________________
પાટણના ગ્રંથભંડાર
ગૂજરાતના એક જાણીતા વિદ્વાને થોડાંક વર્ષ પર લખ્યું હતું કે, ગૂજરાતની લક્ષ્મીની ઉપાસના તો આજે પણ સુપ્રસિદ્ધ છે; પણ ગૂજરાતીઓના પૂર્વજોએ કરેલી લક્ષ્મી તેમજ સરસ્વતી બંનેની ઉપાસના જેવી હોય તો જાઓ પાટણ; જુઓ ત્યાંના જ્ઞાનભંડારે.”
ત્યારે આ વાક્ય લખાયું ત્યારે એ પ્રત્યે જાણકારે સિવાય બીજાઓનું નહિ જેવું જ ધ્યાન ખેંચાયું હશે, પરંતુ બે વરસ પર પાટણ મુકામે શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખપદ નીચે “હૈમસારસ્વત સત્ર” ઉજવાયું ત્યારબાદ ત્યાંના જ્ઞાનભંડારેમાં રહેલા સાહિત્યધન પ્રત્યે ગૂજરાતની સામાન્ય સાહિત્યરસિક જનતાનું પણ ધ્યાન ગયું છે. છતાં, એ જ્ઞાનભંડારનો ઈતિહાસ શું છે, તેમનું મહત્ત્વ શું છે અને તેમાં કયા પ્રકારના ગ્રંથે રહેલા છે એને સ્પષ્ટ ખ્યાલ ઘણા ઓછાને હશે. એવો કંઇક ખ્યાલ આ લેખ દ્વારા આપવાનો પ્રયાસ કર્યો છે.
જ્ઞાનભંડાર એટલે પ્રાચીન પુસ્તકાલયોઃ તાડપત્ર, કાપડ અને કાગળ ઉપર લખાયેલા વિવિધ વિષયને લગતા હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહે. જાહેર માલિકીનાં આવાં પુસ્તકાલયો રાખવાની પ્રથા જૈન સમાજમાં વિશેષ અંશે હતી. ગૂજરાતમાં જે જે ગામમાં જૈનોની વસતિ સારા પ્રમાણમાં છે, ત્યાં ઓછામાં ઓછો આ એક જ્ઞાનભંડાર તે હોવાને જ. પરંતુ પાટણના ભંડારેનું સ્થાન આ સર્વમાં વિશિષ્ટ છે. પાટણ એ મધ્યકાલીન ગૂજરાતનું જેમ રાજકીય તેમ વિદ્યાવિષયક પણ પાટનગર હતું, અને અનેક રાજાઓ, મંત્રીઓ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org