SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૯ માં પ્રતિભાઓ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં પંદર અને શહેરી વિસ્તારમાં અઢાર કેન્દ્રો ચલાવે છે, જેમાં પ્રૌઢશિક્ષણ, વ્યવસાયલક્ષી તાલીમ અને સ્વરોજગારી હાંસલ કરવાની બહેનોની ઉપયોગી સેવા ઘોડિયાઘર સાથે ચાલે છે. ભક્તિપરાયણ શ્રીમતી હીરાબહેનની ધર્મભાવના પણ એટલી પ્રબળ રહી છે. નગરના અર્ધા સૈકાથી પણ વધારે સમયથી બારેમાસ ચાલતા શ્રી યશોનાથ સત્સંગમંડળ અને શ્રી કૃષ્ણકુમારસિંહજી સંન્યાસ આશ્રમની આધ્યાત્મિક અને શાસ્ત્રીય સ્વાધ્યાયની પ્રવૃત્તિઓમાં એમનું યોગદાન પ્રશસ્ય રહ્યું છે. સાધુસંતોની વૈયાવચ્ચ માટે પણ ખૂબ જ ઉમદા ભાવના અને અમીઝરતી મૃદુભાષા એમની દીર્ઘદૃષ્ટિ, તેમનો ત્યાગ સમર્પણ અને તેમના પરગજુ સ્વભાવને મનોમન વંદન કર્યા વગર રહી શકતા નથી. પ્રબળ પુણ્યયોગ પ્રાપ્ત થયો હોય તેવા પરિવારમાં જ આવાં રત્નો પાકતાં હોય છે. | તીર્થયાત્રાઓ કરવી, ઘેર આવતા મહેમાનોની સરભરા કરવી, વ્યાવહારિક જવાબદારીઓ નિષ્ઠા અને સચ્ચાઈથી પાર પાડવી, સૌને સાથે રાખીને પ્રેમ-વાત્સલ્યના તાંતણે બાંધી રાખવામાં સતત પ્રયત્નશીલ રહેનાર આ આદર્શ નારીએ ખરેખર ધર્મ ઉજાળ્યો છે. શહેરના જાણીતા ધર્મનિષ્ઠ અને સેવાભાવી અગ્રણી, શ્રી ગુલાબરાયભાઈ સંઘવીના પ્રભાવશાળી-વિરાટ વ્યક્તિત્વ પાછળનું રહસ્ય પણ શ્રીમતી હીરાબહેનની પ્રેરણા જ કારણભૂત જણાય છે. ઉજ્વળ એવી આપણી અસ્મિતા આવાં સ્ત્રીરત્નોને જ આભારી છે. ભૌતિકતાના બદલાતા જતા વાયરા સાથે આજના યુગમાં મંદિરોની અનિવાર્યતા સંબંધે ભારતીય શાસ્ત્રો કહે છે : મંદિરો સમાજની ધરી છે. સમગ્ર સમાજ તેની આસપાસ ઘૂમે છે. મંદિરો માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો છે. કલાકૌશલ્યથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરોનું આગવું પ્રદાન છે. પરંતુ મંદિરોનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું. પૂ. મુ. દેવરત્નસાગરજી મ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy