SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ GO અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ‘ઘાયલ’ - કલાપી, બાલાશંકર અને શયદાએ વાવેલો ગઝલનો છોડ “ઘાયલ'માં વટવૃક્ષ થઈ મહોરે છે. મિલન, જુદાઈ, સાકી, શમા, પરવાના જેવા ગઝલના પ્રતીકોને તેઓએ કાબેલિયતથી ગઝલમાં પ્રયોજ્યા છે. પ્રણયનું ઘંટાયેલું દર્દ તેમની ગઝલોમાંથી નીતરે છે. ગઝલના આંતર-બાહ્ય સૌંદર્યની સાથે ભક્તિનો શરાબી રંગ પણ તેમની ગઝલોની આરપાર ઊતરી ગયેલો દેખાય છે. આધ્યાત્મિકભાવની મસ્તી એ એમની ગઝલનું વિશેષ પાસું છે. ‘ઘાયલ’ મુશાયરા અને મહેફિલનો રંગ બરાબર જમાવી શકતા હતા. શ્રોતાઓને ગઝલના રંગે રંગીને ડોલાવી જાણતા હતા. શાચર કહે છે. હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો, “ઘાયલ' એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.”- “શૂળ અને શમણાં', “રંગ’, ‘રૂપ', “ઝાંય’, ‘અગ્નિ', “ગઝલ નામ સુખ’ ગઝલસંગ્રહો તેમની ચિરંજીવ કૃતિઓ છે. ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રેમાનંદ સાહિત્યસભા તરફથી એવોર્ડ અને રણજિતરામ સુવર્ણચંદ્રક તેઓ પામ્યા છે અમૃતલાલ ભટ્ટ “ઘાયલ” ઈશ્વર મોતીભાઈ પટેલ ‘પેટલીકર' - સમાજ અને જીવનમાંથી જડેલી સત્યઘટનાઓ ઉપર ઊભી કરાયેલી સાહિત્યસૃષ્ટિ એ એમની કૃતિઓનું મહત્ત્વનું અંગ છે. “મારી હૈયાસગડી” જેવી નવલકથા કે "લોહીની સગાઈ” જેવી ટૂંકી વાર્તાની રસિકતાભરી રજૂઆત એમના સબળ સાહિત્યસર્જનના નમૂના છે. ગુજરાત એમને સમર્થ નવલકથાકાર અને નવલિકાકાર તરીકે ખાસ ઓળખે છે. “જન્મટીપ' નવલકથાને જાણીતા સાહિત્યકારોએ ઉમળકાભેર આવકાર આપ્યો, ત્યાર પછી નવલકથાઆલેખનની આખીચે સૃષ્ટિ એમના માટે ખુલ્લી બની ગઈ. “ભવસાગર' અને “ચણાનુબંધ' તેમની ઉત્તમ નવલકથાઓ છે. જીવંત અને વાસ્તવિક ગ્રામસમાજ તેમની કૃતિઓમાં ઊપસે છે. ‘કાશીનું કરવત', “અકળલીલા’ અને ‘દુઃખનાં પોટલાં'માં ગામડું આબેહૂબ ઝિલાયું છે. પત્રકાર તરીકે ઈશ્વર પેટલીકરે સમકાલીન જીવનના સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવાહોનું વિશ્લેષણ કરતા ચિંતનાત્મક લેખો પણ લખ્યા છે. તેઓ સદાજાગૃત અને લોકહિતચિંતક પત્રકાર હતા. ઈશ્વર મોતીભાઈ પટેલ “પેટલીકર બાલમુકુન્દ દવે - જ...ઓર ગાણામાં હોય શું ગાવું? ગીત ગાવું તો પ્રીતનું ગાવું.” જેવા ઉદ્ગારો એમના કવિ-વ્યક્તિત્વનો સરસ ચિતાર આપે છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ તથા માનવપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ઉલ્લાસભરી અભિવ્યક્તિના સર્જક એટલે શ્રી બાલમુકુન્દ દવે. તળપદી ભાષાસમૃદ્ધિ અને લચછટાઓ તેમનાં ભાવસમૃદ્ધ ગીતોમાં મહોરી ઊઠે છે. ‘બંદા અને રાણી' જેવુ પ્રેમગીત તથા “મોગરો', “ચાંદની', “શ્રાવણ નીતર્યો’, ‘નદીકાંઠે સૂર્યાસ્ત' જેવાં પ્રકૃતિકાવ્યોમાં કવિની ચિત્રાત્મકવર્ણનશક્તિ અને કલ્પનાશક્તિ ખીલી ઊઠે છે. 'હરિનો હંસલો' જેવા ગીતમાં ગાંધીહત્યાને તેમણે પૂરી ચિન્તનાત્મકતાથી રજૂ કરી છે. કાવ્યોમાં વિષાદ પણ તેમણે ભારે કલાપૂર્વક સંયમિત અને હૃદયસ્પર્શી બનાવ્યો. છે. આમ કાવ્યોમાં વિષયવૈવિધ્યની જેમ પ્રકારવિષ્ય - સેનેટ, મુક્તક, ઉધ્ધોધન, ભજન આદિ પણ તેમની કલમ માટે સહજ છે. પરિક્રમા’ અને ‘કુંતલ' કાવ્યસંગ્રહોમાં તેમની લગભગ તમામ કવિતા આવી જાય છે. “સોનચંપો', “અલ્લકદલ્લક' અને ‘ઝરમરિયાં' જેવા બાળકાવ્યસંગ્રહો તેમને ઉત્તમ બાળકવિ બનાવે છે. બાલમુકુન્દ દવે dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy