SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૬ સરકારનું શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક એનાયત થયું હતું. અખંડ સૌભાગ્યવતી’ ફિલ્મની ભૂમિકા માટે એમણે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું પારિતોષિક મેળવ્યું હતું. “માબાપ’ એમની એક અત્યંત સફળ ફિલ્મ હતી. “અમૃતવેલ’, ‘નીલગગનનાં પંખી’ એમની અન્ય મહત્ત્વની ફિલ્મ. પંખીનો માળો ફિલ્મમાં પદ્મારાણી અને ડેઈઝી ઈરાની એક સાથે ચમક્યાં હતાં. પદ્મારાણીએ કરેલી મહત્ત્વની હિન્દી ફિલ્મોમાં “સંતોષી મા', “સંઘર્ષ', “પરિવાર', ‘દિલ' વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમણે ટેલિવિઝન પર ‘આશા', “સ્વપ્ન કિનારે', ‘નકાબ'—જેવી સિરિયલ્સમાં પ્રમુખ ભૂમિકા ભજવી છે. પોતાની પાંચ દાયકાની દૃષ્ટાંતરૂપ સફરમાં પદ્મારાણીએ ગંભીર પ્રકારની ભૂમિકાઓથી માંડીને અત્યંત રમૂજી પાત્ર સુધીની દરેક ભૂમિકા ભજવી છે. કલાકારમાં આત્મસૂઝ, નિષ્ઠા અને કંઈક અપ્રતિમ કરી બતાવવાની ભાવના હોય તો એ ક્યાંથી ક્યાં પહોંચે છે એની જીવંત સાબિતી પદ્મારાણી છે. જન્મ મરાઠી હોવા છતાં ગુજરાતી રંગભૂમિ પર એકધારું અને એકચક્રી શાસન કરનાર પદ્મારાણી ખરા અર્થમાં લિવિંગ લિજન્ડ છે. નાટ્યકર્મી સનત વ્યાસ સનત ગિજુભાઈ વ્યાસનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૫૦માં થયો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યું હતું. તેમને નાટ્યજગતનો ૨૨ વર્ષનો અનુભવ છે અને પ૫ જેટલાં ફુલ લેન્થ નાટકોમાં કામ કર્યું છે. ૧૯૭૪માં લાલુ શાહે યુવાન કલાકારોને શોધવા માટે હરીફાઈ રાખી હતી તેમાંથી લાલુ શાહના બહુરૂપી' જૂથે ‘વાયદાના ફાયદા' નાટક ઊગતા કલાકારોને લઈને કર્યું હતું. સનત વ્યાસનું તે પહેલું નાટક. સનત વ્યાસે અભિનય કર્યો હોય એવાં કેટલાંક નાટકો આ પ્રમાણે છે : વિસામો (૧૫) શો), અભિમાન, કોઠાની કબૂતરી (૧૦૦ થી વધુ શો), કિસ્સા કુર્મીકા, કોરી આંખો-ભીનાં હૈયાં, ખેલૈયા, પૈસો બોલે છે, ધબકારની ધીગામસ્તી, આકાશ, કાચના સંબંધ, ૨૩ કલાક પ૨ મિનિટ, હિમકવચ, વાત મધરાત પછીની. ઓળખાણ, ગુરુબ્રહ્મા, માનસ મહાભારત, સખણા રે'જો રાજ, ઇટ ઇઝ નોટ ફન, રાણીને ગમે તે રાજા, લજ્જા તને મારા સમ, ખેલૈયા, અમારું સરનામું તમે, લગન ગાડું ચાલે આડું; વિગેરે. સનતભાઈએ આટલાં નાટ્યજૂથોમાં કામ કર્યું છે : પથપ્રદર્શક બહુરૂપી ખેલૈયા, અવાંતર, જય કલાકેન્દ્ર, બરજોર પટેલ પ્રોડકશન, દિનયાર કોન્ટેક્ટર પ્રોડક્શન, કારીગર, અવની, બાલીવાલા થિયેટર્સ, મારવેલ આર્ટ, મુદ્રા, રંગત, ભૂમિકા, નાટ્યસંઘ પુષ્પક ક્રિએશન, શિવમ, આવિસ્કાર, ઉમંગ પ્રોડકશન, સ્વાગતમ્, ઇમેજ, નયના આર્ટ્સ, નાટ્યશ્રી, વેરીએશન્સ, મનહર ગઢિયા પ્રોડક્શન, ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શન. દૂરદર્શન પર છ વર્ષ સુધીનો કોન્ટેક્ટ કરીને નીચે મુજબના કાર્યક્રમો સનત વ્યાસે કર્યા છે : આવો મારી સાથે, નાટકોમાં જયા-જયન્ત, વિસામો, દરિદ્રનારાયણ, તને પૂછું કેમ? પેરેલિસિસ. મજધાર, એક મહલ હો સપનોંકા, કશિશ સિરિયલોમાં કામ કર્યું. તે ઉપરાંત સપનાનાં વાવેતર, સ્વપ્નકિનારે, કથા રચિત શુભ-લાભ, અંજની યાદ છે તને? નારી તું ના હારી, પારકી થાપણ, ભલે પધાર્યા, નામ ગુમ જાયેગા વિગેરે સિરિયલોમાં અભિનય આપ્યો છે. ક્રિષ્ણા, હરિપર આલ્બમમાં પણ અભિનય કર્યો છે. ધબકારા, વડ તેવા ટેટા, ટૉક શો, વૉટ ઇઝ ધ ગુડ વર્ડ વિગેરે કાર્યક્રમો રજૂ કર્યા છે. રેડિયો નાટકોમાં વિદ્યા વારિધિ ભારવી, મૃત્યુંજય, ઘ ઘરનો ઘ, અનુપમા, પ્રતિકાર, અપના અધિકાર વિગેરે સિરિયલો કાર્યક્રમોમાં કામ કર્યું છે. સનત વ્યાસ ૧૯૮૪થી એડવર્ટાઈઝિંગ સાથે પણ સંકળાયેલા છે. ૭૫૦થી વધુ જિંગલ્સનાં ભાષાંતર કર્યા છે, કામ કર્યું છે. જેવાં કે મહારાષ્ટ્ર સ્ટેટ લોટરી. લાઈફ ઇસ્યુરન્સ કોર્પોરેશન, બિરલા સિમેન્ટ, સન બ્રાન્ડ એમ્બેલા, ભારત પેટ્રોલિયમ, મૂળ ક્રિમ, વિગેરે. ઓ એન્ડ એમ, ઓબેરોય ફિલ્મસ સિસ્ટા, ચિત્રા, સિન્ટાસ, રિફ્લેક્શન્સ, સુહાગ આર્ટ, વર્ડસ એન્ડ વોઈસીસ, રેડિયોવાણી, કેન્ડિડ વિગેરે જાહેરાતની સંસ્થા સાથે પણ સનત વ્યાસ સક્રિય રીતે સંકળાયેલા છે. પણ સનત વ્યાસ સાક્રય રીતે સંકળાયેલા છે ૩૫ થી વધુ ડોક્યુમેન્ટરી ફિલ્મસ, ગુજરાતી ફિલ્મસ, ૨૦ થી વધુ ગુજરાતી અને હિંદી ટીવી, વિડિયો સિરિયલમાં અવાજ આપ્યો છે તથા અભિનય કર્યો છે. તે ઉપરાંત ભારતીય વિદ્યાભવન, એસ.એન.ડી.ટી. મહિલા યુનિ; બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ, શ્રી સ્વામી નારાયણ સંસ્થા અને ઇમેજ પબ્લિકેશન્સના કાર્યક્રમોમાં પ્રવક્તાની કામગીરી બજાવી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy