________________
પાટણના ગ્રન્થભંડારે આ સ્થિતિમાંથી ભંડારોનો ઉદ્ધાર કરવાનો યશ પ્રવર્તકશ્રી કાતિવિજ્યજી, તેમને પટ્ટશિષ્ય સદ્ગત મુનિશ્રી ચતુરવિજ્યજી તથા પ્રશિષ્ય મુનિશ્રી પુણ્યવિજ્યજીને જ ઘટે છે. તેમણે દરેક ભંડારના ગ્રંથની સવિસ્તર સૂચિઓ તૈયાર કરાવી, અવ્યવસ્થિત પડી રહેતી પ્રતોનું વર્ગીકરણ કર્યું, તાડપત્રની તથા બીજી મહત્વની પ્રતોને લાકડાની પાટીઓ વચ્ચે રાખી મજબૂત બંધનમાં બાંધવાની વ્યવસ્થા કરી, પ્રતિ ઉપર ટકા કાગળનાં પૂઠાં ચડાવી તેના ઉપર પ્રતનાં નામ, નંબર તથા પૃષ્ઠસંખ્યા લખવાની પદ્ધતિ દાખલ કરી. આથી ભંડારનો ઉપયોગ કરવામાં સરળતા વધી અને પ્રતો વ્યવસ્થિત થવાથી તેમજ ભંડારાની વ્યવસ્થા શ્રાવકેના હાથમાં આવવાથી ઘાલમેલનો ભય પણ ઓછો થયો.
પાટણમાંથી ઘણું ગયું છે, છતાં હજી પુષ્કળ ત્યાં બાકી રહ્યું છે. ગયું તેનો શેક કરવાને કંઈ અર્થ નથી; હવે તો એ ભંડારની ભાવી સલામતી અને સદુપયોગના જ વિચાર કરવાના છે. ઍલેક્ઝાન્ડિયા અને પર્સીપાલિસનાં જગપ્રસિદ્ધ પુસ્તકાલયો જ્યારે આજે નામશેષ થયાં છે, ત્યારે પાટણનાં ભંડારે આટઆઠ સદીઓ થયાં કાળના પ્રચંડ પ્રવાહની વચ્ચે ઊભા રહીને, ગમે તેમ તો યે, પિતાનું ગૌરવ જાળવી રહ્યા છે એ પણ કંઈ ઓછું આશ્વાસન છે?
પાટણમાં હૈમ સારસ્વતસત્રની ઊજવણી થઈ તે વખતે પાટણના સર્વ ભંડારોને કેન્દ્રસ્થ કરવાના ઇરાદાથી એક “હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર’ પણ ખુલ્લું મુકાયું છે; અને હમણાં પાટણના લગભગ ચૌદ ભંડારો પૈકી કેટલાકના પુસ્તકસંગ્રહો ત્યાં મૂકવાનો પ્રબંધ પણ થઈ ગયો છે. આપણે ઈચ્છીએ કે પાટણને સમગ્ર ગ્રંથસંગ્રહ ત્યાં કેન્દ્રસ્થ થાય; કેમકે જ્યારે એમ થશે ત્યારે સર્વસાધારણ સંશોધકને પણ પાટણના ભંડારોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org