SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૮પ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ - વિવેચક, વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સંનિકર્ષ', “સંકલ્પના', “અન્વીક્ષા', “પૂર્વાપર' વગેરે એમના પ્રખ્યાત વિવેચનસંગ્રહો છે. એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રનો અનુવાદ એમણે આપ્યો છે. સર્જકો અને સર્જનો વિશે એમની સ્વાધ્યાય શ્રેણીમાં ‘રમણભાઈ નીલકંઠ', કાન્ત’ તથા “સુદામાચરિત્ર', “કુંવરબાઈનું મામેરું' નોંધપાત્ર છે. ‘કિમપિ' કાવ્યસંગ્રહ અને “અજાણ્યું સ્ટેશન’ વાર્તાસંગ્રહ એમનું મૌલિક સર્જન છે. દૈનિકોમાં એમની અનેક કલમો આવતી, જેમાં મુંબઈ સમાચારમાં આવતી “ચલ મન વાટે ઘાટે જાણીતી છે. “ભૂમિકા' અને 'કિમપિ' સામાયિકોના તંત્રી તરીકે એમણે કાર્ય કર્યું છે. બ્લડ કેન્સરથી અસરગ્રસ્ત આ કવિની કવિતામાં પીડા આમ પ્રગટે છે-“મારી શિરાઓમાં અસંખ્ય ટ્વેત અથ્વો, ખરી પછાડતા હણહણતા રણે ચડ્યા છે.” ૩૧મી જુલાઇએ એમણે દુનિયામાંથી વિદાય લીધી પણ ૧લી ઓગસ્ટનો “મુંબઈ સમાચાર'નો હપ્તો સમયસર પહોંચાડ્યો આવા કર્મવીર સાહિત્યકાર એક યોદ્ધા તરીકે પ્રેરક બની રહ્યા છે. અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ લાભશંકર ઠાકર - આધુનિક કવિતાના પ્રથમ પંક્તિના ઉપાસક તરીકે લાભશંકર ઠાકર ખાસ ઉલ્લેખનીય છે. સ્વકીય પ્રતિભાનો આગવો મિજાજ તેમની આધુનિક કવિતામાં અનુભવાયો છે. પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી રમ્યઘોષા'માં કવિનું પરંપરામાંથી આધુનિકતા તરફ થતું અભિસરણ જોવા મળે છે. તાજગીભર્યા પ્રકૃતિચિત્રોના આ સંગ્રહમાં છંદના વિશેષ પ્રયોગો ધ્યાનાકર્ષક છે. “માણસની વાત'-દીર્ઘ ઊર્મિકાવ્ય છે. આ નખશીખ આધુનિક કાવ્યમાં યંત્રયુગના માનવની અનુભૂતિને કવિએ વાચા આપી છે. અનુભૂતિ અને અભિવ્યક્તિનો ઉત્તરોત્તર વિકાસ તેમના વિવિધ કાવ્યસંગ્રહોમાં દેખાય છે. તેમણે નાટયક્ષેત્રે પણ વિવિધ પ્રયોગો કર્યા છે. એબ્સર્ડ શૈલીમાં સુભાષ શાહ સાથે લખેલ “એક ઉંદર અને જદુનાથ' નાટકે સારો યશ અપાવ્યો. એ ઉપરાંત “મરી જવાની મજા', “વૃક્ષ' નોંધપાત્ર છે. નવલકથા ક્ષેત્રે પણ “અકસ્માત', “કોણ?' એ મહત્ત્વનું પ્રદાન છે છતાં તેમની સર્જકતાનો ઉન્મેષ કવિતામાં જ જોવા મળે છે. લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી - આધુનિક નવલકથાકાર તરીકે માતબર સિદ્ધિ મેળવનાર રઘુવીર ચૌધરીની સર્જનશીલતા નવલિકા, નાટક અને કવિતામાં પણ મહોરી છે. આધુનિક સંવેદનાનિરૂપણ, પાત્રની આંતરચેતના અને સૂક્ષ્મ ઘટનાઓમાંથી ઝરતો કથારસ તેમની નવલકથાનાં રસમય આકર્ષણો છે. ‘અમૃતા”, “ઉપરવાસ', ‘સહવાસ’ અને ‘અંતરવાસ' તેમની ઉત્તમ કૃતિઓ છે. એમની નવલકથાઓમાં ચિંતન સવિશેષ અનુભવાય છે. અમૃતા' જેવી નવલકથામાં ચિંતનને કલાત્મકતાથી ગૂંથવાનું મુશ્કેલ કામ તેમણે સફળતાથી પાર પાડ્યું છે. અસ્તિત્વવાદીસાહિત્યમાં નિરૂપાતી નાસ્તિકતા અને હતાશાને બદલે માનવમૂલ્યોમાં આસ્થા અને સંવાદ તેમના સાહિત્યસર્જનનો હેતુ છે. વ્યક્ત-અવ્યક્તની સીમારેખા પર સંવાદોને ચલાવવાની સારી સિદ્ધિ એમણે નવલિકામાં દાખવી છે. તેઓ પ્રગતિશીલ વિવેચનકાર ગણાય છે. વિવેચનકાર તરીકે રાધેશ્યામ શર્માના સહયોગમાં “ગુજરાતી નવલકથા'નો આલેખ તેમણે તૈયાર કર્યો છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યઅકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. રઘુવીર ચૌધરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy