SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદનું સંશોધન સંશોધિત કરવામાં આવેલી, પાશ્ચાત્ય જાતીય વિજ્ઞાનનાં તુલનાત્મક ટિપ્પણે સાથેની, આવૃત્તિઓ પ્રકટ કરવાનું કાર્ય ઉપાડી લે અને અંગ્રેજી તેમ જ સંસ્કૃતના સારા જ્ઞાતાઓને આ સંશોધનનું કામ સોંપે તો તે વડે આયુર્વેદની મર્યાદામાં પૂરેપૂરી રીતે કદાચ ન આવવા છતાં તેના અનિવાર્ય રીતે અનુષગી એવા એક પ્રાચીન શાસ્ત્રના ઉદ્ધારનું મહત્ત્વનું કાર્ય થઈ શકશે. (૫) આયુર્વેદ અને સંતતિનિયમન સંતતિનિયમનનો પ્રશ્ન આજકાલ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો છે. સંતાનનિરોધના ઉપાય તરીકે કાં તો પિસરી ઇત્યાદિ પાશ્ચાત્ય સાધને અથવા સંયમનો આદર્શ એ બેમાંથી એક રજુ કરવામાં આવે છે. સંતાનનિધન પાશ્ચાત્ય ઉપાયે સો ટકા ફત્તેહમંદ થતા નથી; તે જ સાથે અનેક કારણોને લીધે કેટલીક વાર તો મજજાતંત્ર પર પણ ખરાબ અસર કરનારા થઈ પડે છે એ જાણીતું છે. બીજી બાજુ સંયમને આદર્શ એ વાસ્તવિક રીતે જોતાં તો કેવળ આદર્શ રહેવાને જ સર્જાયેલો છે. સંતતિનિયમનને જે ઈષ્ટ ગણવામાં આવતું હોય તો પણ આવી પરિસ્થિતિમાં તે માટેના તદ્દન નિર્દોષ ઉપાયની શોધ ઘણાને મુશ્કેલ લાગે છે. આ મથાળામાં મેં આયુર્વેદ સાથે સંતતિનિયમનનું નામ જોયું છે, તેથી કદાચ કોઈને આશ્ચર્ય લાગશે. પરંતુ કહેવાની જરૂર છે કે એક અથવા બીજા કારણોને લીધે મનુષ્યસ્વભાવ લગભગ બધા જ યુગમાં એકસરખો રહ્યો છે અને જે ઉદ્દેશ સાધવા માટે વર્તમાનમાં સંતતિનિયમન કે સંતાનનિધની હિમાયત કરવામાં આવે છે તે જ ઉદ્દેશ લગભગ સાધવા માટે ભૂતકાળના મનુષ્યોને સ્વભાવ પણ આકર્ષાયો હતો. માત્ર આધ્યાત્મિકતાને જ પ્રધાનપદ આપનાર વિચારશ્રેણિમાં સ્ત્રીપુરુષના સંગનો પવિત્ર ઉદ્દેશ કેવળ પ્રજોત્પત્તિને જ ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy