________________
ઇતિહાસની કેડી સત્તાને પ્રારંભિક દોર ગુજરાતમાં ગાજી રહ્યો. પાટણ એ ગૂજરાતમાં ઈસ્લામી સત્તાનું કેન્દ્ર બન્યું. વિદ્યા અને કલાને રાજ્યાશ્રય મળતો
અટક્યો. જૈનના ઉપાયો અને બ્રાહ્મણ વિદ્વાનોનાં નિવાસસ્થાને સિવાય અન્યત્ર શાસ્ત્રોષ સંભળાતો લગભગ બંધ થયો. વિધર્મી શાસકના પ્રલયંકર ઝનૂનને કારણે પ્રજાજીવનમાં પહેલાં તો જાણે કે એક પ્રકારની ઓટ આવી. પણ આક્રમણની પ્રારંભિક ચોટ સહન કર્યા બાદ સ્થિતિસ્થાપક પ્રજામાનસ પાછું મૂળ દશામાં આવ્યું, અને–કંઈક સંકુચિત અને કેટલેક અંશે ભગૌરવ અવસ્થામાં– પૂર્વવત્ જીવન શરૂ થયું. પ્રજાજીવનને લાગેલો આક્રમણનો ઘા જીરવવામાં પાટણના મહાજનોએ સારે ભાગ ભજવ્યો હતો. અલાઉદ્દીનના ગૂજરાત-વિજય પછી અગિયાર વર્ષ, સં. ૧૭૭૧ માં, પાટણના સંઘવી સમરસિહે અલાઉદ્દીનની અનુમતિ લઈને મુસ્લિમો દ્વારા ખંડિત થયેલાં શત્રુંજય ઉપરનાં જૈન મંદિરોનો–સમરારાસ’ના શબ્દોમાં કહીએ તો હિન્દુઓની હજ’ન-સમુદ્ધાર કરાવ્યો હતો. સમરસિંહ તથા તેના ભાઈ સાલિગે પિતાની અસાધારણ રાજકીય લાગવગ દ્વારા ગૂજરાતનાં સેંકડે દેવાલયોને મુસ્લિમોના હાથે થતા સર્વનાશમાંથી ઉગારી લીધાં હતાં અથવા તેમનો પુનરુદ્ધાર કરાવ્યો હતો તથા સેંકડો પ્રજાજનોને કેદખાનામાંથી મુક્તિ અપાવી હતી.
મુસ્લિમ રાજ્યઅમલના પ્રારંભ બાદ ગુજરાતના જીવનમાં પાટણનું પૂર્વવત સર્વાગીણ મહત્વનું સ્થાન તો ન જ રહ્યું. ઇસવી સનની પંદરમી શતાબ્દીના પ્રારંભમાં અહમદશાહે અમદાવાદ વસાવતાં રાજકીય કેન્દ્ર પણ પાટણથી ખસી અમદાવાદ ગયું, અને પ્રાચીન પાટનગર પાટણ એક રીતે પશ્ચાદ્ભૂમાં સમાઈ ગયું. જો કે જેનોનું એ એક કેન્દ્રસ્થાન હોઈને જૈનોના ધાર્મિક ઈતિહાસમાં પાટણ એક અતિ મહત્વનું સ્થાન મનાયું છે. જૈન આચાર્યોની એ કર્તવ્યભૂમિ બનેલું હોઈ પાટણના સ્થાનિક ઈતિહાસને લગતી અનેક વિપ્રકીર્ણ હકીકતો આપણને જૈન પટ્ટાવલીઓ અને ઐતિહાસિક રાસાઓમાંથી મળે છે. અનેક જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org