________________
કામદેવની મૂળ कृशतनुधनुर्वल्ली लीलाकटाक्षशरावली ।
मनसिजमहावीरस्योर्जयन्ति जगजित :॥ આજ લોકેની છાયા પકડીને, સોળમા સૈકામાં ગૂજરાતી ભાષામાં “બિલ્ડણપંચાશિકા'નો અનુવાદ કરનાર જ્ઞાનાચાર્યો નીચે પ્રમાણે મદનની સ્તુતિ કરી છે –
મકરધ્વજ મહીપતિ વર્ણવું, જેહનું રૂપ અવનિ અભિનવું; કુસુમબાણિ કરિ કુંજરિ ચડદ, જાસ પ્રયાણ ધરા ધડહડઇ, કેદંડ કામિની તણું ટંકાર આગલિ અલિ ઝાઝા ઝંકાર, પાલિ કેઇલિ કલરવિ કરઈ, નિર્મલ સેત છત્ર સિર ધરઇ, માધવ માસ સહઇ સામંત, જાસ તણુઈ જલનિધિસુત મંત, દૂતપણÉ મલયાનિલ કરઈ, સુરનરપન્નગ આણ આચરઈ, તાસ તણું પય હું અણુસરી, સતી સામિણ હિયડઈ ધરી, પહિલું કદ્રપ કરીએ પ્રણામ, ગિઉ ગ્રંથ રચિસ અભિરામ.”
આવા જગવિજ્યા દ્ધાને નમૂછિયો બનાવવાનું મધ્યકાલીન કલ્પનાને ન રૂચે એ સમજી શકાય એવી વાત છે.
આમ છતાં દક્ષિણ હિન્દુસ્તાનની જે ચાર મૂર્તિઓનો આગળ ઉલ્લેખ કર્યો છે તે પૈકી બેમાં મદનને મૂછો નથી, જ્યારે ચોથી મૂર્તિમાં તથા પ્રસ્તુત ચિત્રમાં તે છે—એ હકીકતની આપણે અવગણના કરી શકીએ તેમ નથી. એ બતાવે છે કે પ્રાચીન કાળમાં એક સાથે શિલ્પશાસ્ત્રીની બે પરિપાટીઓ પ્રચલિત હોવી જોઈએ, જેમાંની એક ઉચ્ચ પાત્રને મૂછોવાળાં બનાવતી, જ્યારે બીજી તેમ ન કરતી.
પ્રાચીન હિન્દી કલામાં કલાકારને આધુનિક કલાકાર જેટલું વ્યક્તિ સ્વાતંત્ર્ય નથી. હિન્દી કલા વાસ્તવવાદી Realistic નથી, પણ ભાવનાવાદી Idealistic છે. કલાકારે શાસ્ત્રસ્થાપિત ભાવનાઓનું જ નિરૂપણ કરવાનું હોય છે–પછી એ નિરૂપણમાં જેટલી રમણીયતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org