________________
ઇતિહાસની કેડી
કરતાં યે તેનું રક્ષણ કરનારાઓનેા આપણે વધારે આભાર માનવે જોઇ એ. શ્રદ્દાથી કે અંધશ્રદ્ધાથી કહેા, પુસ્તાને જ્ઞાનદેવતા માની તેમનુ એ લેાકેાએ વ્યવસ્થિત સંગેાપન કર્યું, રાજકીય અંધાધૂંધીના કાળમાં પણ બીજી બધી માલમિલકતને પડતી મૂકી ભડારામાંના ગ્રંથાને જેસલમેર કે ખંભાત જેવાં સુરક્ષિત સ્થાનાએ ખસેડવામાં રેકાયા, અને શાન્તિના કાળમાં પણ, જો કે યંત્રવત્ છતાં ચોક્કસ સભાળ રાખીને વિદ્વાન ચારેાના હસ્તે થતી લૂંટ ઘણે અંશે અટકાવી એ માટે આજની પ્રજા તેમની ખરેખર ઋણી રહેશે.
અને આ ભડારે!માં માત્ર જૈન ગ્રંથા જ રહેતા એમ નહેતું. જેનેાનું પ્રારંભિક સાહિત્ય તે બધું પ્રાકૃતમાં હતું. જૈનેના સંસ્કૃત સાહિત્યની ખીલવણી તા મુકાબલે મેાડી થઇ ગણાય. જે ફાળે જૈનેએ સંસ્કૃતમાં લખવાનેા આરંભ કર્યાં તે કાળે ભારતીય વિદ્યાની અનેક શાખાઓમાં બ્રાહ્મણેા તેમજ બૌદ્ધોએ ખૂબ પ્રગતિ સાધી લીધી હતી. જૈતાને પણ તેમની સાથે સાહિત્યવિષયક સ્પર્ધામાં ઊતરવાનું હતું તથા તેમનાં દતાનું ખંડન કરી જૈન દનનું મંડન કરવાનું હતું, અને એ માટે અનેકદેશીય વિદ્વત્તા તેમણે સંપાદન કરવાની હતી. એટલે જૈન ભડારામાં જૈન ગ્રંથા ઉપરાંત બીજા ધર્માંના પણ પ્રત્યેક વિષયના ગ્રંથા રાખવામાં આવતા. પરિણામે આજે જૈન ભડારામાંથી જૈનેતરેાના પણ વિરલ અને શકવર્તી ગ્રંથા પ્રાપ્ત થાય છે. એમાં યે પાટણ તેા જૈનાની સંસ્કૃત સાહિત્યપ્રવૃત્તિનું સૌથી મોટું કેન્દ્રસ્થાન હતું, એટલે ત્યાં એવા ગ્રંથા વિશેષ પ્રમાણમાં મળે તેમાં કંઈ નવાઇ જેવું નથી.
પણ એ ભંડારામાં જે જૈન સાહિત્ય છે તેની કિંમત એથી ક્રાઇ રીતે ઓછી આંકવાની નથી. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ હિંદુસ્તાનના બીજા પ્રાંતાને મુકાબલે વધુ વ્યવસ્થિત, સિલસિલાબંધ અને સુસંકલિત સ્વરૂપમાં મળે છે, તે એ સાહિત્યની એક શાખા
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org