________________
આયુર્વેદનું સંશોધન પરંતુ એ પ્રાચીન આયુર્વેદની અર્વાચીન સ્થિતિ સહેજ વિસ્તારથી તપાસવાની જરૂર છે. શલ્ય, શાલાક્ય, કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૂત્ય, અગરતંત્ર, રસાયણતંત્ર અને વાજીકરણતંત્ર એ પ્રમાણે આઠ અંગોમાં આયુર્વેદને વિભક્ત કરવામાં આવ્યો છે, પરંતુ કાયચિકિત્સાનાં કેટલાંક મહત્ત્વનાં અંગે સિવાય બાકીનાં અનેક અંગેના જુદા જુદા વિભાગો પરનું નિષ્ણાતપણું વૈદ્યોના એક મોટા ભાગે ગુમાવી દીધું છે. રસાયણ જેવું અતિમહત્વનું અંગ પણ અજ્ઞાનીએને હાથ જવાથી “જે ખાય રસાણ તે જય મસાણ” જેવી કહેવતો લોકબત્રીસીએ ચડી છે. વૈચરાગ નમતુખ્ય વનરાગસર જેવી ઉકિતઓ જાઈ છે. શવ્યાંગ તો સૈકાઓ થયાં નાશ પામી ગયું છે અને બીજા અંગેની સ્થિતિ પણ કંઈ બહુ સારી નથી. આ બાબતમાં, તાજેતરમાં જ અમદાવાદમાં ભરાયેલ નિખિલ ભારતવર્ષીય આયુર્વેદ મહાસંમેલનના અધ્યક્ષ પં. ગોવર્ધનરામ છાંગાણ ભિષફકેસરીને વિચારે અ ઉતારવા મને પ્રસ્તુત લાગે છેઃ “આપ જાણે છે કે આયુર્વેદ શલ્ય, શાલાય, કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૂત્ય, અગદતંત્ર, રસાયણ અને વાજીકરણ એ આઠ મુખ્ય અંગમાં વિભકત છે. ભગવાન ધન્વન્તરિએ આ સર્વમાં શલ્યાંગને પ્રધાન માન્યું છે, પરંતુ બૌદ્ધ સામ્રાજ્યના સમયથી ભારતમાં તેનો હાસ થતાં થતાં આજે તે નષ્ટપ્રાય થઈ ગયું છે. એ જ પ્રમાણે અન્ય અંગોની દશા પણ જે સાચું કહેવામાં આવે તે કંઈ બહુ સારી નથી. વૈદ્યરાજોનું અભિમાન માત્ર કાયચિકિત્સા ઉપર જ અવલંબિત છે. તે પણ કેવળ મહર્ષિઓની સરળ ચિકિત્સા અને કેટલીક પ્રભાવ બતાવનારી ઔષધિઓને જ પ્રતાપ છે. તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને વિચારે કે શું આપણે એ ફલવતી કાયચિકિત્સાની ઋષિમુનિપ્રણિત પ્રણાલિનું પણ પૂર્ણપણે પાલન કરીએ છીએ? અંતરાતમાં ઉત્તર આપશે કે, ને; કારણ, આપણે એ કાયચિકિત્સાના મહત્ત્વને પણ ધીરે ધીરે ઘટાડી રહ્યા છીએ. સાચું
૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org