SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૬૩ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા - જે વિદ્યા યા જે કળા માણસને ઊર્ધ્વગામી બનાવે, તેની સાત્વિક વૃત્તિને જગાડે, ખીલવે અને પોષે, તે જ કળા અને તેવા જ સાહિત્યને આવશ્યક માનનાર શ્રી મશરૂવાળાએ પોતાની આસપાસ શાંત અને ચેતનાદાયી તેજ ફેલાવતી જે સાહિત્યપ્રવૃત્તિ કરી તેથી તેમને એક સાહિત્યકાર તરીકે અને એક મોટા વિચારક તરીકે આપણે યાદ કરીએ છીએ. ગુજરાતની જનતાનું સૌથી વધુ ધ્યાન ખેંચનાર તેમનું “સમૂળી ક્રાન્તિ' નામનું પુસ્તક છે. તેમાં તેમણે ધર્મ અને સમાજ, રાજકીય અને આર્થિક તેમ જ કેળવણીના વિષયો ઉપર ક્રાન્તિકારી વિચારો દર્શાવ્યા છે. “સંસાર અને ધર્મ એ નવયુગના ઘડતરને સ્પર્શતું અને પ્રાચીન પ્રણાલિકાઓને સમજાવતું પુસ્તક છે. આ ઉપરાંત અહિંસા વિવેચન', 'ગીતાદોહન', ગીતામંથન', “સ્ત્રીપુરુષ મર્યાદા' વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. ગાંધીજી પછી હરિજન' સાપ્તાહિકના તંત્રી તરીકે જવાબદારી અદા કરનાર શ્રી મશરૂવાળા એક સાહિત્યકાર તરીકે, તેમ જ એક વ્યક્તિ તરીકે વંદનીય છે. | કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી, ધૂમકેતુ - ધૂમકેતુ સત્યશીલ સર્જક છે અને તેમનું સાહિત્યપ્રદાન વિપુલ છે. નવલિકાનો ઉત્તમ કલાઘાટ તેમણે આપ્યો. ટૂંકીવાતની કલાના સર્વશ્રેષ્ઠ કલાકાર ગણાયા. ગ્રામજીવન, શહેરીજીવન, દાંપત્યજીવન, મધ્યમવર્ગની વિષમતા, પ્રેમ, સ્વાતંત્ર્ય, સંસ્કૃતિ, સૌંદર્યપૂજા એમ વિવિધ વિષયો અને ભાવનાઓનું વિશાલ ફલક તેમની વાર્તાઓમાં રચાય છે. “પોસ્ટ ઓફિસ', “ભૈયાદાદા', “ગોવિંદનું ખેતર', પૃથ્વી અને સ્વર્ગ’, ‘મદભર નેનાં', “હૃદય પલટો', “આમપાલી' વગેરે તેમની ઉત્તમ વાર્તાકૃતિઓ છે. ધૂમકેતુએ ચૌલુક્ય અને ગુપ્તવંશના ઇતિહાસને નવલકથામાં ઉતાર્યો છે. ઐતિહાસિક નવલકથાની એક સબળ પરંપરા મુનશીજી પછી ધૂમકેતુમાં દેખાય છે. નિબંધ, નાટક, ચરિત્ર અને આત્મકથા જેવા પ્રકારો પણ તેમણે ખેડ્યા છે. ગુજરાતી ગધને મનોરમ બનાવવામાં ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી, ધૂમકેતુ “ ગૌરીશ, ગોવર્ધનરામ ની રે, ધૂમકેતુની શૈલીનો સવિશેષ ફાળો છે. છી રમણલાલ વસંતરાય દેસાઈ - ઐતિહાસિક, સામાજિક અને પૌરાણિક નવલકથાઓથી લોકહૃદય પર પ્રભુત્વ જમાવનાર આ સર્જકની સર્જકતા વિશેષ સામાજિક નવલકથામાં મહોરી છે. ગાંધીયુગની ભાવના, આદર્શો અને ગાંધીસંદેશને તેમણે તેમની નવલોમાં ઝીલ્યો છે. અસહકાર, સત્યાગ્રહ, અસ્પૃશ્યતા, ગ્રામસેવા, કોમીએકતા, પતિતોદ્ધાર વગેરે સમકાલીન પ્રશ્નો તેમણે ચર્થ્ય છે. રમણલાલ દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાયા છે. આ બહુમુખી પ્રતિભાના સર્જકે કાવ્ય, નાટક, નવલિકા, નિબંધ, વિવેચન અને આત્મચરિત્રનાં ક્ષેત્રો પણ ખેડેલાં છે. કોકિલા’, ‘દિવ્યચક્ષુ', “ગ્રામલક્ષ્મી ૧-૪', “ભારેલો અગ્નિ' તેમની કેટલીક પ્રચલિત કૃતિઓમાંની છે. “દિવ્યચક્ષુ' તેમની શ્રેષ્ઠ નવલકથા ગણાઈ છે. તેમણે “ગઈ કાલ' અને “મધ્યાહનાં મૃગજળ' એમ બે ભાગમાં આત્મકથા આપી છે. “સંયુક્તા” અને “શંકિત હૃદય’ તેમના જાણીતાં નાટકો તથા “નિહારિકા' તેમનો કાવ્યસંગ્રહ છે. “જીવન અને સાહિત્ય’ અને ‘સાહિત્ય અને ચિંતન' તેમના સાહિત્યવિવેચનના લેખસંગ્રહો છે. રમણલાલ વસંતરાય દેસાઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy