________________
પાટણ વિહાર અને બીજા અનેક મંદિરને કે વિમળશા અને વસ્તુપાલતેજપાલ જેવા કેટયાધીશોના મહેલોને ક્યાંય પત્તો પણ નથી. સિદ્ધરાજને કીર્તિસ્તંભ ઉપરની સહસ્ત્રલિંગ સરોવરપ્રશસ્તિ 'ને માત્ર એક નાને ટુકડે પાટણમાં વીજળકૂવાના મહાદેવના મન્દિરની ભીંતમાં ચણાયેલો મળે છે. વસ્તુપાલના પૂર્વજોનું નામ કતરેલા બે આરસના થાંભલાઓ પાટણમાં કાલિકા માતાના મંદિરના બાંધકામમાં છે તથા વસ્તુપાલનાં સત્કૃત્યની પ્રશસ્તિરૂપે ઉદયપ્રભસૂરિએ લખેલ
સુકૃતકીર્તિકલ્લોલિની' કાવ્યમાં એક શ્લોક કોતરેલી કુંભી ડૉ. પંડ્યા અભ્યાસગૃહના સંગ્રહાલયમાં છે; તે થાંભલા અને કુંભી તેમનાં રહેવાનાં મકાનનાં જ અવશેષો હોવાં જોઈએ. આબુ ઉપર અભુત કલામય મંદિરે બાંધનાર વિમળ કે વસ્તુપાલનાં પિતાનાં મહાલો કંઈ સાધારણ કટિનાં નહીં જ હોય.
પણ સદીઓ સુધી પાટણને પથ્થરની ખાણ તરીકે ઉપયોગ થયો હેય ત્યાં બાકી શું રહે? “મિરાતે અહમદી ન કર્તા લખે છે કે અમદાવાદ તથા બીજા સ્થળોએ બધે જ પથ્થર પાટણમાંથી લાવવામાં આવ્યો હતો. નવા પાટણના કેટ, કાળકામાતાનું વિશાળ મંદિર અને વિક્રમના ઓગણીસમાં સૈકાની બારેટની વાવ જુના પાટણના પથ્થરોથી બંધાયેલ છે. કેટમાં પણ કોતરણીવાળી શિલાઓ અને કલામય મૂર્તિઓ અવળી વળી ચણી લીધેલી છે એ એક ગ્લાનિકારક દશ્ય છે. પાટણમાં બહારનો પથ્થર માત્ર ચાલીસેક વર્ષથી જ આવવો. શરૂ થયો. એટલે એનાં મકાનોમાં પણ મોટે ભાગે જો પથ્થર વપરાય છે. આ પુરાતન અવશેષોના પથ્થર કાઢી જવા માટે દર વર્ષે ઈજારે આપવામાં આવતો, અને ઇજારાપદ્ધતિ બંધ થયા પછી પણ પથ્થરે કાઢી જવાનું તો ચાલુ જ રહ્યું હતું. “મિરાતે અહેમદીના કર્તાએ પાટણની આજુબાજુ માઇલો સુધી પથ્થરના ઢગલા જોયેલા, એમાંનું પણ આજે કંઈ નથી. માત્ર સવાસો વર્ષ ઉપર કર્નલ ટોડે ભવ્ય તોરણ અને નકશીકામવાળા દરવાજા જોયા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org