________________
ઇતિહાસની કેડી હોવાનું ગણવામાં આવતું હતું, પરંતુ બાકીનાઓએ તો એ સંબંધમાં આનંદને અવકાશ હેવાને ખુલ્લા દિલે સ્વીકાર કર્યો છે. પ્રાચીન હિન્દમાં ઘી, દૂધ અને સમૃદ્ધિની બહુલતા હતી અને કેટલાકને જેમ દેશની ગરીબીને અંગે અત્યારે સંતતિનિયમનની અનિવાર્ય અગત્ય જણાય છે એવું તે વખતે લાગતું નહોતું, એટલું જ નહીં પરંતુ નવપરિણીત સ્ત્રીઓને શપુત્રઃ મવના આશીર્વાદો અપાતા. આમ છતાં તે વખતે સંતાનનિરોધ માટેની દવાઓની તે શોધ થઈ હતી જ.
બહદારણ્યક ઉપનિષત્ જેવા પ્રાચીન ઉપનિષમાં એક મન્ન મળે છે–૩થ ગામ જર્મ પતિ તામર્થ નિષ્ઠાથ મુન મુનર્વ सन्धायाभिप्राण्यापान्यादिन्द्रियेण ते रेतसा रेत आदद इतयरेता एव भवति । આ મંત્રનો અક્ષરશઃ અર્થ સમજાતો નથી, પરંતુ ગર્ભાધાનનિરોધ માટેનો આ માત્ર છે એ તો સમજી શકાય છે. એ મન્ત્ર ઉપરના શ્રીશંકરાચાર્યના ભાષ્યમાંથી આ જ વસ્તુ સમજાય છે. આશરે નવમા–દશમા શતકમાં રચાયેલા દિગંબર જૈન તન્નગ્રન્થ “ભૈરવપદ્માવતી કલ્પ'માં પણ ગર્ભાધાનનિરોધ માટેના મન્ના છે, મન્વે આ બુદ્ધિપ્રધાન યુગમાં સાચા મનાવા મુશ્કેલ છે, પરંતુ એટલા પ્રાચીન કાળમાં પણ ગર્ભાધાનનિરોધ પ્રત્યે જનસમાજની વૃત્તિ હતી અને ગર્ભાધાનનિરોધ થતો પણ હશે એ તે આ ઉલ્લેખો પરથી જણાઈ આવશે. કૃત્રિમ સાધનો એ સમયમાં હોવાં અસંભવિત છે, પરંતુ કામશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથમાં ગર્ભાધાનનિરોધ માટેની દવાઓના સંખ્યાબંધ પ્રયોગો આપ્યા છે. “કુચિમારતત્વને કર્તા તેના વધ્યાકરણ” નામે સાતમા પટલમાં આ પ્રયોગોની પ્રસ્તાવના કરતાં લખે છે કે:
न क्लेशो नाऽपि संमोहो न रोगादिभयं क्वचित् । न वा प्रसवदुःखादि न वा हानिविधायकम् ॥ गृहस्थानां सुखकरो योगोऽयमतिदुर्लभ : । कुचिमारेन मुनिना परिकीर्तित : ।।
૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org