SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ o૮૩ પ્રતિભાઓ ૧૯૯૨-૯૩ મહાદેવભાઈના જીવનચરિત્ર- “અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'નો હિંદી અનુવાદ કર્યો. પ્રકાશિત થયો ૧૯૯૯માં-પ્રકાશક : સાહિત્ય અકાદમી, દિલ્હી. * ૧૯૯૬-૯૭ ડો. ગુણવંત શાહના પુસ્તક “કૃષ્ણનું જીવન સંગીત”નો અંગ્રેજી અનુવાદ-ચિત્રા દેસાઈનો અધૂરો અનુવાદ પૂરો કર્યો–અપ્રકાશિત. એંશીના દાયકાથી “લેખિની”નાં સભ્ય. અક્ષર અર્ચના'માં રસ પડતાં કાવ્યસૂઝ વધતી ગઈ. પછીના વર્ષોમાં, શાંતિનિકેતનમાં શીખેલાં તે રવીન્દ્રનાથ ટાગોરનાં પદોનો મૂળ બંદિશમાં ગુજરાતી અનુવાદ કર્યા. ૨૦૦૪ “સ્મરણબંસરીના સૂર” અને “કંડારાએલી કેડી” નું પ્રકાશન અર્ધ-નિવૃત્ત સ્થિતિમાં ઓછું વધતું લેખનકાર્ય : ગીતા પ્રવચનોની ઝાંખી (વિનોબાજીના પુસ્તકને આધારે) ગીતામાં બુદ્ધિયોગ (લે. ડોલરરાય માંકડ)નો અંગ્રેજી અનુવાદ (છપાય છે.) અભિનયના બાદશાહ સ્વ. વિજય દત્ત (ભટ્ટ) અભિનય-ક્ષેત્રના અંબરમાં ઓજસ અર્પતો એક સિતારો. નાટ્યક્ષેત્રે એક જાજવલ્યમાન પ્રતિભા એટલે શ્રી વિજય દત્ત. સાધનસંપન્ન કડક શિસ્ત આગ્રહી–ગાંધીવાદી ભટ્ટ કુટુંબમાં તા. ૪-૨-૧૯૩૩ના રોજ. મુગટલાલ ભટ્ટ પિતાશ્રી અને જયાલક્ષમી માતુશ્રી. શરૂઆતનું શિક્ષણ “ગુરૂકુલ” સુપામાં થયું. ત્યારબાદ મુંબઈની કિંગ જ્યોર્જ સ્કુલ અને બોરડી સ્કુલમાંથી મેટ્રિક પાસ કરી. અંધેરી ભવન્સ કોલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે સ્નાતક થયા અને સાથોસાથ તેમની નાટ્યકારકિર્દીના બીજ વવાયાં. કોલેજકાળ દરમ્યાન જ નાટકોમાં તો ઝળક્યા, પારિતોષિકો મેળવ્યાં. પ્રસિદ્ધિ મેળવી અને સાથે જ મેળવી જીવનસંગીની મુક્તા. કોલેજકાળનું સંવનન લગ્નમાં પરિણમ્યું. તા. ૧૪-૨-પપના શુભદિને, તેમનાં પ્રેમના પરિપાક રૂપે ૪ સંતાનો-ત્રણ પુત્રી મંજરી, મીનળ, સોનલ અને પુત્ર પરાગ. પરાગને વિધિના કૂર પંજાએ તેમની પાસેથી છીનવી લીધો. આગવી અભિનયક્ષમતા, કંઠની માર્દવતા અને આકર્ષક વ્યક્તિત્વ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ વિજયભાઈમાં અને નિસર્ગદત્ત લાક્ષણિકતાઓએ તેમને માત્ર ગુજરાતી રંગભૂમિના જ નહિ પણ હિંદી અને મરાઠી રંગભૂમિના આગલી હરોળના કલાકાર તરીકે સ્થાપી દીધા. તેમણે નિર્માણ કરેલાં દિગ્દર્શન કરેલાં અને ભજવેલા નાટકોની સંખ્યા સદી વટાવી ગઈ છે. અભિનયનાં અસંખ્ય પારિતોષિકો જુદા જુદા સ્તરે કોલેજ, આંતર-કોલેજ અને રાજ્યસ્તરે પણ મેળવ્યાં હતાં. પોતાની અભિનયકલાનાં અજવાળાં માત્ર ભારતપૂરતાં સીમીત ન રાખતાં, પરદેશમાં પણ તેમનાં નાટકો માટે બહોળો ચાહક વર્ગ ઊભો કર્યો અને ઇસ્ટ આફ્રિકા, અમેરિકા, લંડન, કેનેડા પોતાની નાટ્ય-સંસ્થા સાથે પ્રવાસ કર્યો. અભિનય ક્ષેત્રે એક સિદ્ધહસ્ત કલાકાર હોવા ઉપરાંત વિજયભાઈ કલામર્મજ્ઞ હતા, કલા-પારખુ હતા. તેથી જ તેમણે નિર્ણાયક તરીકેની કામગીરી પણ સુંદર રીતે પાર પાડી હતી. ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્ર, મુંબઈ વિદ્યાપીઠ, ગુજરાત રાજ્ય તરફથી તેમને અનેકવાર નિર્ણાયક તરીકે નિમંત્રણો મળ્યાં હતાં. તઉપરાંત ગુજરાત રાજ્ય તથા ફેકલ્ટી ઓફ પરફોર્મીગ આર્ટ્સ, વડોદરાના ઉપક્રમે નાટ્યશિબિરોનું પણ સંચાલન કર્યું હતું. એમના અનુદાનો પર નજર કરીએ તો : મોતામાં મુગટલાલ જે. હાઈસ્કૂલ (સાર્વજનિક) બનાવી. મોતામાં જ ગાયત્રી બ્રહ્માનું મંદિર પણ અનન્ય છે. જેના કન્વીનર વિજયભાઈ–મુક્તાબેન હતાં અને લાયબ્રેરી વગેરે અનેક નાના મોટા અનુદાન શિરમોર કલગી છે. એમના એકના એક પુત્રની સ્મૃતિમાં બનાવેલ પરાગવિજય દત્ત ના એકેડેમી ચેલેન્જ હતી. ઈશ્વર સામે એકના એક પુત્ર તે છીનવી લીધો તો તને હજારો પરાગ ઊભા કરીને આપીશ. અને ખરેખર ઈશ્વરના આસમાનમાં એક મોટું ભર્યું ભર્યું તારામંડળ જ અત્યારે તો આપી દીધું છે. અને એ પ્રક્રિયા-પ્રવૃત્તિ ચાલુ જ છે, ચાલુ જ રહેશે. સમાજે આપેલ મહાન ચાહભરી સિદ્ધિનું ઋણ આ રીતે સમાજને ચરણે સમર્પિત કરવાનું મહાનકાર્ય આ નમ્ર કલાકારે કર્યું છે. ધન્યવાદ છે!! નથી જોઈતી સહાનુભૂતિ, તમારી કે અન્ય કો'ની, નહીં સાથ સંગાથ, સહવાસ કે અન્ય કો’ અનુભૂતિ, છું હું મસ્ત નિજાનંદમાં, રહેવા દો, સહેવા દો મુજ આપવીતી, નથી જાણવું ભવિષ્ય મારે, જીવવા દો અને વર્તમાનમાં! આ અંતરનો આક્રોશ છે. પુત્ર વિરહના સમયે અતિશય સંવેદનશીલ, મૂઠી ઊંચેરો માનવી, વિરાટ વ્યક્તિત્વ વજાદપિ કઠોરાણિ, મૃદુની કુસુમાદપિ, સ્નેહાળ-માયાળુ માનવી રંગમંચનો સમગ્રપણે જીવ, સમયનો શહેનશાહ, કલાનો ઉપાસક, કંઠનો કામણગારો, આદર્શ નાટ્યકલાકાર, રજવાડીજીવ, નિરાંડબરી વિજયભાઈ, મોતાળા જ્ઞાતિનું ગૌરવ, ભાતીગળ પ્રતિભાવંત, ચિત્તનો મિનારો વિજયદત્ત, તખ્તાની તરસ!!! Jain Education Intenational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy