SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૪ કુ. દર્શના ઝવેરી કુ. દર્શના ઝવેરી મણિપુરી નર્તનક્ષેત્રમાં જગવિખ્યાત ચાર ઝવેરી બહેનો (નયના, રંજના, સુવર્ણા, દર્શના)માં સૌથી નાનાં છે. મણિપુરી નૃત્યની સુકુમારતા, માર્દવતા, ભક્તિ પ્રધાનતાથી આકર્ષાઈને એમણે મણિપુરી નૃત્યકળાના સંરક્ષણ, સંશોધન, સંવર્ધન, પ્રચાર અર્થે જીવન સમર્પણ કર્યું છે. ૧૯૪૭ થી મણિપુરી નૃત્યનું શિક્ષણ ગુરુ બિપિન સિંઘ જેવા સાક્ષર, વિદ્વાન, નૃત્યકાર, સર્જનકાર ગુરુ પાસેથી શરૂ કર્યું. મોટી મ્હેનો સહિત નૃત્યનાટિકાઓમાં ૧૯૫૧ થી ભાગ લીધો. ૧૯૫૬માં ચારે વ્હેનોએ મણિપુર જઈ ત્યાંના ત્રણ મુખ્ય ગુરુઓ પાસે કરી આશીર્વાદ પત્રો મેળવ્યા. ૧૯૫૮માં ચારે વ્હેનોને નૃત્ય મણિપુરના રાજમંદિર શ્રી ગોવિન્દજીના મંદિરમાં પ્રથમ મણિપુરના વ્હારના કળાકારો તરીકે મણિપુરી નૃત્યો સમર્પિત કરવાનો સુયોગ મળ્યો અને ત્યારથી દર્શના ઝવેરીનું નિયમિત રીતે મણિપુર અભ્યાસ, કાર્યક્રમો, સંશોધન, પરિસંવાદ, ગુરુઓ સાથે મેળાપ, ઉત્સવો જોવા અને શિક્ષણ આપવા અર્થે જવાનું ચાલુ રહ્યું છે. મણિપુરના અન્ય રાસ તથા સંકીર્તનના ગુરુઓ, વિદ્વાનો, પત્રકારો તરફથી પ્રશંસાપત્રો, આશીર્વાદ મળતા રહ્યાં છે. ૧૯૫૮ થી વ્હેનો સહિત ભારત તથા વિદેશોમાં રાજ્યના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે તથા અન્ય વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત નૃત્યપ્રવાસો કરતા આવ્યા છે. દર્શના ઝવેરીએ કાર્યક્રમો ઉપરાંત પ્રવચન સહિત પ્રયોગો, પત્રિકાઓમાં લેખો, સમાચાર પત્રોમાં વ્યક્તિ પરિચય, આકાશવાણી તથા દૂરદર્શનમાં કાર્યક્રમો દ્વારા પ્રેક્ષકોમાં શાસ્ત્રીય મણિપુરી નૃત્ય માટે રસ અને ઉત્સાહ ઉત્પન્ન કર્યાં છે. ગુરુ બિપિન સિંઘનાં માર્ગદર્શન હેઠળ ગત ૪૦ વર્ષોથી તેમના સંશોધન કાર્ય જેમકે અનેક ગુરુઓ પાસેથી સંગીત તથા નૃત્યની મૌખિક પરંપરાનો સંગ્રહ, પ્રાચીન સંગીત શાસ્ત્રો તથા વૈષ્ણવશાસ્ત્રોનો અભ્યાસ અને બન્નેનો સંબંધ જોડી શાસ્ત્રીય તત્ત્વો શોધી કાઢવા અને તેના આધારે રંગમંચ અનુરુપ નૃત્યરચના કરવામાં તથા નિયમબદ્ધ પાઠ્યક્રમ રચવામાં સાથ આપ્યો છે. તેમનાં માર્ગદર્શન હેઠળ, દર્શના ઝવેરીએ ‘મણિપુરી નર્તન’, ‘મણિપુરી તાલપ્રકાશ’, ‘શાસ્ત્રીય મણિપુરી નર્તન' જેવા પુસ્તકો લખ્યાં છે. ઉપરાંત ગુરુ બિપિન સિંઘના છ પુસ્તકોની પ્રસ્તાવના લખી છે. માર્ગ પબ્લીકેશન “ડાન્સીસ ઑફ મણિપુર' પુસ્તકમાં ઘણો સક્રિય ફાળો