SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ પથપ્રદર્શક જ્યોતીન્દ્ર હ. દવે - 'હાસ્ય સમ્રાટ' તરીકે આજે પણ જ્યોતીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં અનન્ય સ્થાન ભોગવી રહ્યા છે. ગાંધીયુગમાં કટાક્ષથી મુક્ત, નિર્દેશ અને નિર્દોષ હાસ્યરસના સાહિત્યસર્જનમાં તેઓ સર્વોપરી છે. તેમના સાહિત્યવિનોદમાં સ્થૂળતા અને અતિશયોક્તિથી પર સૂક્ષ્મ બૌદ્ધિક સ્પર્શ જોવા મળે છે. રોજિંદા જીવનમાંથી તેમણે હાસ્ય સારવેલું છે. છત્રી જેવી જડ વસ્તુથી માંડીને જીભ જેવી અતિ ચેતનવંતી વસ્તુમાંથી હાસ્યની નિપત્તિ કરીને વિપુલ સાહિત્ય તેમણે સર્યું છે. પોતાના ભોગે પણ તેઓ વિશુદ્ધ અહિંસક વિનોદ સર્જી શકે છે. “રંગતરંગ'-૧થી ૬, રેતીની રોટલી', “જ્યોતીન્દ્ર તરંગ' વગેરે તેમની મુખ્ય કૃતિઓ છે. હાસ્ય સાથે માર્મિક વિચાર કે ફિલસૂફીનો વિનિયોગ તેઓ આસાનીથી કરી જાણે છે. “અમે બધાં' (ધનસુખલાલ મહેતા સાથે) હાસ્ય-નવલકથા પણ તેમણે આપી છે. “લગ્નનો ઉમેદવાર' અને પીડાગ્રસ્ત પ્રોફેસર' જેવાં તેમના નાટકો રંગભૂમિ પર ભજવાયાં છે. જ્યોતીન્દ્ર હ. દવે મામલા * દુલા ભાયા કાગ - ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ વહેતાં રાખનાર કવિ દુલા ભાયા કાગ. પોતાની મૌલિકવાણીમાં “કાગવાણી'ના આઠ ભાગની ભેટ આપનાર કવિશ્રીનો ભારત સરકારે ઇ.સ.૧૯૬૫માં પદ્મશ્રી ઇલકાબા આપીને યથાર્થ બહુમાન કર્યું. તેઓ માનતા કે કવિતા વધારે સરળ બને, સામાન્ય લોકો સમજી શકે, ગાઈ શકે અને લોકોને ઉપયોગી થાય તે મહત્ત્વનું છે. આ કાર્ય તેમણે પોતે સુંદર રીતે પાર પાડ્યું. રામાયણ અને મહાભારતમાંથી લોકોપયોગી ભાવોને સરળ શબ્દોમાં પરોવી લોકહૃદયમાં ઉતારનાર શ્રી કાગનું લક્ષ્ય સમાજસુધારો રહ્યું છે. પરંપરાગત ચારણી ઘાટીના તેમના ગાને હજારોની સભાઓ ડોલાવી છે. લોકવાર્તા કહેતા તેમના રણકતા કંઠે કંઈક લોકોને હસાવ્યા-રડાવ્યા છે. તેમના મુખે રામાયણના પ્રસંગો સાંભળવા તે એક લ્હાવો છે. ગુજરાતી લોકસાહિત્યમાં શ્રી મેઘાણી સાથે શ્રી દુલા ભાયા કાગનું નામ અમર છે. છે : દુલા ભાયા કાગ ડોલરરાય રંગીલરાય માંકડ - ગાંધીવાદી શિક્ષણકાર શ્રી ડોલરરાય માંકડ સંશોધકવિવેચક હતા. એમણે પુરાતત્ત્વ, પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિમાં સંશોધન કર્યું. “ અલંકારપ્રવેશિકા', “સંસ્કૃત નાટ્ય સાહિત્યના વિકાસની રૂપરેખા', “સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો', “કાવ્યવિવેચન', “ગુજરાતી કાવ્યપ્રકારો' એમના વિવેચનગ્રંથો છે. “નૈવેધ'નામના તેમના સંગ્રહમાં એમણે નવલકથા, નવલિકા, એકાંકીની ચર્ચા કરી છે. એમણે પ્રખ્યાતા કૃતિઓ “સરસ્વતીચંદ્ર', “શર્વિલક'નાં વિવેચન પ્રશસ્ય છે પણ “ઝેર તો પીધાં છે જાણી જાણી’નું વિવેચન કદાચ એમની શ્રેષ્ઠ આલેખના છે. “અન્વેદમાં ઉત્તર ધ્રુવ', “હોળીનું મૂળ, ‘કલ્કી અવતાર', “સુરાષ્ટ્ર અને આનર્ત એ લેખોમાં પ્રાચીન સાહિત્યને શાસ્ત્રીય રીતે રજૂ કર્યું છે. ભાગ્યેદના વશિષ્ઠનું દર્શન', “ગીતાનો બુદ્ધિયોગ' એમના ધર્મજ્ઞાનના ગ્રંથો છે. એમણે “ભગવાનની લીલા' નામે પોણી તેરસો પંક્તિનું છંદોબદ્ધ કાવ્ય લખ્યું છે. શ્રી ડોલરરાય અર્વાચીન કષિ, પંડિત, કાવ્યશાસ્ત્રી અને વિવેચક હતા. ડોલરરાય રંગીલરાય માંકડ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy