________________
પાટણના ચભંડારે થયા. વિજેતા સિદ્ધરાજે માળવાનાં સરસ્વતીભવને જોયાં, સાથે ગુજરાતનું જ્ઞાનદારિદ્ય પણ જોયું. ત્રણ લહિયાઓ પાસે સતત ત્રણ વર્ષ સુધી લેખનકાર્ય કરાવીને તેણે રાજકીય પુસ્તકાલયે સ્થાપ્યાં અને હેમચન્દ્રના વ્યાકરણની સેંકડો પ્રતિ લખાવી પરદેશનાં પુસ્તકાલયામાં ભેટ મેલી. સિદ્ધરાજ પછી કુમારપાલે પણ એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા અને રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમ ગ્રંથો લખાવ્યા હતા. ધોળકાના રાજા વીરધવલના સુપ્રસિદ્ધ જૈન મંત્રી વસ્તુપાલે કરડે રૂપિયાના ખર્ચે ત્રણ જ્ઞાનભંડારે સ્થાપ્યાની હકીકત પ્રાચીન ગ્રંથોમાંથી મળી રહે છે. પરંતુ અફસોસની વાત છે કે આ પ્રાચીન પુસ્તકાલયોમાંની એક જ પોથી આજ સુધીમાં મળી છે.*
આવા મેટા પ્રયત્નો બાદ કરીએ તોપણ અનેક ધનિક તેમજ સામાન્ય માણસોએ આંતરિક ઉલ્લાસથી કે કઈ પરલોકવાસી સ્વજનના એય અર્થ, વ્રતના ઉદ્યાપન નિમિત્તે કે કેવળ સાહિત્યરુચિથી, સેકડેથી માંડી માત્ર એક-બે સંખ્યામાં ગ્રંથ લખાવ્યાના અને અધ્યયન માટે દાન આપ્યાના ઉલ્લેખો મળે છે. જ્ઞાનભંડારોની સાહિત્યસમૃદ્ધિ વધારવામાં આવી અ૫સંપન્ન વ્યક્તિઓનો પણ કંઈ જેવોતે હિસ્સો નહિ હોય.
પાટણના ગ્રંથભંડારે પણ આવી ધર્મપ્રેમી વ્યક્તિઓના દાનને પરિણામે વિકાસ પામ્યા હશે, એમ માનવું યોગ્ય છે. પરંતુ ભંડારો જે રાજદિવકમાંથી પસાર થયા છે તે ધ્યાનમાં લેતાં એ સ્થાપનારાઓ
* આ પિોથી તે ઉદયપ્રભસૂરિકૃત “ધર્માભ્યદય” કાવ્યની તાડપત્ર ઉપર લખાએલી પ્રત. એને અંતે શ્રીવાસ્તુપાન અહિ એ ઉલ્લેખ છે. “વસ્તુપાલે લખી” અથવા “વસ્તુપાલે લખાવી” એવા તેના બે અર્થ થઈ શકે. ગમે તેમ, પણ તેને વસ્તુપાલના જ્ઞાનભંડારની માનવામાં વાંધો નથી. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી હાલ એ કાવ્યનું સંપાદન કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org