________________
ઇતિહાસની કેડી એકલા રામચન્દ્રનાં જ છે. ગૂજરાતના અને ભારતના સંસ્કૃત સાહિત્યમાં રામચન્ટે આપેલો ફાળો જેટલો વિવિધ છે તેટલો સંગીન પણ છે.
રામચન્દ્રના ગ્રન્થ પૈકી નાટયદર્પણ, સત્યહરિશ્ચન્દ્ર, નિર્ભયભીમવ્યાયોગ, કૌમુદીમિત્રાણંદ અને નલવિલાસ પ્રસિદ્ધ થયેલાં છે. સત્યહરિશ્ચન્દ્રનું ૧૯૧૭ ની સાલમાં ઇટાલિયન ભાષામાં ભાષાન્તર થયેલું છે. રામચન્દ્રની સમસ્યા પૂર્તિ
રામચન્દ્રની સમસ્યાપૂર્તિશક્તિ પણ તેમની વિદ્વત્તા જેટલી જ પ્રખર હતી. પ્રાચીન કવિઓને અત્યંત પ્રિય એવા શીઘ્રકવિત્વમાં પણ તેઓ નિષ્ણાત હતા.
તેમના શીઘ્રકવિત્વથી પ્રસન્ન થઈ સિદ્ધરાજે તેમને “કવિકટારમલ'નું બિરૂદ આપ્યું હતું. એ વિષે “પ્રબન્ધચિન્તામણિકાર જણાવે છે કે, એકવાર ગ્રીષ્મ ઋતુમાં સિદ્ધરાજ પિતાના પટાવતો સાથે કીડોઘાનમાં જતો હતો, તે વખતે રામચન્દ્ર સામે મળ્યા. આથી સિદ્ધરાજે કવિને પૂછ્યું–થે ત્રણે વિસાં મુકતરા : (ગ્રીષ્મ ઋતુમાં દિવસ લાંબા કેમ છે? તે જ વખતે કવિએ જવાબ આપ્યો કે—
देव श्रीगिरिदुर्गमल्ल भवतो दिग्जैत्रयात्रोत्सवे धावद्वीरतुरङ्गनिष्ठुरखुरक्षुण्णक्षपामण्डलात् । वातोद्भूतरजोमिलत्सुरसरित्सञ्जातपङ्कस्थली
दूर्वाचुम्बनचञ्चुरा रविहयास्तेनैव वृद्धं दिनम् ॥ અર્થાત્ હે ગિરિદુર્ગને જીતનારા દેવ, આપની દિગ્વિજ્યયાત્રાના મહોત્સવમાં દોડતા ઘોડાઓની કઠોર ખરીઓ વડે જમીન ખોદાઈ જવાથી પવન સાથે જે રજ ઊંચે ચઢી તે આકાશગંગામાં મળી જવાને
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org