________________
ઈતિહાસની કેડી ભારતીય કલાનો ઉદ્દેશ વ્યક્તિગત સૌન્દર્ય બતાવવા કરતાં વિશ્વવ્યાપી આત્માનાં વિવિધ સ્વરૂપોનું દર્શન કરાવવાને વિશેષ અંશે છે, તે આપણે આ લેખના આરંભમાં જોઈ ગયા. વિશ્વવ્યાપી આત્માનાં વિવિધ સ્વરૂપનું દર્શન લોકલીલા દર્શાવવાથી–જગતના સર્વ વ્યાપારનું નિરૂપણ કરવાથી થઈ શકે. આવું નિરૂપણ કરવાનું સ્પષ્ટ વિધાન શિલ્પશાસ્ત્રના ગ્રન્થોમાં છે.
વિષ્ણુધર્મોત્તર પુરાણનો તૃતીય ખંડ એ શિલ્પશાસ્ત્ર અને ચિત્રકલાના પ્રાપ્ય ગ્રન્થ પૈકી સૌથી પ્રાચીન છે.૧૩ એના જે અધ્યાયમાં ચિત્રકલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે “ચિત્રસૂત્ર'ના નામથી ઓળખાય છે. વિષ્ણુધર્મોત્તરના ત્રીજા ખંડના ૪૩ મા અધ્યાયમાં ચિત્રની અંદર દેવ, નૃપ, ઋષિ, ગાન્ધર્વ, દૈત્ય, દાનવાદિનાં ચિત્ર દોરવાનું વિધાન કરતાં પુરાણકાર લખે છે –
नानासत्वमखा : कार्या देवतानां तथा गणा: । नानावेशा महाराज नानायुधधरास्तथा ॥ नानाक्रीडाप्रसक्ताश्च . नानाकर्मकरास्तथा ।
एकरूपास्तु कर्तव्या वैष्णवानान्तथा गणा : ॥ ૧૩. વિષ્ણુધર્મોત્તર પુરાણુ એ વિષ્ણુપુરાણના પરિશિષ્ટ રૂપે છે. તેને સમય વહેલામાં વહેલો ઇસવી સનની પાંચમી સદી સુધી લઈ જઈ શકાય. પરંતુ એમાંનું ચિત્રસૂત્ર'ઈસવી સનની સાતમી સદીમાં—અજન્તાની ચિત્રકલાના કાળમાં જ રચાયું હોવાનું પ્રસ્તુત તૃતીય ખંડનાં અંગ્રેજી અનુવાદક મીસ સ્ટેલા કામરીશ માને છે (Vishnudharmottara, Part III Translation : Introduction, pp. 4). ચિત્રસૂત્રના કેટલાક ભાગને ગૂજરાતી અનુવાદ ગત “પુરાતત્ત્વ” નૈમાસિકના ચોથા પુસ્તકમાં શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ તથા શ્રી રામનારાયણ પાઠકે આયે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org