________________
પાટણ
જેણે એક દિવસમાં આખો પ્રબન્ધ રચ્યો હતો તથા સિદ્ધરાજે જેને પિતાના બંધુ તરીકે સ્વીકાર્યો હતો” “(વનપર્સમાઝવધ : પ્રસિદ્ધરોગપ્રતિવઃ | શ્રીપાનામાં વિશ્વવત...) તે પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ, શ્રીપાલને પુત્ર સિદ્ધપાલ તથા પૌત્ર વિજ્યપાલ, “ધારાવંસીન કર્તા ગણપતિ વ્યાસ, “વાટાલંકાર'ને કર્તા વોભટ, “કીર્તિકૌમુદી' ઇત્યાદિનો કર્તા સોમેશ્વર, “દૂતાંગદ’ને કર્તા સુભટ, તથા હરિહર, નાના પંડિત, અરિસિંહ, અમરચન્દ્ર વગેરે તે પાટણમાં થઈ ગયેલા સેંકડે સંસ્કૃત ગ્રન્થકારો પૈકી માત્ર થોડા જ નામો છે. વસ્તુપાલ પોતે પણ એક ઉચ્ચ કેટિનો કવિ હતા. તેણે
નરનારાયણનંદ' નામે એક મહાકાવ્ય રચ્યું છે અને તેની પદ્યરચનાઓ અનેક સંસ્કૃત સુભાષિત સંગ્રહોમાં લેવાયેલી છે. ઉપર્યુક્ત લેખકોમાંના કેટલાયે વણિકે હતા એ વસ્તુ વળી સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખાસ નોંધ માગી લે એવી છે.
એ કાળનું પાટણ તત્કાલીન ભારતવર્ષનું સમૃદ્ધતમ નગર હતું એમાં શંકા નથી. પ્રબ અને સમકાલીન કાવ્યનાં વર્ણનોને અતિશયોક્તિ ગણીએ તો પણ સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં પાટણ વિષેની જે ભાવનાઓ કુરાયમાણ થાય છે એ જોતાં એ નગરની જનસંકીર્ણતા, વ્યાપારઉદ્યોગ, સમૃદ્ધિ અને સંસ્કાર વિષે કાંઈ શંકા રહેતી નથી. પરદેશી મુસાફરોનાં વર્ણન પણ એ હકીકતની શાખ પૂરે છે. મૌર્યયુગની જેમ એ કાળમાં વસતિગણતરીની પ્રથા નહોતી, એટલે પાટણને સ્થળે સ્થળે કેવળ “નરસમુદ્ર” તરીકે વર્ણવેલું છે. પાટણની અમાપ જનસંખ્યા અને પાટણ ધનપતિઓના અઢળક વૈભવને લગતી અનેક કિંવદન્તીએ પણ પ્રચલિત છે, જે અક્ષરશઃ સત્ય ન માનીએ તો પણ વાસ્તવ પરિસ્થિતિ ઉપર કેટલેક અંશે પ્રકાશ પાડનારી તો છે જ.
સં. ૧૯૬૦ માં પાટણના છેલ્લા વાઘેલા રાજા કર્ણને અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલફખાનના હાથે પરાજય થયો અને મુસ્લિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org