________________
પ્રતિભાઓ
ગીતા પરીખ ગુજરાતી સ્ત્રીકવિઓમાં તેમનું કામ અને નામ પ્રશસ્ય છે. ગૃહમાધુર્યને અસરકારક રીતે અભિવ્યક્ત કરનાર કવયિત્રીનો આગવો અવાજ ગીતાબહેનની કવિતામાં સંભળાય છે. આઠ વર્ષની ઉંમરે તેમણે ‘પ્રભાત’ વિષે કાવ્ય લખ્યું. તેમણે લખેલાં નવસો જેટલાં કાવ્યોમાંથી સો કાવ્યોનો સંગ્રહ ‘પૂર્વી’ ૧૯૬૬માં પ્રગટ થયો. શ્રી સુંદરમે તેમની 'નિર્મળ, સ્વરછ અને નિરામય' રચનાઓની પ્રશંસા કરી હતી. આ સંગ્રહને ગુજરાત સરકારનું પારિતોષિક તથા ગુજરાતસાહિત્ય સભા દ્વારા સ્ત્રીલેખિકાઓનાં પુસ્તકોમાં શ્રેષ્ઠ ગણી પારિતોષિક અપાયું હતું. તેમનો બીજો કાવ્યસંગ્રહ 'ભીનાશ' પ્રગટ થયો છે, જેમાં પ્રકૃતિપ્રેમ, ગૃહજીવન, પ્રાર્થના-ભક્તિના કાવ્યો મૂકેલાં છે. આ ઉપરાંત વિમલા ઠાકરનાં કાવ્યોનો પદ્યાનુવાદ
“નવો પલટો તેમણે કર્યો છે. નવ્ય-પંદિતા' એ એમનો ડોક્ટરેટ માટેનો મહાનિબંધ હતો, જેમાં ૧૮૫૦થી ૧૯૮૨ની કવયિત્રીઓ પર સંશોધનપૂર્વકનું આલેખન છે.
-
હરીન્દ્ર દવે
Jain Education International
ગીતા પરીખ
હરીન્દ્ર જયંતીલાલ દવે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા' જેવાં ગીત અને ‘હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો' જેવી ગઝલની અમર પંક્તિઓ દ્વારા યાદ રહી ગયેલા કવિ, નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર હરીન્દ્રભાઈ દવે પહેલાં ‘આસવ' અને તે પછી 'મૌન', 'સમય', 'સૂર્યોપનિષદ્' અને 'હયાતી' જેવા કાવ્યસંગ્રહો આપનાર કવિને તેમની સાહિત્યસેવાઓને ધ્યાનમાં લઈ રણજિતરામ સૂવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક અને કબીરસન્માન પ્રાપ્ત થયું હતું. ‘માધવ કયાંય નથી' નવલકથામાં પૌરાણિક સાહિત્યમાંથી કૃષ્ણના ચરિત્રને મૌલિક રીતે પ્રગટાવ્યું છે. 'અગનપંખી', 'પળનાં પ્રતિબિંબ' અને 'અનાગત' જેવી તેમની નવલકથાઓ ખૂબ જાણીતી કૃતિઓ છે. એમની નવલકથાઓમાં વર્તમાનયુગના સ્ત્રી-પુરુષોની સમસ્યાઓનું સંવેદનશીલ આવેખન જોવા મળે છે. તેમણે ‘જન્મભૂમિ-પ્રવાસી’માં તંત્રી તરીકે સેવાઓ આપી હતી. "ના, ના, નહીં આવું, મેળે નહીં આવું", " રૂપલે મઢી છે સારી રાત રે, સજન” જેવાં તેમનાં સરસ ગીતો સુમધુર સંગીતમાં મઢાઈને લોકપ્રિય બન્યાં છે.
-
ચન્દ્રકાંત બક્ષી - શ્રી ચંદ્રકાન્ત બક્ષી નવલક્થાક્ષેત્રે આધુનિકતાના અગ્રણી બની રહ્યા છે. અસ્તિત્વવાદી વિચારશ્રેણીને ઘટના અને પાત્રની ક્રિયામાં મૂર્ત કરવામાં શ્રી બક્ષીને સારી સફળતા મળી છે. સુમન શાહ તેમને ઘટનાનો બેતાજ બાદશાહ' કહીને નવાજે છે. 'આકાર', 'એક અને એક', 'પેરેલિસિસ' તેમની જાણીતી કૃતિઓ છે. શ્રી બક્ષીએ નવલિકા-લેખન પણ કર્યું છે. યંત્ર-સંસ્કૃતિને કારણે ઊપસી આવેલી નગરસંસ્કૃતિનું ચિત્રણ એમની નવલિકાઓમાં છે. 'જ્યુચિકા' નામનું એક ત્રિઅંકી નાટક તેમણે આપ્યું છે. એમની ભાષાની લાક્ષણિકતા જાણવા જેવી છે. એમાં તેઓ જાણી બૂઝીને ઉર્દૂ શબ્દો વાપરે છે. પરિણામે એમની ભાષા ગુજરાતી મટીને બક્ષીની પોતીકી થઈ જાય છે. શ્રી બક્ષી સારા ગજાવાળા લેખક અવશ્ય છે. સામાયિકો અને સાપ્તાહિકોમાં એક વિશિષ્ટ અને સંશોધક કટારલેખક તરીકે તેઓ પ્રચલિત છે.
૮૩
For Private & Personal Use Only
ચન્દ્રકાંત બક્ષી
www.jainelibrary.org