________________
ઇતિહાસની કેડી અજંતાની ચિત્રકળા એ હિન્દી ચિત્રકળાના સૌથી પ્રાચીન નમૂનાઓ પૈકીની છે. એનો સમય ઈસવી સનની પાંચમી સદીથી આઠમી સદી સુધીનો મુકાય છે. એમાં મુખ્યત્વે ભગવાન બુદ્ધના જીવનપ્રસંગોને અથવા જાતકકથાઓને રંગરેખાંકિત કરવામાં આવેલ છે. એ ચિત્રમાં સામાન્ય રીતે દેવી અને ઉચ્ચ માનવ પાત્રો-જેવાં કે રાજાઓ, બૌદ્ધ ભિક્ષુઓ વગેરે–ને દાઢીમૂછ વગરનાં બતાવવામાં આવેલાં છે; રાક્ષસો અને દૈત્યોને સામાન્યતઃ તથા યક્ષોને કવચિત્ મૂછોવાળા ચીતરેલા છે; ઋષિમુનિઓને દાઢીવાળા જ ચીતરેલા છે. માનવામાં હલકા લોકે જેવા કે વિદૂષકે, પરિચારકો અને ગામડિયાઓને અજંતાનાં ચિત્રોમાં મૂછોવાળા બનાવેલા છે.
આ તો પ્રાચીન ચિત્રકળાની રૂઢિ પરત્વેની એક સામાન્ય વાત થઈ. પણ તપોમગ્ન બુદ્ધને ચલાયમાન કરવા મથન કરતા મારનું જે ચિત્ર અજંતામાં છે, તે આપણને આ લેખના મુદ્દાને નિર્ણય કરવામાં કંઇક સહાય કરે તેમ છે. માર એટલે બૌદ્ધ પુરાણકથાને કામદેવ. ઋષિમુનિઓ અને તપોનિક આત્માઓને કર્તવ્યભ્રષ્ટ બનાવવા એ તેનું કાર્ય પ્રસ્તુત ચિત્રમાં મારને તેના આખા પરિવાર સાથે બતાવેલો છે. મારા પોતાના હાથમાં ભાલે છે તથા તેને દાઢી અને મૂછ બન્ને છે, તેના પરિવારમાં પણ એક દાઢીધારી પુરુષ એવી જ રીતે ભાલો લઈને ઊભો છે. જો કે અજંતાના મારમાં કામદેવની રમણીયતા કરતાં દૈત્યની ભયંકરતા વધુ દેખાય છે.
ઉચ્ચ પાત્રોને સામાન્યતઃ મૂછોવાળાં ન બતાવવાની રીતિ ક્યાં સુધી ચાલુ રહી હશે તે કંઈ કહી શકાય નહીં. અહીં જે અનુમાન છે તે તે અજંતાનાં ચિત્રો ઉપરથી જ છે, અને અજંતાનાં ચિત્રો મુખ્યત્વે બૌદ્ધ પુરાણકથાને રજૂ કરનારાં હોવાને કારણે પૌરાણિક દેને એમાં સ્થાન નથી. પરંતું પૌરાણિક દેવો પૈકી પણ બ્રહ્મા, ચમ, વિષ્ણમૂર્તિના કેટલાક પ્રકારને અને બીજા કેટલાકને મધ્યકાલીન
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org