________________
ઇતિહાસની કેડી
૩. યશશ્ચક
યશશ્ચન્દ્રને લખેલો કેઈ પણ ગ્રન્થ હજી સુધી મળેલો નથી. ૩૧ પણ પ્રબમાં તેમના વિષેના ઉલ્લેખો અનેક વાર આવે છે તે ઉપરથી સમજાય છે કે તેઓ ઘણો વખત હેમચન્દ્રસૂરિની સાથે રહેતા હતા.
પ્રબંધચિન્તામણિમાં બે સ્થળે યશશ્ચન્દ્રમણિ વિષેનો ઉલ્લેખ મળે છે. એક સ્થળે જણાવેલું છે કે, એક વાર દેવતાપૂજનના સમયે હેમચન્દ્ર કુમારપાલના મહેલમાં પહોંચ્યા ત્યારે યશશ્ચંદ્ર તેમની સાથે હતા. ૩૨ બીજે સ્થળે એમ જણાવેલું છે કે આંબડ મહેતાએ ભરૂચમાં પિતાના પિતાના કલ્યાણઅર્થ શકુનિકાવિહાર બંધાવ્યો હતો, તેની ઉપર ધજા ચડાવવાના ઉત્સવ પ્રસંગે નૃત્ય કરતાં મિથ્યાત્વીઓની દેવીના દોષમાં આવી જવાને કારણે મહેતા આખર સ્થિતિએ પહોંચી ગયા હતા, તેનું નિવારણ કરવા માટે હેમચન્દ્ર તથા યશશ્ચન્દ્ર પાટણથી ભરૂચ આવ્યા હતા અને દોષનું નિવારણ કરી પાછી પાટણ ગયા હતા.૩૩ આ ઉપરાંત, પ્રભાચન્દ્રસૂરિના “પ્રભાવચરિત'માં૨૪ તથા જિનમંડનગણિના “કુમારપાલપ્રબંધ”માંપ પણ યશશ્ચન્દ્રનો નામોલ્લેખ મળે છે.
૩૧. મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણના કર્તા શ્રાવક યશશ્ચન્દ્રને શ્રી કનૈયાલાલ મુનશીએ (જુઓ Gujarat and its literature, પૃ. ૪૭) તથા શ્રી રામલાલ મેદીએ (જુઓ “બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી ૧૯૩૦માં તેમનો લેખ “પાટણના ગ્રન્થકારે”) હેમચન્દ્રને શિષ્ય માને છે તે વાસ્તવિક નથી.
કર. પ્રબન્દચિન્તામણિ (ફો. ગૂ. સભાની આવૃત્તિ), પૃ. ૧૩૩: ૩૩. એજન, પૃ. ૧૪૩–૧૪૪. ૩૪. પ્રભાવચરિતઃ હેમચાર્ય પ્રબન્ધ, લોક ૭૩૭.
૩૫. કુમારપાલપ્રબન્ધ, પૃ. ૧૮૮.
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org