बलिबन्धणह मुइज ॥ . આનો અનુવાદ નીચે પ્રમાણે કરવામાં આવ્યો છેઃ “આપણું રાજાને (સંસારસમુદ્રમાંથી) તારનાર કૃષ્ણ કહી શકાય, (પણ) જગત દરિદ્રતામાં ડૂબી ગયું છે તથા બલિ (કરો તથા બીજો અર્થ
s૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org