SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય આ જ નિબંધમાં અગાઉ જેનો ઉલ્લેખ કરેલ છે તે શાલિસૂરિનું વિરાટપર્વ” આખું યે શુદ્ધ અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલું છે. એકંદરે પ્રાચીન તથા મધ્યકાલીન ગુજરાતીમાં વૃત્તોનો પ્રયોગ વિપુલ પ્રમાણમાં થતો નહોતો, પરંતુ તે અણછતો પણ નહતો, એ અત્યાર સુધી મળી આવેલાં સાધનો ઉપરથી સ્પષ્ટ થાય છે. ઇન્દોની બાબતમાં પણ એમ જ કહી શકાય. અનેક પ્રાચીન ગુજરાતી કાવ્યો ઇન્દબદ્ધ રચાયેલાં છે તેનો ઉલ્લેખ આગળ આવી ગયો છે. જૈન કવિઓના સાહિત્યમાં છંદબદ્ધ કાવ્યો પુષ્કળ છે. જયશેખરસુરિકૃત પ્રબંધચિન્તામણિ” ઇન્દોના મનોરમ પ્રગનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શ્રીધર વ્યાસકૃત “રણમલ્લ છન્દ ” “કવિત ભાગવત” અને “સપ્તશતી માં પણ ઇન્દોની બુદ્ધિયુક્ત યેજના છે. ભીમકવિનું “સદયવસવીરચરિત્ર” પણ સુન્દર છન્દોમાં છે. નરસિંહ પૂર્વેના સાહિત્યમાં મુકાબલે દેશીઓ કરતાં ઇન્દને પ્રચાર અધિક છે. એ પછી આતે આતે દેશને પ્રચાર વધે છે અને છંદને પ્રચાર ઘટે છે, પણ છંદનો પ્રયોગ કદી પણ વિરલ તે નથી જ બને. દી. કેશવલાલ ધ્રુવ કહે છે તેમ, “પ્રાકૃત પાસેથી વારસામાં મળેલી છંદની છ વધારીને અપભ્રંશે ગૂજરાતીને આપી. એને લીધે ગુજરાતીનું પુરાતન સાહિત્ય છંદમાં રચાયું. સમય જતાં ગૂજરાતીએ નવું સાહસ ખેડી વિવિધ દેશીને લયબંધ ઉપજાવ્યો. ચિરંતન ગૂજરાતી સાહિત્ય એછું ઉપલબ્ધ અને એ છેરું પ્રસિદ્ધ હોવાથી, ગત કાળનું ગૂજરાતી સાહિત્ય તે દેશમાં જ હેય, છંદમાં ન હોય, એવી માન્યતા બાંધનાર પુરુષ અપભ્રંશે આપેલો ઉપઘાત તથા સાતમી એરિએન્ટલ કેન્ફરન્સમાં મારે નિબંધ “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના.” (આ વિષય ઉપરની “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના” એ નામની મેં લખેલી એક સ્વતંત્ર પુસ્તિકા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલ છે. તા. ૨૩-૬-૪૫) ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy