________________
આયુર્વેદનું સંશોધન અત્રે, કામશાસ્ત્રના અન્ય ગ્રંથ અને આયુર્વેદના ગ્રંથને ગોટાળા કરી દેવાની જરૂર નથી. આયુર્વેદે પોતાના વિષયનું સમગ્ર રીતે નિરૂપણ કરતાં તેની મર્યાદામાં આવતા કામશાસ્ત્રના વિષયની ચર્ચા કરી છે, જ્યારે વાત્સ્યાયનાદિનો કામશાસ્ત્ર એજ એક માત્ર વિષય છે. એટલે ચરક, સુશ્રત ઈત્યાદિનું શાસ્ત્ર સમાજ કરતાં દવાનું– સ્વાર્થનું શાસ્ત્ર વધારે અંશે છે, વાત્સ્યાયન વગેરેનું શાસ્ત્ર દવા કરતાં સમાજનું શાસ્ત્ર વધારે અંશે છે.
અન્ય માન્ય શાસ્ત્રની જેમ કામશાસ્ત્રની પરંપરા પણ ઠેઠ સૃષ્ટિના આરંભકાળ સુધી લઈ જવામાં આવે છે. પ્રજાપતિએ સૃષ્ટિની રચના કર્યા પછી ત્રિવર્ગસાધન માટે એક લાખ અધ્યાયવાળું એક શાસ્ત્ર રચ્યું. તેમાંથી કામશાસ્ત્રનો વિષય જુદો પાડીને શંકરના અનુચર નંદીશ્વરે એક હજાર અધ્યાયમાં કામશાસ્ત્રની રચના કરી. અહીં સુધીની પરંપરા વાસ્તવિક અર્થ માં પુરાણકથા જ છે. ત્યાર પછી ખરેખર ઈતિહાસ શરૂ થાય છે. છાન્દીપનિષદના તરવમણિ એ મહામૂત્રના ઉપદેશક, અને વાત્સ્યાયનને ટીકાકાર કહે છે તેમ પરસ્ત્રીગમન અને મદ્યપાનનો પહેલવહેલો નિષેધ કરનાર તથા કામશાસ્ત્રનું સમાજશાસ્ત્રથી અવિરેાધી સ્વરૂપ ઘડનાર મહર્ષિ વેતકેતુએ પ૦૦ અધ્યાયવાળું એક કામશાસ્ત્ર નંદીના કામશાસ્ત્ર પરથી રચ્યું. આ પછી તેમાંનાં જુદાં જુદાં અંગે પર જુદા જુદા પંડિતાએ ગળે લખ્યા હતા એમ વાત્સ્યાયનના ઉલ્લેખો પરથી જણાય છે. વેતકેતુની પછી બાભ્રવ્ય કામશાસ્ત્રની ફરીવાર રચના કરી. બાભ્રવ્યનાં સાત અધિકરણે પૈકી “વૈશિક’–વૈશ્યાઓને લગતા–અધિકરણને સાર લઈ તેની જુદા જ પુસ્તક રૂપે રચના પાટલીપુત્રની વસ્યાઓના કહેવાથી દત્તક નામે પંડિતે કરી; તેમ જ બાકીનાં છે અધિકરણ અનુક્રમે, ચારાયણે સાધારણ, સુવર્ણનાભે સાંપ્રયોગિક, ઘેટકમુખે કન્યાપ્રયુક્ત, ગોર્નદીયે ભાર્યાધિકરણ, ગેણિકાપુત્રે પારદારિક અને કુસુમારે ઔપનિષદિક એ પ્રમાણે રચ્યાં. આ પછી સામાન્ય
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org