આપ્યો છે. ન્યુયોર્કના ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી મળેલ ગ્રાન્ટ હેઠળ વિવિધ પ્રોજેક્ટમાં સક્રિય ફાળો આપ્યો છે. Jain Education International પથપ્રદર્શક દર્શના ઝવેરી સ્વયં સિદ્ધહસ્ત નૃત્યકાર છે. મણિપુરીની સુકોમળ લાસ્યશૈલી તથા પૌરુષેય તાંડવ શૈલી પર પ્રભુત્વ મેળવ્યું છે. મૃદંગના છંદોલયનું પારંપારિક જ્ઞાન તથા વગાડવામાં કુશળતા પ્રાપ્ત કરી છે. ગત ૪૦ વર્ષથી પૂર્ણ ભારતમાં તથા વિદેશમાં ૨૫ થી વધુ વાર પ્રવાસ કર્યો છે. ગુરુ બિપિન સિંઘ, ઝવેરી બ્યુનો તથા કલાવતી દેવી દ્વારા ૧૯૭૨માં મણિપુરી નર્તનાલય નામક સંસ્થા મુંબઈ, કલકત્તા, મણિપુરમાં સ્થાપી વિવિધ કાર્યો સફળતાથી કરી રહ્યાં છે. દર્શના ઝવેરી એક નિષ્ણાત શિક્ષિકા છે ઉપરાંત નૃત્યના પરીક્ષક તરીકે ભાતખંડે સંગીત વિદ્યાપીઠ-લખનૌ, ભારતીય નૃત્ય કલા મંદિર, પટના, તથા વનસ્થલી વિદ્યાપીઠ, રાજસ્થાન સાથે વર્ષોથી સંકળાયેલા છે. હાલ ગવર્નર્મેન્ટની વિવિધ સાંસ્કૃતિક કમીટીઓ પર સદસ્ય છે તથા ગવર્નમેન્ટ સ્કૉલરશીપ, ફેલોશીપના નિર્ણાયક તરીકે અને અન્ય હરીફાઈઓમાં પણ નિર્ણાયક તરીકે નિમંત્રણો મળે છે. કુ. દર્શના ઝવેરીને તેમના શાસ્ત્રીય મણિપુરી નૃત્યક્ષેત્રના ૪૦ વર્ષના યોગદાન બદલ અનેક માનપત્રો, પ્રશંસાપત્રો, આશીર્વાદ પત્રો અને પુરસ્કાર મળ્યા છે. ગુજરાતી રંગભૂમિનું અણમોલ રતન પદ્મારાણી જે પદ્મારાણીને નથી ઓળખતા એ ગુજરાતી રંગભૂમિને પણ નથી ઓળખતા. અને આપણી ફિલ્મોને પણ. અભિનયની આરાધનામાં જેમનાં જીવનની અડધી સદી ગઈ હોય, જેમનાં નાટકોને સદી કરવાની ટેવ પડી ગઈ હોય એવાં પદમારાણી આપણી રંગભૂમિને રોનકદાર બનાવવા માટે સમર્પિત થઈ જનારા જૂજ કલાકાર-કસબીઓમાંનાં એક છે. રંગભૂમિ જૂનીમાંથી નવી અને નવીમાંથી મોડર્ન થઈ પણ પદ્મારાણી આ બધા તબક્કામાં એવરગ્રીન રહ્યાં છે. વડોદરાના લબ્ધપ્રતિષ્ઠિત ગાયકવાડ કુટુંબના ભોસલે પરિવારના ભીમરાવ ભોસલે અને એમનાં પત્ની કમળાબહેનનાં એ વચેટ દીકરી. જન્મ આફ્રિકામાં, સન ૧૯૩૭માં, પદ્મારાણી ઉપરાંત આ યુગલને બીજી પાંચ દીકરીઓ અને બે દીકરાઓ પણ થયાં. વ્યવસાયે બેરિસ્ટર એવા ભીમરાવ ભોંસલેને એમની બદલી આફ્રિકાથી ભારત લઈ આવી. સપરિવાર તેઓ વડોદરામાં સ્થાયી થયા. અને મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં એમણે સંતાનોને દાખલ કર્યાં. પરિવારનું સૌથી મોટું સંતાન હોવાને નાતે પદ્મારાણીના માથે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy