________________
ઇતિહાસની કેડી તે હાલ નથી, એટલું જ નહીં પણ આ અવશેષે કયે સ્થળે હતાં તેની યે કેઈને માહિતી નથી! રાણીની વાવમાં કૂવાને સામે છેડે પથ્થરના સ્તંભો હોવાનું બજૈસે લખ્યું છે, તે પણ હાલ નથી. પાટણ એક રેતાળ પ્રદેશમાં આવેલું છે અને તેની આસપાસ ક્યાં ય પથ્થરની ખાણ નથી, છતાં જે કાળે ગાડાં સિવાય ભારવહનનાં બીજાં કોઈ સાધન નહોતાં ત્યારે પથ્થરોનો આ લગભગ અખૂટ જ અહીં ખેંચી લાવવા માટે જે ધર્મશ્રદ્ધાએ પ્રેરણા આપી હશે અને એની પાછળ જે પ્રચંડ પ્રયત્ન ચાલુ રહ્યો હશે તેની તે કલ્પના જ કરવાની રહે છે.
પાટણના ગત ગૌરવનો એક માત્ર અભગ્ન અવશેષ તે એના હસ્તલિખિત ગ્રન્થભંડારો છે. આ ગ્રન્થભંડારોની પરંપરા તો ઠેઠ વલભીપુર અને શ્રીમાલથી ચાલી આવે છે. માળવાની સારસ્વત-સમૃદ્ધિ ઉપરથી પ્રેરણા લઈ સિદ્ધરાજ અને કુમારપાલે રાજકીય ગ્રન્થભંડારો સ્થાપ્યા હતા અને વસ્તુપાલે પણ કરોડો રૂપિયાનો ખર્ચ ગ્રન્થાલયે સ્થાપ્યાં હોવાની હકીકત મળે છે. વસ્તુપાલના હસ્તાક્ષરોમાં લખાયેલી ઉદયપ્રભસૂરિકૃત ધર્માક્યુદય' કાવ્યની એકમાત્ર તાડપત્રની પ્રત (જે હાલ ખંભાતમાં છે) સિવાય એ ભંડારોમાંનું કઈ પુસ્તક હાલમાં મળતું નથી, છતાં વિક્રમની બારમી શતાબ્દીથી માંડી ઓગણીસમી શતાબ્દી સુધી લખાયેલાં અનેક વિધાનો અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ઇત્યાદિ ભાષાઓનાં હજારો પુસ્તકે પાટણમાં છે. સેંકડો વર્ષોની વિદ્વતપરંપરાની સંચિત કમાણી એમાં ભરી છે.
પણ આવા ગ્રન્થભંડારો પાટણમાં છે એની ખબર પણ પાટણના નાગરિકો પૈકી ઘણા ઓછાને છે. તર્ક, લક્ષણ અને સાહિત્યરૂપી
* આ સંબંધી વિશેષ માટે જ આ સંગ્રહમાંનો “પાટણના ભંડારો” એ લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org