________________
ઇતિહાસની કેડી
જે જે વિદ્યાએ લેાકમાં ખૂબ જ માન્ય થયેલી હાય તે વિદ્યા વિષે આવી શ્રુતપરંપરા યેાજાય એ પ્રાચીન હિન્દ જેવા ધર્માં પરાયણ દેશમાં તદ્દન સ્વાભાવિક છે. વેદેશને અથવા આયુર્વેદને અપૌસ્ત્રેય માનવા કે કેમ એ એક જુદી જ વાત છે, પરંતુ આયુર્વેદમાં ન્યાય, સાંપ્ય અને દર્શનશાસ્ત્રનાં વિવિધ તત્ત્વાની જે રીતે ગૂથણી થયેલી છે, માસિક તંત્રનું સંપૂર્ણશે વૈજ્ઞાનિક કહી શકાય એવું જે વિવરણ કરવામાં આવ્યું છે અને આયુર્વેદને ઉદ્દેશ માત્ર શરીરની જ નહીં પરંતુ આત્માની વસ્થતા પણ સાધવાના છે તે જોતાં, શરીરમાયું હતુ ધર્મસાધનમ્ એ પ્રમાણે ધર્મ સાધનને મહત્ત્વ આપનારા દેશમાં તેને આવી ઉચ્ચ પ્રકારની માન્યતા મળે એ કુદરતી જ છે. ચરકે કેવળ આરેાગ્યાથી આત્માના જ નહી, મેક્ષાથી અને ચારિત્ર્યશીલ આત્માના વિચાર પણ કર્યો છે. ન્યાય, સાંપ્ય અને ખીજાં દર્શનના સિદ્ધાન્ત વડે ચરક અને સુશ્રુતે કરેલા માનસતન્ત્રને વિચાર, આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓને માન્ય થઇ શકે એવા છે. માનસતંત્ર અને ભૌતિકવાદની શાસ્ત્રીય વિચારણા આયુર્વેદનાએ જ સૌથી પ્રથમ ચલાવી હતી એમ કહેવામાં વાંધો નથી. શ્રી વ્રજેન્દ્રનાથ સીલે આયુર્વેદના પંચમહાભૂતવાદને આધુનિક પદાર્થવિજ્ઞાનની પરિભાષામાં સમજાવ્યા છે. મદ્રાસ સરકારની આયુર્વેદ સમિતિના અહેવાલમાં કૅપ્ટન જી. શ્રીનિવાસમૂર્તિએ પાશ્ચાત્ય વિજ્ઞાનના છેલ્લામાં છેલ્લા ઉપદેશે સાથે પંચમહાભૂતવાદનું સામ્ય છે એમ બતાવી આપ્યું હતું. આમ જોઇ શકાશે કે આયુર્વેદે ધર્મ અને વિજ્ઞાનને સ્પષ્ટ રીતે વિભક્ત ન બનાવવા છતાં પેાતાની વૈજ્ઞાનિકતા એછે અંશે પણ ગુમાવી નહેતી.
આધુનિક વૈદકવિદ્યાની જુદી જુદી જે શાખાએની થેડા સૈકા થીજ ખીલવણી થયેલી છે, તે લગભગ બધી જ એછે કે વત્તે અંશે આયુર્વેદ જાણનારાએને અવગત હતી, એમ આયુર્વેદીય ગ્રન્થકારે જે પ્રકારે પોતાના ગ્રન્થામાં એ પરત્વે ચર્ચા કરી છે અને કાઇ કા સ્થળે પરસ્પરના મતભેદો પણ બતાવ્યા છે તે ઉપરથી જણાઇ આવે છે.
૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org