________________
ઇતિહાસની કેડી રચાયેલો છે. આ ઉપરાંત સં. ૧૪૮૪માં ખંભાતમાં શ્રીગેડ જ્ઞાતિના એક બ્રાહ્મણના હાથે લખાયેલ “ઉક્તિયકમ'–કિતકની હાથપ્રત મને મળી હતી.૮૨ તે વખતની ભાષાદ્વારા સંસ્કૃત શીખવવાને તેને ઉદ્દેશ છે.
ચૌદમા અને પંદરમા શતકની ભાષાના નમૂનાઓ તરીકે આ સર્વ ગ્રન્થો ઘણા ઉપયોગી છે અને તત્કાલીન ભાષાના શાસ્ત્રીય અભ્યાસમાં અનેક રીતે મદદગાર થાય છે. છન્દો, વૃત્તો, દેશીઓ વગેરે
પ્રેમાનંદનાં નાટકના કર્તુત્વ વિષે સ્વ. નરસિંહરાવે જ્યારે શંકા ઉઠાવેલી ત્યારે પિતાના પક્ષના સમર્થનમાં તેમણે એવી એક દલીલ રજુ કરેલી કે પ્રેમાનંદના કાળમાં ગૂજરાતમાં અક્ષરમેળ વૃત્તોને પ્રચાર નહતો–બલકે અક્ષરમેળ વૃત્તો અર્વાચીન સાહિત્યના ઊગમકાળ પછી એટલે કે નર્મદાશંકર અને દલપતરામથી લખાવા માંડ્યાં હતાં. ૧૯૦૯માં સ્વ. નરસિંહરાવે ઉપર્યુક્ત નાટકના કર્તુત્વ વિષયે શંકા ઉઠાવી ત્યારે પ્રાચીન ગૂજરાતી સાહિત્યના અભ્યાસની બાબતમાં અલ્પસાધની સ્થિતિ પ્રવર્તતી હતી, નરસિંહનું સમકાલીન સાહિત્ય પણ ઘણું ઓછા પ્રમાણમાં બહાર આવ્યું હતું અને નરસિંહની પૂર્વેના તો ભાગ્યેજ એક અથવા બે ગ્રન્થ ઉપલબ્ધ હતા. પાછળથી જૂની ગુજરાતીનું જે વિપુલ સાહિત્ય બહાર આવ્યું છે તેને પરિણામે સ્વ. નરસિંહરાવનો ઉપર્યુક્ત મત નાપાયાદાર પુરવાર થયો છે. જુની ગૂજરાતીના સંખ્યાબંધ ગ્રન્થમાં અક્ષરમેળ વૃત્તો મળી આવે છે અને એક કરતાં વધારે ગ્રન્થ એવા છે કે જે સળંગ વૃત્તબદ્ધ છે.૮૩
૮૨. આ પ્રતના પરિચય માટે જુઓ “જૂની ગુજરાતીમાં એક ટૂંકી સમાસશિક્ષા” (સાહિત્ય, મે ૧૯૩૨).
૮૩. જુઓ સં. ૧૭૦૬માં સળંગ વૃત્તબદ્ધ રચાયેલ “રૂપસુંદરકથા નિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org